Home »National News »Latest News »National» Brigadier (Rtd) Sawant, Record Of 43 Republic Day Commentary Shares Experience

બ્રિગેડિયર ચિત્તરંજન સાવંત: 43 ગણતંત્ર દિવસની કોમેન્ટરીનો અનોખો રેકોર્ડ

Jaydip Vasant | Jan 26, 2017, 14:33 PM IST

નેશનલ ડેસ્ક:જે લોકો ટીવી પર ગણતંત્ર દિવસ પરેડ રસપૂર્વક નિહાળતા હશે, તેઓ એક નામથી ચોક્કસ પરિચીત હશે, બ્રિગેડિયર (રિટાયર્ડ) ચિત્તરંજન સાવંત, VSM. જેમના નામે 43 ગણતંત્ર દિવસ પરેડ કોમેન્ટરીનો અનોખો રેકોર્ડ છે. આ તેમની 44મી કોમેન્ટરી હશે. આકાશવાણીના સુવર્ણ યુગથી જ તેઓ કૉમેન્ટરી આપે છે. બ્રિગેડિયર સાવંતે divyabhaskar.com સાથે ખાસ વાતચીત કરતા પરેડ્સમાં આવેલા પરિવર્તનો, રેડિયો અને ટીવી માધ્યમમાં કોમેન્ટરી કરવાના પડકારોથી લઈને મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ વિશે ચર્ચા કરી હતી.
 
એક વખત એવું થયું કે...
 
યાદગાર કૉમેન્ટરી અંગે બ્રિગેડિયર (રિટાયર્ડ) સાવંતના કહેવા પ્રમાણે, "ગણતંત્ર દિવસે હવામાન ચોખ્ખું રહેશે તેવી આગાહી હતી. એટલે એન્કર્સે એના આધાર પર સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. સાથી કોમેન્ટેટરે આકાશ તરફ જોયા વગર જ સાફ વાદળની સ્ક્રિપ્ટ વાંચવી શરૂ કરી દીધી. ત્યારે તેનો હાથ દબાવીને અટકવા માટે કહ્યું. કારણ કે, ત્યાર સુધીમાં હળવો વરસાદ પણ શરૂ થઈ ગયો હતો.ત્યારે સાથી કૉમેન્ટેટરે આપેલી માહિતી ખોટી ન હતી અને હાલમાં આ સ્થિતિ છે, તેનું સમન્વય કરવું પડકારજનક બની રહ્યું હતું."
 
કોણ છે બ્રિગેડિયર (રિટાયર્ડ) ચિત્તરંજન સાવંત, VSM?
 
બ્રિગેડિયર ચિત્તરંજન સાવંતનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બ્રિટિશકાળ દરમિયાન અયોધ્યા થયો હતો. નાનપણથી જ તેમને આર્મી યુનિફોર્મ પ્રત્યે લગાવ હતો. અંગ્રેજીમાં માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા બાદ ચિત્તરંજન સાવંતે સર્વિસ સિલેક્શન બોર્ડની (SSB)ની પરીક્ષા પાસ કરી. ઈન્ડિયન મિલિટરી એકેડમી, દેહરાદૂનમાં તાલીમ હાંસલ કરી માત્ર 25 વર્ષની ઉંમરે સેનામાં જોડાયા. સેનામાં સેવાઓ બદલ તેમને VSM (વિશિષ્ટ સેવા મેડલ)થી પણ નવાજવામાં આવ્યા છે.
 
આગળ વાંચોઃ બ્રિગેડિયર સાવંતે 1973માં આકાશવાણી પર આપી હતી પ્રથમ કૉમેન્ટરી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Brigadier (rtd) Sawant, record of 43 republic day commentary shares experience
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended