Home »National News »Latest News »National» ISRO To Create History Today By Launching 104 Satellites At One Go

ભારતે એકસાથે 104 સેટેલાઈટ્સને ઓર્બિટમાં સ્થાપિત કરી સર્જ્યો રેકોર્ડ

divyabhaskar.com | Feb 16, 2017, 00:19 AM IST

બેંગલુરુ. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇસરો) એક સાથે સૌથી વધુ સેટેલાઈટ્સ લોન્ચ કરવાનો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. અત્યાર સુધી કોઈપણ દેશે એક સાથે આટલી મોટી સંખ્યામાં સેટેલાઈટ્સ લોન્ચ નથી કર્યા. સૌથી વધુ સેટેલાઈટ્સ લોન્ચ કરવાનો રેકોર્ડ અત્યાર સુધી રશિયાના નામે છે. તેણે 2014માં એકવારમાં 37 સેટેલાઈટ્સ લોન્ચ કર્યા હતા. ઇસરો આ સેટેલાઈટ્સને બુધવાર સવારે 9.28 વાગ્યે PSLV-C37 દ્વારા લોન્ચ કર્યા. તમામ સેટેલાઈટ્સને ઓર્બિટમાં સ્થાપિત થતા ભારતના નામે નવો કીર્તિમાન સ્થાપિત થઈ ગયો છે. ઇસરોના સફળ મિશન પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન મોદીએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. સવારે 9.28 વાગ્યે સિરિઝના સૌથી શક્તિશાળી રોકેટ સી-37ના માધ્યમથી ઈસરોએ કુલ 1378 કિલોગ્રામ વજન અંતરીક્ષમાં પહોંચાડ્યું. તેમાં એકલા ભારતના કાર્ટોસેટ-2 714 કિલોનો છે.
આવી રીતે થયું લોન્ચિંગ
 
- સૌથી પહેલા PSLV-C37 રોકેટે ભારતના કાર્ટોસેટ-2 સિરિઝના સેટેલાઈટને અંતરિક્ષમાં સ્થાપિ કર્યું.
- ત્યારબાદ 103 સહયોગી સેટેલાઈટ્સને પૃથ્વીની નજીક 520 કિલોમીટર દૂર ધ્રુવીય સન સિંક્રોનસ ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવ્યા, જેનું વજન 664 કિલોગ્રામ છે.
- જોકે, આટલા વજન સાથે ચોકસાઈથી લોન્ચ આસાન નહોતું પરંતુ સેટેલાઈટ એકબીજા સાથે ટકરાયા નહીં.
- આ મહારથ ઇસરો પોતાના અગાઉના લોન્ચિંગમાં મેળવી ચૂક્યું છે.
- 27 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપથી માત્ર 600 સેકન્ડની અંદર તમામ 104 સેટેલાઈટ્સ ઓર્બિટમાં સ્થાપતિ કરવામાં આવ્યા.
 
PSLVનું 39th મિશન રહ્યું સફળ 
 
- મંગળવાર સવારે 5.28 વાગ્યે તેનું 28 કલાકનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું.
- આ લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના ફર્સ્ટ લોન્ચ પેડથી કરવામાં આવ્યું.
- મિશનમાં ભારતના 3, અમેરિકાની પ્રાઈવેટ ફર્મના 96 સેટેલાઈટ્સ છે.
- આ ઉપરાંત એક-એક સેટેલાઈટ ઇઝરાયલ, કઝાખસ્તાન, નેધરલેન્ડ્સ, સ્વિઝરલેન્ડ અને યૂએઈનો છે.
 
અંતિમ 9 મિનિટ સૌથી મહત્વપૂર્ણ
 
- PSLV-C37ના સેટેલાઈટ્સને ઓર્બિટમાં પહોંચાડવામાં લગભગ 29 મિનિટ લાગી, જેમાં અંતિમ 9 મિનિટ સૌથી મહત્વપૂર્ણ રહી.
- મૂળે, આ દરમિયાન સેટેલાઈટ્સની ઈન્ફોર્મેશન ઇસરોને સીધી નહોતી મળવાની.
- લગભગ 16 મિનિટ બાદ રોકટનું ચોથો અને છેલ્લો ભાગ અલગ થયો હતો.
- આ સમયે તે મોરિશસની ઉપર હતું. ઇસરોનું એક સેન્ટર મોરિશસમાં પણ છે.
- મોરિશસથી આગળ ગયા બાદ સેટેલાઈટ્સની ઈન્ફોર્મેશન 9 મિનિટ સુધી નહોતી મળી કારણ કે તેની આગળ ઇસરોનું કોઈ સેન્ટર નથી.
 
એકવારમાં 23 સેટેલાઈટ્સ લોન્ચ કરી ચૂક્યું છે ઇસરો
 
- સૌથી પહેલા 714 કિગ્રાના CARTOSAT-2 સીરીઝના સેટેલાઈટને અર્થ ઓર્બિટમાં છોડવામાં આવશે.
- ત્યારબાદ 664 કિગ્રા વજનના બાકી 103 નેનો સેટેલાઈટ્સને ધરતથી 520 કિલોમીટર દૂર ઓર્બિટમાં સેટ કરવામાં આવશે.
- સિંગલ મિશનમાં અનેક સેટેલાઈટ્સ છોડવાનો ઇસરોનો આ ત્રીજો પ્રયાસ છે.
- આ પહેલા 2008માં એકવારમાં 10 અને જૂન 2015માં 23 સેટેલાઈટ્સ લોન્ચ કરવામાં આવ્યા હતા.
 
CARTOSAT-2થી શું ફાયદો થશે?
 
- ઇસરો કાર્ટોસેટ-2 સીરીઝનો ચોથો સેટેલાઈટ સ્પેસમાં મોકલી રહ્યું છે. તેના દ્વારા રિમોટ સેન્સિંગ સર્વિસ મળશે.
- તેના દ્વારા મોકલવામાં આવેલી તસવીરો કોસ્ટલ એરિયામાં રોડ-ટ્રાફિક, પાણીનું વિતરણ, મેપ રેગ્યુલેશન સહિત અનેક કામોમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
 
એંટ્રિક્સ તેના દ્વારા કમાઈ લેશે વર્ષભરમાં આવકના 50%
 
- PSLVથી લોન્ચનો ખર્ચ 100 કરોડ રૂપિયા છે.
- વૈજ્ઞાનિકો મુજબ, એંટ્રિક્સએ આ સેટેલાઈટ્સ માટે 200 કરોડ રૂપિયાની ડીલ કરી છે.
- એટલે કે લગભગ 100 કરોડ રૂપિયાની બચત થશે.
- આ તેની આવકના 50% છે.
 
રેકોર્ડ બનાવવો નહીં, ક્ષમતા તપાસવી ઉદ્દેશ્ય - ઇસરો
 
- અમારો ઉદ્દેશ્ય રેકોર્ડ બનાવવાનો નથી. અમે માત્ર પોતાની લોન્ચિંગ કેપિસિટી તપાસવા માંગીએ છીએ.
- તેની સફળતાથી કોમર્શિયલ લોન્ચિંગમાં અમારી ઓળખ વધુ મજબૂત બનશે. – ડો ડી. પી. કર્ણિક, પ્રવક્તા, ઇસરો 
 
સ્પેસ લોન્ચ માર્કેટ પર ભારત કબજો કરશે :કિરણકુમાર

ઈસરોના ચેરમેન એએસ કિરણકુમારે PSLVની જોરદાર પ્રશંસા કરતાં કહ્યું કે ક્રાયોજેનિક એન્જિનવાળા આ વ્હિકલના માધ્યમથી ભારત સ્પેસ લોન્ચ માર્કેટના મોટા ભાગ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ પીએસએલવી સી-37નું સતત 16મું સફળ મિશન છે.
 
માર્ચમાં સાર્કનું સેટેલાઈટ લોન્ચ કરાશે
 
વિશ્વ રેકોર્ડ બનાવ્યા બાદ ઈસરો આગળની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયું છે. ચેરમેને જણાવ્યું કે આગામી મહિને જીએસએલવી માર્ક-2થી સાર્ક દેશો માટે એક સેટેલાઈટ લોન્ચ કરવાનું છે. એપ્રિલમાં જીસેટ-19 સેટેલાઈટ પણ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.
 
અત્યાર સુધીનું સૌથી નાનું કાઉન્ટડાઉન
 
આ અભિયાનની વધુ એક ખાસ વાત હતી સૌથી નાનું કાઉન્ટડાઉન. સામાન્ય રીતે કોઈ પણ અભિયાનથી 52 કલાક અગાઉ કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. પરંતુ આ અભિયાનનું કાઉન્ટડાઉન 23 કલાક અગાઉ શરૂ થયું અને સફળ રીતે પ્રક્ષેપણ કરાયું.
 
આગળની સ્લાઈડમાં વાંચો, ભારત કોને પછાડી મેળવશે સિદ્ધિ? ભારત સહિત અન્ય દેશોના સેટેલાઈટ્સમાં શું છે ખાસ?


(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ISRO to create history today by launching 104 satellites at one go
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended