Home »National News »Desh» Ips Officer Anurag Tiwari Death Mystery Update

રૂ. 2000 કરોડના કૌભાંડનો પર્દાફાશ બન્યું IAS અનુરાગના મોતનું કારણ?

divyabhaskar.com | May 18, 2017, 14:40 PM IST

  • અનુરાગ બેંગલુરુમાં ફૂડ સિવિલ સપ્લાઈ એન્ડ કન્ઝ્યુર અફેયર્સ ડિપાર્ટમેન્ટમાં કમિશ્નર હતો. ફાઇલ
લખનઉ. યુપીની રાજધાની લખનઉમાં બુધવારે મીરાબાઈ માર્ગ પર આવેલા વીઆઈપી ગેસ્ટ હાઉસમાં રોકાયેલા કર્ણાટકના આઈએએસ અધિકારી અનુરાગ તિવારીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે પરંતુ પરિવારજનોએ તેની હત્યાની શક્યતા વ્યક્ત કરી છે. કર્ણાટક કેડરના આઈએએસ અધિકારી અનુરાગ તિવારીએ 2000 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. 
 
આ કૌભાંડનો કર્યો હતો પર્દાફાશ
 
ફૂડ સિવિલ સપ્લાઈ એન્ડ કન્ઝ્યુર અફેયર્સ ડિપાર્ટમેન્ટમાં કમિશ્નર તરીકે ફરજ બજાવતાં અનુરાગે તેના જ વિભાગના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સરકારે આ મુદ્દે કોઈ પગલાં લેવાના બદલે તેને ભીનું સંકેલવા દબાણ શરૂ કર્યું હતું.
 
અનુરાગને મોર્નિંગ વોક ટેવ નહોતી
 
અનુરાગની ભાભી સુધા તિવારીએ કહ્યું કે અનુરાગ સવારમાં ક્યારેય આટલો વહેલો ઉઠતો નહોતો. તેને મોર્નિંગ વોકની ટેવ નહોતી. તે કઈ હાલતમાં સવારે સડક પર પહોંચ્યો અને તેનું મોત થયું તે તપાસનો વિષય છે. અનુરાગનું મોત સમાન્ય સંજોગોમાં થયું હોવાનું માનવા તેના પરિવારજનો તૈયાર નથી.
 
પીએમ રિપોર્ટમાં શું આવ્યું?
 
એસએસપી દીપક કુમારે જણાવ્યું કે, પીએમ રિપોર્ટમાં અનુરાગના શરીરમાં ઓક્સિજન (એક્સપિસિયા)ની અછત જોવા મળી છે. તેના હાર્ટ, બ્લડ અને વિસેરાને સુરક્ષિત રાખી દેવામાં આવ્યા છે.  સિવિલ હોસ્પિટલના ચીફ સુપ્રિટેન્ડેન્ટ આશુતોષ દુબેએ કહ્યું, TIA એટેકમાં કોઈ પણ વ્યક્તિ ચાલતા ચાલતા અચાનક પડી જાય છે. આ એટેકમાં વ્યક્તિ મગજનું સંતુલન ગુમાવી બેસે છે અને શોકમાં ચાલ્યો જાય છે. આ સમયે જો તે કોઈ સ્થાન પર પડે તો તેના શરીરમાં ઈજા થાય છે. અનુરાગ સાથે પણ આમ બન્યું હોઈ શકે છે.
 
ગેસ્ટ હાઉસમાં કરાવ્યો હતો રૂમ બુક
 
પોલીસના જણાવ્યા મુજબ અનુરાગ રવિવારે લખનઉ આવ્યો હતો. અહીંયા તે વીઆઈપી ગેસ્ટ હાઉસના રૂમ નંબર 19માં રોકાયો હતો. રૂમ એલડીએ વીસી પ્રભુ નારાયણ સિંહના નામે બુક હતો. મંગળવારે બંને અધિકારીઓ આ રૂમમાં જ રોકાયા હતા. વીસીએ સવારે 6.30 વાગ્યાનું એલાર્મ મુક્યું હતું. સવારે જ્યારે પ્રભુ નારાયણ સિંહ જાગ્યા ત્યારે અનુરાગ રૂમમાં નહોતો. તે રિસેપ્શન પર ચાવી આપીને વોકિંગમાં નીકળી ગયા હતા. વીસીને અનુરાગ મોર્નિંગ વોકમાં નીકળ્યો હોવાનું લાગ્યું હતું.
 
આઈકાર્ડ પરથી થઈ ઓળખ
 
એસએસપી દીપક કુમારે જણાવ્યું હતું કે, બુધવારે સવારે 6.40 વાગ્યે મીરા ગેસ્ટ હાઉસ પાસે એક વ્યક્તિની મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. ઘટનાસ્થળેથી મળેલા આઈકાર્ડ પરથી માલુમ પડ્યું હતું કે, બોડી આઈએએસ અનુરાગ તિવારી છે. ગેસ્ટ હાઉસથી 50 મીટર દૂર તેમનો મૃતદેહ મળ્યો હતો. ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેક કરનાર અનુરાગ તિવારી બેંગલુરુમાં ફૂડ સિવિલ સપ્લાઈ એન્ડ કન્યુઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટમાં કમિશનરના પદે નિયુક્ત હતા.
 
થઈ ચૂક્યા છે છૂટાછેડા
 
અનુરાગના પિતા બીએન તિવારી બહરાઈચની એક ડિગ્રી કોલેજમાંથી લેક્ચરરની પોસ્ટ પરથી નિવૃત્ત થયા છે. માતા સુશીલા તિવારી  હાઉસ વાઈફ છે. બે ભાઈ આલોક અને મયંક પણ એન્જિનિયર છે. 2008માં કાનપુરમાં તહેનાત એસડીએમની દીકરી અનુરિયા સાથે અનુરાગના લગ્ન થયા હતા. લગ્નના 2 મહિના બાદ જ અનુરાગની પત્ની તેને છોડીને ચાલી ગઈ હતી. માર્ચ 2017માં કોર્ટે બંનેના છુટાછેડા મંજૂર કરી દીધા હતા. આ બાદ અનુરાગ ટેન્શનમાં રહેતો હતો.
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ips officer anurag tiwari death mystery update
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended