Home »National News »Latest News »National» ISRO Rocket First Time Took A Selfie

ISROના રોકેટે પહેલીવાર લીધી સેલ્ફી, ઓર્બિટમાં જતા દેખાયા 104 સેટેલાઇટ્સ

divyabhaskar.com | Feb 17, 2017, 04:08 AM IST

  • ગ્રાઉન્ડ પરથી છોડવાના સમયે ઇન્ડિયન રોકેટ PSLV
નવી દિલ્હી/શ્રીહરિકોટા: ઇસરોએ પહેલીવાર પોતાના કોઇ લોન્ચ રોકેટથી સેલ્ફી લીધી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને બુધવારે પોતાના રોકેટ PSLV મારફતે 104 સેટેલાઇટ્સ લોન્ચ કરીને વિશ્વવિક્રમ બનાવ્યો. PSLV-C37 (પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ) રોકેટ દ્વારા આ સેટેલાઇટ્સ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9.28 વાગે લોન્ચ કરવામાં આવ્યા. ઇસરોના ઓનબોર્ડ કેમેરાથી તેમની સેલ્ફી પણ લેવામાં આવી છે. આ શાનદાર સફળતા PSLV પર લગાવવામાં આવેલા હાઇ-રિઝોલ્યુશન કેમેરાથી મળી છે.
 
પૃથ્વીની સપાટીના દરેક હિસ્સાના ફોટા લેશે
 
- ઇસરોએ આનો સેલ્ફી વીડિયો જાહેર કર્યો છે.
- આ કેમેરા દરરોજ પૃથ્વી (Earth) ની સપાટીના દરેક હિસ્સાના વર્ચ્યુઅલ સ્નેપશોટ્સ લેશે.
- PSLV ને ભારતનું વર્કહોર્સ રોકેટ કહેવામાં આવે છે. તેના દ્વારા લઇ જવામાં આવેલા 104 સેટેલાઇટ્સનું વજન 1378 કિલોગ્રામ છે.
- આમાંથી 88 સેટેલાઇટ્સ Planet Labs નામની એક કંપનીના છે.
- રોકેટ શ્રીહરિકોટાથી છોડવામાં આવ્યું. એક પછી એક એમ ચાર સ્ટેજને પાર કર્યા પછી 320 ટન વજનનું PSLV સ્પેસમાં ઉપર ઉઠતું ગયું.
- ઉડાનના 18 મિનિટ પસાર થયા પછી જ 3 ભારતીય સેટેલાઇટ્સને તેમના ઓર્બિટમાં મોકલી દેવામાં આવ્યા.
- 29 મિનિટ પછી જ રોકેટે પ્રાઇમરી સેટેલાઇટ CARTOSAT-2 અને તેની સાથે ગયેલા 103 નેનો સેટેલાઇટ્સને તેમના ઓર્બિટમાં મુકી દીધા. 10 મિનિટ પછી રોકેટે 101 નેનો સેટેલાઇટ્સને તેમના ઓર્બિટમાં છોડી દીધા.
- સેટેલાઇટ્સને ક્વાર્ટ પેકની જેમ પેક કરવામાં આવ્યા હતા. દરેક પેકમાં 4 નેનો સેટેલાઇટ્સ હતા.
- આ તમામને ટક્કરથી બચાવવા માટે 4 થી 10 સેકંડના અંતરે રીલીઝ કરવામાં આવ્યા હતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ISRO rocket first time took a selfie
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext