Home »National News »Desh» Sonia Is Resident Of Saharanpur, 2003 Batch IPS Nagaland Cadre

જિન્સ-ટીશર્ટમાં અહીં પહોંચી દબંગ IPS, કહ્યું જેલર સાહેબ ડ્રેસ તો સરખો પહેરો

divyabhaskar.com | May 19, 2017, 10:34 AM IST

  • કાનપુરમાં ટ્રાન્સફર થતાં શહેરની મુલાકાચે ચાલતા જ નીકળ્યા IPS સોનિયા
કાનપુર:યોગી સરકારે સોમવારે આઈપીએસ સોનિયા સિંહની ટ્રાન્સફર કાનપુર કરી દીધી છે. મંગળવારે સાંજે જિન્સ-ટીશર્ટ પહેરીને તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાંથી ચાલતા જ શહેરની મુલાકાત લેવા માટે નીકળી ગયા હતા. આ દરમિયાન એક જેલરનો યુનિફોર્મ જોઈને તેણે કહ્યું હતું કે, જેલર જી ડ્રેસ તો સરખો પહેરો.  
 
બેદરકારી નહીં ચલાવી લેવાય

- આઈપીએસ સોનિયા સિંહનો પહેલો કામકાજનો દિવસ પોલીસકર્મીઓ માટે સબક વાળો રહ્યો હતો. મંગળવારે સાંજે ચાર્જ લેતા જ તેઓ સિવિલ ડ્રેસમાં શહેરનો મુડ જાણવા નીકળ્યા હતા. કેન્ટ અને કાકાદેવ તેઓ ચાલતા જ પહોંચી ગયા. તે દરમિયાન તેમણે રોડ પર ઊભી રહેલી ગાડીઓને ચલણ આપવા કહ્યું અને સાથે સાથે પોલીસકર્મીઓની અસ્તવ્યસ્ત ડ્રેસ ઉપર પણ નજર કરી હતી.
- મંગળવારે ઓફિસ જોઈન કર્યા પછી તેમણે કહ્યું હતું કે, વ્હાઈટ કોલર હોય કે યુનિફોર્મ વાળા, કોઈની ગુંડાગીરી સહન કરી લેવામાં નહીં આવે. દરેક પીડિતની ફરિયાદ પણ દાખલ થશે અને તેને ન્યાય પણ મળશે. તેમાં કોઈ બેદરકારી નહીં ચલાવી લેવાય.
 
કોણ છે સોનિયા સિંહ?

- સહરાનપુરમાં રહેતી સોનિયા સિંહ 2003 બેચની નાગાલેન્ડ કેડરની આઈપીએસ છે. 2012માં તેમની ટ્રાન્સફર યુપીમાં થઈ હતી. 
- કેપ્ટન તરીકે તેઓ બલરામપુર, ઉન્નાવ, પીલીભીત, સુલ્તાનપુર, લખનઉ અને બુલંદશહેરમાં ફરજ નીભાવી ચૂકી છે.
 
આગળની સ્લાઈડમાં જુઓ વધુ તસવીરો
 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sonia is resident of Saharanpur, 2003 batch IPS Nagaland cadre
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended