Home »National News »Latest News »National» Jaat And Dalits Fought Once Again In Haryana

હરિયાણામાં ફરી લડ્યા જાટ અને દલિત, 40 દલિત પરિવારોએ છોડ્યું ગામ

Kumar Mukesh/Shalender Sharma | Jan 31, 2017, 16:23 PM IST

  • દલિત સમુદાયની મહિલાઓ ગામમાંથી જઇ રહી છે.
હિસાર: અહીંના મિર્ચપુરમાં જાટ અને દલિત સમુદાયના લોકોમાં વિવાદ થઇ ગયો છે. મામલો ટોણો મારવાથી શરૂ થયો અને પાછળથી મારામારીમાં ફેરવાઇ ગયો. સોમવારે રાતે એડમિનિસ્ટ્રેશનના ભરોસે દલિતો રોકાઇ ગયા હતા, પરંતુ, મંગળવારે સવારે તેમણે ગામ છોડી દીધું. બંને સમુદાયો વચ્ચે છ વર્ષ પહેલા પણ વિવાદ થયો હતો.
 
શું છે મામલો?
 
- ઘાયલ થયેલા લોકોએ પોલીસને જણાવ્યું કે સ્કૂલમાં સુમિત નંબરદારે રેસ સ્પર્ધા કરાવી હતી. જેમાં દલિત સમુદાયનો શિવકુમાર જીત્યો.
- જ્યારે તે મિત્રો સાથે ઘરે પાછો ફરી રહ્યો હતો, તો બીજા સમુદાયના લોકોએ નશામાં તેને ટોણા માર્યા.
- થોડીવારમાં ત્યાં બંને સમુદાયના લોકો એકઠા થઇ ગયા. એક-બીજા પર લાકડીઓ અને ઇંટોથી હુમલો કર્યો. પોલીસ પહોંચી તો તે પણ તેમના ઝપાટામાં આવી ગઇ.
- દલિતોએ કહ્યું કે તેમને ક્યાંક બીજે ખસેડવામાં આવે અથવા ગામડામાં સીઆરપીએફ તહેનાત કરવામાં આવે.
- એડમિનિસ્ટ્રેશને તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ, તેમના સમુદાયના 40 પરિવારોના 120 લોકોએ ગામ છોડી દીધું. તેમાં બહેનો અને બાળકો પણ છે.
 
ગામમાં પોલીસદળ તહેનાત
 
- એસપી રાજેન્દ્રકુમાર મીણાએ કહ્યું- બંને પક્ષોની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ગામમાં પોલીસદળ તહેનાત છે. 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
 
2010 માં પણ થયો હતો વિવાદ
 
- 2010 માં આ જ ગામમાં બંને સમુદાયો વચ્ચે વિવાદ થયો હતો. જેમાં તારાચંદ અને તેની દિવ્યાંગ દીકરીનું મોત થયું હતું.
- 2011 માં 130 દલિત પરિવારોએ ગામ છોડી દીધું હતું. તેમાં 15 લોકોને સજા થઇ હતી. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jaat and dalits fought once again in Haryana
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext