Home »National News »Desh» Know Interesting Facts About Goa Chief Minister Manohar Parrikar

દેશના પ્રથમ IIT-ian સીએમ, સાદગી જોઇને દરવાને નહોતી આપી હોટેલમાં એન્ટ્રી

Divyabhaskar.com | Mar 16, 2017, 13:04 PM IST

  • મનોહર પારિકર પોતાની સાદગી માટે ફેમસ છે
પણજીઃરક્ષામંત્રીના પદથી રાજીનામું આપીને મનોહર પારિકરે મંગળવારે ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લીધા. પારિકરે ચોથીવાર ગોવાની કમાન સંભાળી છે. તેઓ દેશના પ્રથમ આઇઆઇટી પાસ આઉટ સીએમ છે. તેઓ મુખ્યમંત્રી પદે રહીને સ્કૂટરથી મીટિંગ માટે ફાઇવ સ્ટાર હોટલ જતા હતા. તેઓના સાદા કપડાં જોઇને દરવાને તેઓને હોટલમાં અંદર જવાની મનાઇ કરી દીધી હતી. 
સાદગી માટે પ્રખ્યાત છે પારિકર... 
- પારિકર ગોવાના સીએમ તરીકે ઘણીવાર ક્ષેત્રની મુલાકાત અથવા અન્ય પ્રોગ્રામ્સ માટે સ્કૂટર ઉપર જ જતા હતા 
- જ્યારે તેઓ કોઇ કાર્યક્રમમાં ભાગ લેતા હતા, ત્યારે સાધારણ કપડાંમાં પહોંચી જતા હતા. 
- લગ્ન પ્રસંગમાં પણ પારિકર ઘણીવાર લાઇનમાં ઉભા રહીને ભોજન લેતા જોવા મળે છે. 
 
ટેક્સીમાં બેસીને પહોંચ્યા ફાઇવ સ્ટાર હોટેલ 
- પારિકરના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, એકવાર પારિકરને એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફાઇવ સ્ટાર હોટેલ જવાનું હતું, પરંતુ તેઓની ગાડી ખરાબ થઇ ગઇ. 
- તેઓએ તત્કાળ ટેક્સી બોલાવી અને સાધારણ કપડાં, ચપલ પહેરીને તેઓ હોટલ પહોંચ્યા. જેવા તેઓ ટેક્સીમાંથી ઉતર્યા તો હોટલના દરવાને તેઓને રોક્યા અને કહ્યું કે, તમે અંદર નહીં જઇ શકો. 
- તેઓએ દરવાનને જણાવ્યું કે, તેઓ ગોવાના મુખ્યમંત્રી છે, આ સાંભળીને દરવાન જોરજોરથી હસવા લાગ્યા અને કહ્યું કે, 'તુ મુખ્યમંત્રી છે, તો હું દેશનો પ્રેસિડેન્ટ છું.'
- એટલામાં પ્રોગ્રામના આયોજક આ સ્થળે પહોંચ્યા અને દરવાનને સમજાવ્યો. પારિકર સ્કૂટરથી પણ હોટલ્સમાં પહોંચી જતા હતા. 

મુંબઇ આઇઆઇટીથી છે ગ્રેજ્યુએટ 
- 13 ડિસેમ્બર 1955ના રોજ જન્મેલા મનોહર પારિકરે આઇઆઇટી મુંબઇથી ગ્રેજ્યુએશન કર્યુ છે 
- પારિકરના નામે પ્રથમ આઇઆઇટીયમ સીએમ હોવાનો રેકોર્ડ પણ નોંધાયેલો છે 
- પારિકર સિવાય આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ આઇઆઇટીથી પાસઆઉટ છે
 
SSમાં મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે 
- પારિકર યુવા અવસ્થામાં આરએસએસમાં સામેલ થયા હતા. તેઓની ક્ષમતાને જોતા 26 વર્ષની ઉંમરે તેઓને ગોવાના સંઘસંચાલક બનાવી દેવામાં આવ્યા હતા 
- તેઓ રામ જન્મભૂમિ આંદોલન દરમિયાન નોર્થ ગોવામાં પ્રમુખ આયોજક છે. 

1994માં પ્રથમ વખત MLA બન્યા 
- તેઓ પહેલીવાર 1994માં ધારાસભ્ય બન્યા હતા. 1999માં પારિકર ગોવા વિધાનસભામાં ઓપોઝિશન લીડર રહ્યા 
- 1994માં પારિકર જ્યારે પહેલીવાર ધારાસભ્ય બન્યા તે સમયે રાજ્યમાં બીજેપીની માત્ર 4 સીટ હતી, પરંતુ પારિકરે 6 વર્ષમાં જ હોવામાં બીજેપીની પહેલીવાર સત્તા અપાવી હતી. 
 
ક્યારે-ક્યારે રહ્યા સીએમ? 
પ્રથમ વખત - 24 ઓક્ટોબર 2000થી 2 ફેબ્રુઆરી 2005 
બીજી વખત - 9 માર્ચ 2012થી 8 નવેમ્બર 2014 
ત્રીજી વખત - 14 માર્ચ 2017થી અત્યાર સુધી 

2005માં પડી ગઇ પારિકરની સરકાર 
- જાન્યુઆરી 2005માં તેઓને મુસીબતનો સામનો કરવો પડ્યો. તે સમયે તેઓના 4 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું અને તેઓની સરકાર પડી ગઇ 
- આગામી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને દિગંબર કામતની આગેવાનીવાળી કોંગ્રેસ સરકારથી હારનો સામનો કરવો પડ્યો 
- 2012માં ઓપોઝિશનમાં રહીને પારિકરે કોંગ્રેસ સરકાર દમરિયાન થયેલા માઇનિંગ સ્કેમને ઉઘાડું પાડ્યું 
- 2012માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 24 સીટો મળી અને પારિકર ફરી એકવાર સીએમ બન્યા

મોદી પણ કરે છે પારિકરની કાર્યક્ષમતાના વખાણ 
- પારિકરની એડમિનિસ્ટ્રેટિવ અને ઓર્ગેનાઇઝેશન સ્કિનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વખાણ કરે છે 
- આ  જ કારણોસર પીએમએ પારિકરને 2014માં પોતાની કેબિનેટમાં લઇને ડિફેન્સ મિનિસ્ટ્રીની જવાબદારી સોંપી હતી
- તેઓના કેન્દ્રમાં ગયા બાદ લક્ષ્મીકાંત પાર્સેકરને ગોવાના સીએમ બનાવવામાં આવ્યા હતા 

પરિવારમાં કોણ કોણ છે? 
- પારિકરની પત્ની મેઘા, જેઓ આ દુનિયામાં હયાત નથી, 2001માં કેન્સરના કારણે તેઓનું અવસાન થયું હતું 
- પારિકરના બે પુત્રો, ઉત્પલ અને અભિજાત છે. ઉત્પલે અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગ કર્યુ છે. અભિજાત લોકલ બિઝનેસમેન છે 
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી, જૂઓ અન્ય તસવીરો... 
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know Interesting Facts About Goa Chief Minister Manohar Parrikar
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended