Home »National News »Latest News »National» Read The Interest Facts Of Ips Officer Rachna Singh

જ્યારે જીન્સ પહેરવા પર છોકરાએ કરી કમેંટ, વાંચો આ IPSની ઈન્ટરેસ્ટિંગ વાતો

divyabhaskar.com | Jan 20, 2017, 00:05 AM IST

  • યુપીના મુઝફ્ફરનગરની આઈપીએસ રચના સિંહને P.hd (હિન્દી લિટ્રેચર)માં ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે
લખનઉ. યુપીના મુઝફ્ફરનગરની રચના સિંહને P.hd (હિન્દી લિટ્રેચર)માં  ગોપાલ દાસ મેમોરિયલ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો. કોલેજ લાઈફમાં છેડતીનો શિકાર બની ચૂકેલી રચના IPS ઓફિસર છે. divyabhaskar.com સાથેની વાતચીતમાં રચનાએ પોતાની લાઈફ સાથે સંકળાયેલી ઈન્ટરેસ્ટિંગ વાતો શેર કરી. 26 જાન્યુઆરીએ લેફ્ટિનેંટ ગવર્નર કિરણ બેદી રચનાને દિલ્હીમાં ગાર્ડ ઓફ ઓનર આપશે.
 
વર્ણવ્યો કોલેજકાળનો કિસ્સો
 
- તાજેતરમાં લખનઉ યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં રચના સિંહ આકર્ષણનું કેન્દ્ર બની.
- રાજયપાલ રામ નાઈકે આઈપીએસ ઓફિસરને હિન્દી લિટરેચરમાં ગોલ્ડ મેડલ આપ્યો.
- કોલેજની વાત યાદ કરીને રચના કહે છે, હું લખનઉમાં યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરી રહી હતી.
- એક દિવસ પાર્કિંગમાં ગાડી પાર્ક કરી રહી હતી ત્યારે મેં જીન્સ પહેર્યું હતું. પાર્કિંગમાં ઉભેલા 4-5 છોકરાઓએ મને જોઈને અભદ્ર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું.
- તે સમયે મેં કોઈ જવાબ ન આપ્યો પરંતુ ડિપાર્ટમેન્ટ પહોંચીને મારા મિત્રોને એકત્ર કર્યા અને બહાર આવી.
- જે બાદ મેં ફરીવાર તે છોકરાઓને પૂછ્યું- શું કમેંટ્સ કરી હતી. તેમાંથી એકને ખેંચીને મેં લાફો ઝીંકી દીધો.
-જોકે, મારા લાફાનો તેમણે કોઈ જવાબ ન આપ્યો અને પરત ચાલ્યા ગયા. જે બાદ કોઈ પણ છોકરાની મારી સાથે વાત કરવાની હિંમત થતી નહોતી.
 
.... તો આ કારણે હંમેશા યાદ રહેશેUPSCમાં સિલેક્શન
 
-રચના કહે છે કે હું જાટ કમ્યુનિટીમાંથી આવું છું. અહીંયા 18 વર્ષે જ છોકરીઓના લગ્ન કરી દેવામાં આવે છે.
- મારા અંગે પણ સંબંધીઓ એવું કહેતા હતા કે દીકરીને કેટલી ભણાવશો, લગ્ન ક્યારે કરાવશો.
- પરંતુ મારા પપ્પાએ સપોર્ટ કર્યો. તેમણે મને કોઈ પણ ચીજની ના ન પાડી.
- પહેલીવાર જ્યારે મેં UPSC ના ફોર્મમાં IPS ભર્યું, તો પપ્પાએ પૂછ્યું કે IAS કેમ ન ભર્યું.
- મેં જવાબ આપ્યો કે હું IPS બનવા માંગું છું, કેમકે હું ક્યાંક ને ક્યાંક કિરણ બેદીથી ખૂબ પ્રભાવિત હતી.
- જોકે, પ્રથમ પ્રયત્નમાં હું ક્વૉલિફાય નહોતી કરી શકી, ત્યારે પપ્પાએ કહ્યું કે ફરી પરીક્ષા આપ.
- આ દરમિયાન મારા લગ્ન થઇ ગયા. પરંતુ, પતિ અને સાસરિયાઓના સહકારને કારણે મેં ફરીથી UPSC ની પરીક્ષા આપી.
- ત્રીજી વારે મારું સિલેક્શન થઇ ગયું. સૌથી મોટી વાત એ હતી કે વર્ષ 2011 માં જ્યારે મારું સિલેક્શન ન થયું, ત્યારે હું મા બનવાની હતી. તેથી હું જોઇન કરવામાં મોડી પડી હતી. તે સમય મને હંમેશાં યાદ રહેશે.
- પરીક્ષા આપતી વખતે મને કાસ્ટનો પણ ડર લાગતો હતો. હું જનરલ કાસ્ટમાં આવતી હતી, એટલે મને લાગતું હતું કે UPSC ક્વૉલિફાય નહી કરી શકું.
- એટલે મેં રિસર્ચ કરી રાખ્યું હતું કે જો મારું સિલેક્શન નહી થાય તો હું એકેડેમિક્સમાં ચાલી જઇશ. પરંતુ, મારું સપનું પૂરું થઇ ગયું. 
 
કેટલીય વાર કેસ ઉકેલવામાં ગૂંચવાઇ ગઇ હતી
 
રચના કહે છે, મારી પોસ્ટિંગ અત્યારે પોંડિચેરીમાં છે. મારા કાર્યકાળમાં ઘણા કેસ એવા પણ આવ્યા છે જેમાં હું ખૂબ મૂંઝાઇ ગઇ હોઉં, પરંતુ તેવા કેસ ઉકેલવા માટે મને એવોર્ડ પણ મળ્યો. શ્રેષ્ઠ એસપીનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 
 

​ આગળની સ્લાઈડ્સમાં જૂઓ, આઈપીએસ રચના સિંહના ફોટા...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Read the interest facts of ips officer rachna singh
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext