Home »National News »Photo Feature» Indian Boy Will Need Unmarried Certificate As Per Rule Of Italy

ઈટાલિયન યુવતીને દેશી યુવક સાથે કરવા છે લગ્ન, પણ તંત્ર બન્યું વિલન

divyabhaskar.com | Feb 12, 2017, 12:10 PM IST

  • શ્વેતાંશ રાયની ઈટાલીની ફેદરિકા પરવીનની લવ સ્ટોરી 3 વર્ષ પહેલા ફેસબુક પર શરુ થઈ હતી.
મઉઃ વેલેન્ટાઈન ડે વીકમાં એક અનોખી સ્ટોરી અહીં સામે આવી છે. એક વિદેશી યુવતી પોતાના પ્રેમીને શોધતા યુપીના મઉમાં આવી હતી. અહીં રહેતા શ્વેતાંશ રાયની ઈટાલીની ફેદરિકા પરવીનની લવ સ્ટોરી 3 વર્ષ પહેલા ફેસબુક પર શરુ થઈ હતી. પરંતુ હવે આ લવ સ્ટોરીમાં સ્થાનિક તંત્ર વિલનની ભૂમિકા ભજવી રહ્યું છે.
 
 
ઈટાલીના નિયમને કારણે અટક્યા લગ્ન...

- ઈટાલીની યુવતી અને યુપીના મઉ જીલ્લાના શ્વેતાંશ 3 વર્ષથી એકબીજાના પ્રેમમાં છે.
- શુક્રવારે ઈટાલીની ફેદરિકા શ્વેતાંશના ગામ પહોંચી. બંનેએ જણાવ્યું કે, તેઓ લગ્ન કરવા માટે તૈયાર છે પરંતુ સ્થાનિક તંત્ર વિલન બની રહ્યું છે.
- બંને લગ્ન માટે એડીએમ કાર્યાલય પહોંચ્યા હતા. શ્વેતાંશે જણાવ્યું કે, અમુક દિવસ અગાઉ તે ઈટાલી ગયો હતો.
- ઈટાલીના નિયમ પ્રમાણે ફેદરિકા સાથે લગ્ન કરવા માટે તેણે અનમેરિડ સર્ટિફિકેટ આપવું પડશે.
- આ જ કારણે શ્વેતાંશે ભારત પરત ફરી એપ્લિકેશન ફાઈલ કરી, જોકે તેને હજીસુધી અનમેરિડ સર્ટિફિકેટ મળ્યું નથી.
- શ્વેતાંશની માતા વિદેશી પુત્રવધૂ મળવા અંગે ઘણી ખુશ છે. તે ઈચ્છે છે કે તેના પુત્રના લગ્ન વહેલામાં વહેલી થકે થઈ જાય.
- તંત્રએ તપાસ કર્યા બાદ શ્વેતાંશને અનમેરિડ સર્ટિફિકેટ આપવાની વાત કહી હાલ આ પ્રેમી કપલને લગ્ન માટે રાહ જોવાની વાત કરી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..............)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Indian Boy Will Need Unmarried Certificate As Per rule Of Italy
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext