Home »National News »Latest News »National» Indian Soldier Chandu Babulal Chauhan Lost His Memory After Has Released By Pakistan

115 દિવસ પાક.ની કેદમાં રહેલા સૈનિકની મુક્તિની દર્દનાક આપવીતી

D D Vaishnav, Jodhpur | Jan 29, 2017, 08:21 AM IST

  • 115 દિવસ પાક.ની કેદમાં રહેલા સૈનિકની મુક્તિની દર્દનાક આપવીતી,  national news in gujarati
જોધપુર:પાકિસ્તાની સૈન્યની ચુંગાલમાંથી 115 દિવસ બાદ મુક્ત થઇને ભારત પાછો ફરેલો સિપાહી ચંદુ બાબુલાલ ચવ્હાણ (22) ભાન ગુમાવી ચૂક્યો છે. પાકિસ્તાનમાં થયેલા જુલમો સૈન્યની 37 રાષ્ટ્રીય રાઇફલના આ સિપાહીના હૃદયમાં  એ રીતે ઘર કરી ગયા છે કે તેની મનોસ્થિતિ બગડી ગઇ છે. પાકિસ્તાને તેને પરત કર્યો ત્યારે ચંદુ અર્ધબેભાન હાલતમાં હતો. તેની ગરદન પર ઇજાના નિશાન હતા. અત્યાચારોની પીડામાંથી તે હજુ બહાર આવી શક્યો નથી. તેને નોર્મલ કરવા સૈન્યના ડોક્ટરોએ પહેલા અમૃતસરની હોસ્પિટલમાં ઇલાજ કર્યો. હવે દિલ્હીમાં સૈન્યના અધિકારીઓ અને નિષ્ણાતો કાઉન્સેલિંગ કરીને તેને ફરી નીડર બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
 
ચંદુએ જેટલા જુલમો પાકિસ્તાનમાં સહન કર્યા તેટલું જ દુ:ખ તેના પરિવારે દેશમાં વેઠ્યું. ચંદુને ભારત લાવવા તેના મોટા ભાઇ સૈનિક ભૂષણ ચવ્હાણ 115 દિવસથી સોશિયલ મીડિયા પર જંગ લડી રહ્યા હતા. ખાસ કરીને ટિ્વટર પર. ભૂષણ જણાવે છે- 29 સપ્ટેમ્બરની રાત્રે ચંદુ જમ્મુ-કાશ્મીરના કૃષ્ણા ખીણ સેક્ટરમાં ભૂલથી એલઓસી પાર કરીને પીઓકેમાં ચાલ્યો ગયો. ત્યાં પાકિસ્તાની સૈન્યે તેને પકડીને બંધક બનાવી લીધો. તે દિવસે આખો દેશ સર્જિકલ સ્ટ્રાઇકની ખુશીમાં ડૂબેલો હતો અને અહીં મારા પરિવાર પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો હતો.
 
ચંદુ પાકિસ્તાન પહોંચી ગયો હોવાની જાણ થતાં જ અમારાં નાની લીલાબાઇ પાટિલને એટલો આઘાત લાગ્યો કે હાર્ટ એટેકથી તેમનું મોત થઇ ગયું. અમે માતા-પિતાનું છત્ર બાળપણમાં જ ગુમાવી દીધું હતું. ત્યાર બાદ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના બોરવિહિર ગામે નાના સી.ડી. પાટિલે જ અમારો ઉછેર કર્યો. સમાચાર સાંભળી હું તુરંત ગામે પહોંચ્યો. આખું ગામ નિરાશા અને દુ:ખમાં ડૂબેલું હતું. ગામવાસીઓ કહેતા હતા કે  હવે ચંદુના પણ સરબજીત જેવા હાલ થશે અને તે પણ પાકિસ્તાનની યાતનાઓનો શિકાર બની જશે. આખા ગામને તેના પાછા ફરવાની આશા નહોતી.
 
પણ મને વિશ્વાસ હતો કે ચંદુ સૈન્યનો સિપાહી છે તેથી પાકિસ્તાન તેને ત્યાં રાખી નહીં શકે. બે-ત્રણ દિવસ પછી સૌથી પહેલાં પાકિસ્તાન ટીવી પર જણાવાયું કે તે પાકિસ્તાની સૈન્યની હિરાસતમાં છે. તે જીવતો છે એ સાંભળીને એક આશા જાગી. ત્રણ-ચાર દિવસ સુધી તેના માટે અમારા સાંસદ અને સંરક્ષણ રાજ્યમંત્રી સુભાષ ભામરેને કોલ કર્યા. સૈન્ય પણ પ્રયાસ કરી રહ્યું હતું. તેમ છતાં ચંદુની વાપસીના સમાચાર ન આવ્યા તો મેં તરત જ તેના માટે સોશિયલ મીડિયા પર અભિયાન છેડવાનું નક્કી કર્યું.
 
5 ઓક્ટોબરે મેં મારું ટિ્વટર હેન્ડલ બનાવ્યું અને સૌથી પહેલું ટિ્વટ ચંદુને સંબોધીને કર્યું કે, ‘ચંદુ, ઘરે આવી જા. નાનાની તબિયત ખરાબ થઇ રહી છે, મિસ યુ.’ ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી, વિદેશ મંત્રીથી માંડીને બધાને ટિ્વટ કરવાનું શરૂ કર્યું. આ અભિયાનમાં મારા અને ચંદુના મિત્રો ભૂષણ બાઘ, ચેતન પાટિલ, હિતેષ કછવે, માલદાની સંગમિત્રા દાસ સહિત 10-12 લોકો જોડાઇ ગયા. બધાએ પોતાના ટિ્વટર હેન્ડલ પર રોજ ટિ્વટ કરવાનું શરૂ કર્યું. મારું અંગ્રેજી સારું ન હોવાના કારણે હું રોમન હિન્દીમાં મેસેજ કરતો હતો.
 
બાદમાં સારું અંગ્રેજી જાણતા લોકોની મદદથી ટિ્વટ કરવા લાગ્યો. આ રીતે કુલ 1000થી વધુ સંદેશામાં અમે પરિવારની પીડા વર્ણવી. કેટલાય દિવસો સુધી તો કોઇએ કંઇ જવાબ ન આપ્યો. બીજી તરફ મેં વડાપ્રધાનથી માંડીને બધાને પત્ર લખવાનું શરૂ કર્યું. મારા નાનાએ ગૃહમંત્રી રાજનાથ સિંહને વાત કરી તો તેમણે આ મુદ્દે રાજદ્વારી સ્તરે પ્રયાસ કરીને ચંદુને પાછો લાવવાની ખાતરી આપી. દિવસો વીતતા જતા હતા તેમ તેમ મારી ચિંતા વધી રહી હતી. પછી હું સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરને મળ્યો. 
 
19 ડિસેમ્બરે ડીજીએમઓ ઓફિસેથી મારા પર પત્ર આવ્યો, જેમાં લખ્યું હતું કે ચંદુને લાવવા ભારતીય ડીજીએમઓએ 15 વાર પાક.ના ડીજીએમઓ સાથે હોટ લાઇન પર વાત કરી છે. સંરક્ષણ મંત્રાલયના અનુરોધ પર વિદેશ મંત્રાલય પણ આ મુદ્દે પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલા 1 ડિસેમ્બરે પીએમઓએ પત્ર પાઠવીને ચંદુને પાછો લાવવા માટે કરાતા પ્રયાસો અંગે જણાવ્યું. તે અગાઉ યુએન ખાતેનાં પાક. રાજદૂત મલિહા લોધીએ મને ટિ્વટર પર મેસેજ કરીને કહ્યું હતું કે તેઓ માનવતાના ધોરણે આ મુદ્દો ઊઠાવી રહ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian soldier chandu babulal chauhan lost his memory after has Released by Pakistan
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended