Home »National News »Latest News »National» ISIS Posters Found In Army Area Of Himachal

હિમાચલના આર્મી વિસ્તારમાં લાગ્યા ISIS પોસ્ટર, નેપાળ સુધી 3 બ્લાસ્ટની ધમકી

Yashpal Kapoor | Jan 31, 2017, 18:13 PM IST

  • પોસ્ટરો હાથથી લખેલા હતા.
ચંદીગઢ: હિમાચલના સોલનમાં ISIS નેટવર્ક હોવાની શંકા છે. અહીંયા એક જ મહિનામાં બીજીવાર ‘ISIS COMING SOON’ ના પોસ્ટર લાગેલા છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વખતે આ પ્રકારના પોસ્ટર્સ સુબાથૂ છાવણીની આસપાસની દીવાલો પર લગાવવામાં આવ્યા છે. પોસ્ટરોમાં ભારતથી લઇને નેપાળ સુધી 3 ધમાકાઓ કરવાની ધમકી આપવામાં આવી છે.
 
દીવાલો પર લખી ધમકીઓ
 
- સોલનના ધર્મપુરમાં સુબાથૂ છાવણીમાં આઇએસઆઇએસના નામ પર ધમકી ભરેલા નારાઓ દીવાલો પર લખેલા મળ્યા છે.
- આ નારાઓ હિંદી, અંગ્રેજી અને ઉર્દૂમાં લખવામાં આવ્યા છે. એક મહિનામાં આ બીજીવાર છે જ્યારે દીવાલો પર ‘આઇએસઆઇએસ કમિંગ સૂન’ લખેલુ જોવા મળ્યું છે.
- કેન્ટોન્મેન્ટમાં આ પ્રકારના પોસ્ટરો લાગેલા હોય તે બાબત પણ સવાલો ઊભા કરે છે.
- સવારે સ્થાનિક લોકોએ દીવાલો પર લખેલા પોસ્ટરો જોયા તો તેઓએ તરત પોલીસને આ બાબતે સૂચના આપી.
- પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આર્મી સુબાથૂ આવતા-જતા વાહનોનું ચેકિંગ કરી રહી છે.
- ટીઆઇ અનિલ ઠાકુરના જણાવ્યા પ્રમાણે, ‘પોલીસ વિભાગ આ બાબતને ગંભીરતાથી લઇ રહ્યો છે. દરેક પાસાની તપાસ કરવામાં આવશે. પોલીસ તથ્યો ભેગા કરી રહી છે.’
- 14 જીટીસીના કમાન્ડન્ટ બ્રિગેડિયર આસએસ રાવત પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને કહ્યું કે ઘટના જોતા સેનાના રાઉન્ડ્સ વધારી દેવામાં આવ્યા છે.
- રાવતે કહ્યું કે, “વિસ્તારમાં 7 કેમેરા લગાવવા માટે કેન્ટોન્મેન્ટ કાઉન્સીલ સીઇઓ તનુ જૈન સાથે ચર્ચા કરીશ.”
 
ક્યાં-ક્યાં ચોંટાડેલા હતા પોસ્ટર?
 
- આઇએસઆઇએસના પોસ્ટરો હિમાચલ પહેલા પોસ્ટ ઑફિસના મેઇન ગેટ પાસે ચોંટાડેલા મળ્યા.
- સાથે આસપાસની દુકાનો, એક પાર્ક અને ટોલ બેરિયર પર પણ આઇએસઆઇએસના નારાઓ લખેલા પોસ્ટરો મળ્યા.
- પોસ્ટરોમાં ભારતથી લઇને નેપાળ સુધી 3 ધમાકાઓ કરવાની ધમકી આપી છે.
- તાજેતરમાં પોલીસે કૂલ્લુથી એક આઇએસઆઇએસના સમર્થકની ધરપકડ કરી હતી.
 
2 જાન્યુઆરીએ પણ મળ્યા હતા પોસ્ટર્સ
 
- આ પહેલા 2 જાન્યુઆરીએ ધર્મપુરના મનસા માતા મંદિરમાં આઇએસઆઇએસ કમિંગ સૂન લખેલું જોવા મળ્યું હતું.
- મંદિરના મેઇનગેટ પર અંગ્રેજી અને ઉર્દૂમાં કોઇ આતંકવાદી સંગઠનના સ્લોગન લખેલા હતા. તેનાથી ભયનો માહોલ છવાયો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: ISIS Posters found in Army area of Himachal
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext