Home »National News »Photo Feature» Husband Killed Wife And Committed Suicide In Pune

ફેસબુક પર પ્રાઈવેટ વાતો શેર કરતી હતી પત્ની, રોષે ભરાયેલા પતિએ કરી હત્યા

divyabhaskar.com | Jan 21, 2017, 10:48 AM IST

  • રાકેશ ગાંગુર્ડે (34)ના લગ્ન સોનાલી (28) સાથે 4 વર્ષ પહેલા થયા હતા.
પુણેઃશહેરના હડપસર વિસ્તારમાં એક આઈટી પ્રોફેશનલે પોતાની પત્નીનું ગળું દાબી હત્યા કરી હતી. જોકે આરોપીએ હત્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. આ હત્યા-આત્મહત્યાના ભેદનો ખુલાસો સુસાઈડ નોટ થકી થયો હતો. પત્ની સોશિયલ મીડિયામાં ઘરની તમામ પ્રાઈવેટ વાતો શેર કરતી હોવાથી પતિએ આ પગલું ભર્યું હતું. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
 
4 વર્ષ પહેલા થયા હતા લગ્ન.......

- હડપસરના શિવસાંઈ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશ ગાંગુર્ડે (34)ના લગ્ન સોનાલી (28) સાથે 4 વર્ષ પહેલા થયા હતા.
- બંને આઈટી એન્જિનિયર હતા પરંતુ સોનાલી ઘરે જ રહેતી હતી. જ્યારે કે રાકેશ આઈટી કંપનીમાં કામ કરતો હતો.
- સોનાલી રોજ ઘરની વાતો મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરતી હતી. જેને કારણે રાકેશ અને તેની વચ્ચે ઝઘડા થતા રહેતા.
- બંને વચ્ચે આ મામલે થયેલા ઝઘડામાં જ રાકેશે સોનલનું ગળું દાબી હત્યા કરી હતી. આ વાત રાકેશે સુસાઈડ નોટમાં લખી આત્મહત્યા કરી હતી.
- સોનલના ભાઈ મોબાઈલ પર તેનો સંપર્ક કરતા રહ્યાં પણ આખો દિવસ તેની સાથે વાત ન થઈ. સાંજે માતા-પિતા સાથે તેના ઘરે પહોંચ્યો તો દરવાજો અંદરથી બંધ હતો.
- અંતે દરવાજો તોડવામાં આવ્યો, અંદરનું દ્રશ્ય જોતા જ સૌકોઈ ડરી ગયા. તેમણે પોલીસને ઘટનાની જાણ કરી.
- પોલીસે આ મામલે તપાસ હાથ ધરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ રાકેશ અને સોનલની વધુ તસવીરો.......)
(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Husband Killed Wife And Committed Suicide in Pune
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended