Home »National News »Latest News »National» It Is Cheap To Say Bloody To Former Judges Said Justice D Y Chandrachud

નિવૃત્ત જજોને બ્લડી કહેવું હલકુ સ્તર : જજ ડી. વાય. ચંદ્રચૂડ

Agency, New Delhi | Jan 24, 2017, 23:07 PM IST

  • નિવૃત્ત જજોને બ્લડી કહેવું હલકુ સ્તર : જજ ડી. વાય. ચંદ્રચૂડ,  national news in gujarati
નવી દિલ્હી:હું ઘણા સમયથી સુપ્રીમકોર્ટમાં વિવિધ કેસોની સુનાવણી કરી રહ્યો છું પણ કોર્ટમાં વકીલોનું આટલું નિમ્ન સ્તર અમે ક્યારેય નથી જોયું. કોર્ટમાં જે કંઇ બન્યું તેનાથી અમારા હૃદયને ભારે ઠેસ પહોંચી છે. મને આનાથી ઘણું દુ:ખ થયું છે. આ શબ્દો મંગળવારે સુપ્રીમકોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે બીસીસીઆઇ મામલે સુનાવણી દરમિયાન કેરળ ક્રિકેટ એસોસિયેશન વતી કોર્ટમાં હાજર સિનિયર લૉયર વિકાસ સિંહને કહ્યા.
 
નોંધનીય છે કે ગત સુનાવણી દરમિયાન વિકાસ સિંહે નિવૃત્ત જજો માટે ‘બ્લડી’ શબ્દ વાપરતાં સુપ્રીમકોર્ટ નારાજ છે. જોકે, વિકાસ સિંહે મંગળવારે પણ પોતાના વર્તન માટે ખેદ વ્યક્ત કરતો ખુલાસો કર્યો પણ કોર્ટે આજે પણ તેમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક ન આપી.

BCCI મામલે સુનાવણી દરમિયાન તેમણે કોર્ટ સમક્ષ કહ્યું કે ગત સુનાવણી વખતે તેમણે ‘બ્લડી’ શબ્દ વાપર્યો હતો તેની પાછળ તેમનો કોઇ આશય નહોતો, તેમની જીભ લપસી ગઇ હતી. તેઓ આવા વર્તન માટે ખેદ વ્યક્ત કરી ચૂક્યા છે અને ફરી ખેદ વ્યક્ત કરે છે. તેમણે એમ પણ કહ્યું કે મને દુ:ખ થઇ રહ્યું છે કે તમે મને સાંભળતા નથી. મહેરબાની કરીને કોર્ટ મને સાંભળી લે. ત્યાર બાદ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું કે તમારા વર્તનથી અમને ઘણું દુ:ખ થયું છે. અમે સ્તબ્ધ છીએ કે અમે સુપ્રીમકોર્ટના આજ સુધીના ઇતિહાસમાં કેસોની સુનાવણી દરમિયાન દલીલબાજીનું સ્તર આટલું નીચે ઉતરતું ક્યારેય નથી જોયું. ગત સુનાવણી વખતે જે કંઇ થયું તે સુપ્રીમકોર્ટની ગરિમાની વિરુદ્ધ હતું છતાં અમે તમને આગામી સુનાવણી વખતે બોલવાની તક આપીશું.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: It Is cheap to say bloody to Former Judges said justice d y chandrachud
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext