Home »National News »Latest News »National» Interview With Congress Leader Promod Tiwari After Alliance

પ્રિયંકા UP આવે તો સારું, આગામી ચૂંટણી 403 બેઠકો પર જ લડીશું : પ્રમોદ તિવારી

divyabhaskar.com | Jan 24, 2017, 23:57 PM IST

  • પ્રમોદ તિવારીએ કહ્યું અત્યારે અમારું એક જ લક્ષ્ય છે, બીજેપીને હરાવીને વિકાસવાદી સરકાર બનાવવી.
લખનઉ: યુપીમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે સપા સાથે ગઠબંધન કરી લીધું છે. divyabhaskar.com એ ગઠબંધન પછી કોંગ્રેસના સિનિયર નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રમોદ તિવારી સાથે વાતચીત કરી. તિવારીએ કહ્યું કે, આ ગઠબંધનમાં પ્રિયંકા ગાંધીએ મહત્વની ભૂમિકા ભજવી. પ્રિયંકાની લોકપ્રિયતા ઘણી છે, તેઓ યુપી આવે તો ઘણું સારું.
 
તિવારીએ બીજું શું કહ્યું?
 
Q.કોંગ્રેસે ખાટલા સભા કરી, રાહુલ ગાંધીએ આટલી યાત્રાઓ કરી, પછી ગઠબંધન કેમ?શું એકલા લડવામાં હારનો ડર હતો?
A. ચૂંટણીમાં હાર-જીત તો ચાલ્યા કરે છે. થોડીક પણ ખામી રહી જાય તો બીજેપી જેવી સાંપ્રદાયિક તાકાતો આખા રાજ્યમાં નરસંહાર કરાવી શકે છે. જેમાં નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. અમે તેમને બચાવવા માટે સપાનો સાથ આપ્યો છે. રાહુલ ગાંધીના કારણે જ ઘણા વર્ષો પછી અમારી સરકાર બનવા જઇ રહી છે. ખાટલા સભાઓ અને રાહુલની મહેનતથી જ લોકોમાં કોંગ્રેસ માટે લગાવ વધ્યો છે.
 
Q.ગઠબંધન તૂટવાને આરે આવી ગયું હતું, સમસ્યા શું હતી?
A. કેટલીક બેઠકોને લઇને મતભેદ હતો, જેના વિશે બેસીને વાત કરવામાં આવી અને તેનો ઉકેલ આવી ગયો. અત્યારે અમારું એક જ લક્ષ્ય છે, બીજેપીને હરાવીને વિકાસવાદી સરકાર બનાવવી.
 
Q.શું સપા-કોંગ્રેસ ગઠબંધનમાં રાહુલની સહમતિ હતી?
A. કોંગ્રેસ પાર્ટી એક પરિવાર છે. જેનું નેતૃત્વ રાહુલ ગાંધી કરી રહ્યા છે. કોઇ એકના નિર્ણયથી આટલો મોટો નિર્ણય લેવામાં આવતો નથી. બધાએ મહેનત કરી છે. પરંતુ, રાહુલ ગાંધી વગર આ શક્ય ન હતું.
 
Q.ગઠબંધનમાં પ્રિયંકા ગાંધીની શું ભૂમિકા હતી?
A.પ્રિયંકા ગાંધીની ઘણી સારી અને સૌથી અગત્યની ભૂમિકા રહી છે. તેઓ રાજકારણને સારી રીતે સમજે છે. તેમના લીડીંગ પાવરને સમજવો મુશ્કેલ છે. તેમણે ગઠબંધનમાં બહુ મોટી ભૂમિકા નિભાવી છે.
 
Q.શું પ્રિયંકા ગાંધી સ્ટાર પ્રચારક હશે?
A. અમારી પાર્ટી એક પરિવારની જેમ કામ કરે છે. અહીંયા જેને જે જવાબદારી સોંપવામાં આવે છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવવામાં આવે છે. અમારી જીત માટે પ્રિયંકા ગાંધી જરૂર આવશે. તેમની લોકપ્રિયતા ઘણી છે, તેઓ આવે તો ઘણું સારું રહેશે.
 
Q.શું કોંગ્રેસનો’27સાલ, યુપી બેહાલનારો બદલવામાં આવશે?
A. ના, આજે પણ યુપી બેહાલ છે. તેમાં કશું ખોટું નથી. બાકી હવે કોંગ્રેસ અને સપા બંને મળીને યુપીમાં વિકાસની રાજનીતિને આગળ વધારશે. અમે બદલાવ લાવીશું.
 
Q.105 બેઠકો કોંગ્રેસ માટે પર્યાપ્ત છે?
A. 105 બેઠકોની વાત નથી. ઉદ્દેશ એ છે કે કેવી રીતે સાંપ્રદાયિક તાકાતોને રોકી શકાય છે. સરકાર બનાવીને રાજ્યને વિકાસના રસ્તે લઇ જવું છે. આ વખતે 105 બેઠકો પૂરતી છે. હવે પછી પૂરી 403 બેઠકો હશે. અમારી પૂરી તૈયારી છે.
 
Q.શું અમેઠી અને રાયબરેલીની બેઠકોને કારણે ગઠબંધનમાં વાર થઇ હતી?
A. બની શકે છે કે થઇ હોય. મને બહુ ખબર નથી. હું મારા કામ પર ધ્યાન આપું છું. 
 
Q. ગઠબંધનમાં કોંગ્રેસ તરફથી અન્ય કોઈ માગણી?
A.અત્યારે પ્રથમ પ્રાથમિક્તા તમામ સીટ જીતવાની છે. સરકાર પર નિર્ણય પાછળથી થશે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Interview with congress leader Promod Tiwari after alliance
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended