Home »National News »Latest News »National» Irom Sharma Say About The Offers From Bjp

ચૂંટણી લડવા ભાજપે 36 કરોડની ઓફર કરી : ઈરોમ

Bhaskar News, Delhi | Feb 14, 2017, 02:20 AM IST

  • ચૂંટણી લડવા ભાજપે 36 કરોડની ઓફર કરી : ઈરોમ,  national news in gujarati
નવી દિલ્લીઃAFSPA સામે વર્ષો સુધી અનશન પર રહીને એક્ટિવિસ્ટથી રાજકારણી બનેલાં ઇરોમ શર્મિલાએ સોમવારે એવો દાવો કર્યો કે ભાજપના એક નેતાએ વર્તમાન રાજકીય વ્યવસ્થાથી વાકેફ કરતા એવી સલાહ આપી હતી કે ચૂંટણી લડવા માટે જંગી નાણાંની જરૂર પડશે. ઇરોમે એવો પણ દાવો કર્યો છે કે ભાજપના નેતાએ તેમને કહ્યું હતું કે ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછા 36 કરોડ રૂપિયાની જરૂર પડશે. જો તમે આટલાં નાણાંની વ્યવસ્થા નહીં કરી શકો તો કેન્દ્ર તમારી મદદ કરશે. જોકે, ભાજપે ઇરોમનો દાવો ફગાવી દીધો છે. ભાજપના મહામંત્રી રામ માધવે ઇરોમનો દાવો ફગાવી દઇને જણાવ્યું કે આ સંપૂર્ણપણે જુઠ્ઠાણું છે. મણિપુરમાં અમારા સંપૂર્ણ ચૂંટણીપ્રચારમાં આટલાં નાણાં ખર્ચાવાના નથી. ચૂંટણી લડવા માટે તેમણે સન્માનજનક અન્ય માર્ગો શોધવા જોઇએ.
 
ભાજપે સીએમ ઇબોબી સામે લડવાની સલાહ આપી હતી : ઇરોમ
ઇરોમે તાજેતરમાં એક ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો હતો કે ભાજપે તેમને ચીફ મિનિસ્ટર ઇબોબીસિંહ સામે ચૂંટણી લડવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે તેના માટે 36 કરોડ રૂપિયાની જરૂર પડશે અને જો તેઓ આ રકમ આપી નહીં શકશો તો આવી સ્થિતિમાં કેન્દ્ર તેમની મદદ કરશે.

મણિપુરમાં 4 અને 8મી માર્ચે મતદાન
મણિપુરની 60 સભ્યોની વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 4થી માર્ચે અને બીજા તબક્કામાં 8મી માર્ચે મતદાન થશે. મણિપુરના સીએમ ઓકરામ ઇબોબી સામે ઇરોમ ચૂંટણી લડી રહ્યાં છે. જો કે આ વખતે સત્તાનું સુકાન કોના હાથમાં આવશે. તે અંગે ચીત્ર અસ્પષ્ટ છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: irom sharma say about the offers from bjp
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended