Home »National News »Desh» Sanjukta Parashar Famous And First Lady IPS Of Assam State

15 મહિનામાં 16 ઉગ્રવાદીઓને ઠાર મારી ચુકી છે આ IPS, ચલાવે છે AK-47

Kirti Gupta | Mar 18, 2017, 14:20 PM IST

  • સંજુક્તા પૂરી ટીમ સાથે તેઓ AK-47 લઈ પેટ્રોલિંગ કરતા સમયની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
ભોપાલઃ મધ્ય પ્રદેશમાં ભોપાલ-ઉજ્જૈન ટ્રેન બ્લાસ્ટ કેસની તપાસ NIA દિલ્હીમાં એસપી સંજુક્તા પારોસરને સોંપવામાં આવી છે. તે તાજેતરમાં જ ભોપાલ આવી હતી. તેઓ શોણિતપુરના જંગલોમાં આતંકવાદ વિરોધી ઓપરેશન થકી ઘણીવાર ચર્ચામાં રહ્યાં છે.  તેમની પૂરી ટીમ સાથે તેઓ AK-47 લઈ પેટ્રોલિંગ કરતા સમયની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
આસામની પ્રથમ IPS ઓફિસર...

- આસામની પ્રથમ મહિલા આઈપીએસ ઓફિસર સંજુક્તાએ 2015માં એંટી બોડો આંતકી ઓપરેશન પર ટીમ સાથે કામ કર્યું હતું.
- આ ઓપરેશન હેઠળ સંજુક્તાએ 15 મહિનામાં 16 ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા અને 64 બોડો ઉગ્રવાદીઓને જેલ મોકલ્યા હતા. આ સાથે જ મોટી માત્રામાં હથિયારો કબજે કર્યા હતા.
- સંજુક્તાની ટીમે 2014માં 175 આંતકીઓની ધરપકડ કરી હતી, વળી 2013માં 172 આતંકીઓને જેલ ભેગા કર્યા હતા.
 
પતિ છે IAS ઓફિસર...

- 2006 બેચની આઈપીએસ ઓફિસ સંજુક્તાએ જેએનયુમાં અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત ઈન્ડોનેશિયામાં એમફીલ કરવાની સાથે યુએસ ફોરેન પોલિસીમાં પીએચડી કરી છે.
- સંજુક્તા આરામથી ડેસ્ક જોબ મેળવી શક્તી હતી, જોકે તેમણે પડકારજનક માર્ગની પસંદગી કરી.
- સંજુક્તાના લગ્ન આસામના આઈએએસ અધિકારી પુરુ ગુપ્તા સાથે થયા છે. તેમનો એક પુત્ર પણ છે. જેનો ખ્યાલ સંજુક્તાની માતા રાખે છે.
- સંજુક્તાનું માનવું છે કે માત્ર ગુનેગારોએ જ તેમનાથી ડરવું જોઈએ. ફ્રી સમયમાં સંજુક્તા રિલીફ કેમ્પમાં લોકોની મદદે પહોંચી જાય છે.
- એકે-47 વડે ઉગ્રવાદીઓ સામે પડનારી સંજુક્તાને ઘણા સંગઠનોએ હત્યાની ધમકી આપેલી છે. જોકે તેઓ નિડરતા સાથે પોતાના કામ કરી રહ્યાં છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ IPS સંજુક્તાની વધુ તસવીરો.......)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sanjukta Parashar Famous And First Lady IPS Of Assam State
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended