Home »National News »Photo Feature» Married Boyfriend Was Unhappy About Marriage Of His Girlfriend

લગ્નની કંકોત્રી આપવા ગયેલી GFની પ્રેમીએ કરી હત્યા, સામે આવી આ કહાણી

Parveen Sharma | Feb 08, 2017, 00:04 AM IST

  • મૃતક યુવતી. ઈનસેટ તસવીર - આરોપી પ્રેમી.
ફતેહાબાદઃઅહીંના ગામ બનવાલીની આઈટીઆઈ સ્ટુડન્ટની હત્યા થઈ હતી. પોલીસ તપાસમાં યુવતીનો પ્રેમી જ હત્યારો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યારો પ્રેમી પરણિત છે, બીજી તરફ મૃતક યુવતીના લગ્ન થવાના હતા. યુવતી પોતાની મિત્રોને લગ્નની કંકોત્રી આપવા જ આવી હતી.
 
પ્રેમી સાથે જ ગઈ હતી યુવતી....

- ભટ્ટૂકલાંના એસએચઓ મુકેશ કુમાર અનુસાર, ગામ બનાવાલી નિવાસી જગદીશ કુમારે પોતાની પુત્રી રજનીના  ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
- પોલીસે એક રાત રાહ જોવા પરિવારને જાણ કરી. બીજા દિવસે પણ યુવતી ઘરે પરત ન આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બપોરના સમયે પોલીસને ખેતરમાં યુવતીની લાશ પડી હોવાની જાણ થઈ.
- પોલીસને પરિવારજનોએ જણાવ્યું કે, યુવતી આઈટીઆઈમાં અભ્યાસ કરતી હતી. તેના લગ્ન હોવાને કારણે કોલેજની મિત્રોને કંકોત્રી આપવાનું કહી નીકળી હતી.
- યુવતીની કોલ ડિટેલ્સ અને ગામના લોકોની પૂછપરછ થકી પોલીસે સંદીપ નામના યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
- પૂછપરછમાં સંદીપે પોતે પરણિત હોવાની વાત કરી અને તેનો છેલ્લા ઘણા સમયથી રજની સાથે અફેર હોવાની વાત સ્વીકારી હતી. તે રજનીના લગ્નની વાત સાંભળી નારાજ હતો.
- સંદીપ રજની સાથે જ આઈટીઆઈમાં ભણતો હતો. રજની કંકોત્રી આપવા નીકળી ત્યારે પણ સંદીપ તેની સાથે જ હતો.
- સંદીપે પ્રેમિકાની હત્યા કરી તેની લાશ સદલપુર ગામના ખેતરમાં ફેંકી દીધી હતી. તે પછી તે કોલેજ ગયો અને હાજરી પુરાવી પાછા આવ્યો. આ સમયે તેણે લાશને ખેતરમાંથી કાઢી બહાર રાખી જેથી લોકોને તે દેખાય આવે.
- પોલીસે જણાવ્યું કે, આરોપી સંદીપની હત્યાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Married Boyfriend Was Unhappy About Marriage Of His Girlfriend
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext