Home »National News »Latest News »National» Interest Of 2 Months Have Been Waived On Crop Loan By Central Government

50 હજારથી વધુ રોકડ ઉપાડ પર લાગી શકે કરઃ સમિતિની ભલામણ

Agency, New Delhi | Jan 25, 2017, 09:54 AM IST

નવી દિલ્હીઃ દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા બનેલી સમિતિએ ભલામણ કરી છે કે બેન્કોમાંથી 50 હજાર રૂપિયાથી વધુ રોકડ ઉપાડ પર બેન્કિંગ કેશ ટ્રાન્ઝેક્શન ટેક્સ (BCTT) લગાવવું જોઈએ. સમિતિએ એવી પણ ભલામણ કરી છે કે ટેક્સ માળખામાં આવતા લોકો અને નાના દુકાનદારોને સ્માર્ટફોન ખરીદવા પર રૂપિયા 1000ની સબસિડી આપવી જોઈએ.
 
દરમિયાન મોદી કેબિનેટે મંગળવારે વધુ નિર્ણયો લીધા હતા. નોટબંધીને કારણે હેરાન ખેડૂતો માટે સરકારે નવેમ્બર-ડિસેમ્બર 2016 માટે પાક લોન ઉપરનું રૂ. 660.50 કરોડનું વ્યાજ માફ કરી દીધું છે. જે ખેડૂતોએ નોટબંધીના સમયે ટૂંકી મુદતની લોન પર વ્યાજની ચુકવણી કરી છે તે વ્યાજ તેમની બેન્કનાં ખાતાંમાં પરત કરી દેવાશે.

સિનિયર પેન્શન વીમા યોજનાને પણ મંજૂરી આપી છે જેમાં 60 અને વધુ વયના લોકોને 10 વર્ષ સુધી 8 ટકા વ્યાજની ગેરેન્ટી છે. ગરીબો માટે બે લાખની હોમ લોન પર 3 ટકા વ્યાજની સબસીડી પણ મળશે.
 
એક કરદાતાનો રૂ. 21,870 કરોડનો આવકવેરો બાકી
 
આકારણીવર્ષ 2014-15 માટે એક કરદાતાએ 21,870 કરોડ રૂ.નો આવકવેરો ચૂકવવાનો બાકી હોવાનું બહાર આવ્યું છે. 2016ના ડેટા મુજબ રકમ તમામ ભારતીયોના કુલ બાકી આવકવેરાના 11% જેટલી છે. બીજી તરફ 2014-15માં (વર્ષ 2013-14 માટે) 3 વ્યક્તિગત કરદાતાઓએ 500 કરોડ રૂ.થી વધુ આવક જાહેર કરી હતી જ્યારે બે વ્યક્તિગત કરદાતાઓએ 500 કરોડ રૂ.થી વધુના લોન્ગ-ટર્મ કેપિટલ ગેઇન જાહેર કર્યા હતા. કરદાતાઓના નામ જાહેર કરાયાં નથી.
 
થિન્ક ટેન્ક ‘ઓક્સફામ ઇન્ડિયા’ દ્વારા રજૂ કરાયેલા ડેટા મુજબ ભારતના સૌથી ધનિક 1 ટકા લોકો પાસે દેશની 58% સંપત્તિ છે. તળિયાના 70% ભારતીયોની કુલ સંપત્તિ જેટલી સંપત્તિ દેશના 57 અબજપતિઓ પાસે છે. આકારણી વર્ષ 2013-14 દરમિયાન ભારતમાં 3.65 કરોડ વ્યક્તિગત કરદાતા હતી, જેમણે કુલ 16.5 લાખ કરોડ રૂ.ની કરપાત્ર આવક જાહેર કરી હતી, જેની સામે તેમણે 1.91 લાખ કરોડ રૂ.નો આવકવેરો ચૂકવવાપાત્ર થતો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Interest Of 2 Months have been waived on Crop Loan by Central Government
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext