Home »National News »Latest News »National» Indian Political Parties Have Crore Rupees Of Funds Money

કરોડપતિ રાજકીય પક્ષો: સપાની આવક 94%, ભાજપની 65% તો બસપાની 2057% વધી

Bhaskar News Network, New Delhi | Jan 26, 2017, 01:31 AM IST

નવી દિલ્હી:દેશના 6 રાષ્ટ્રીય અને 51 સ્થાનિક પક્ષોને 2004-05થી 2014-2015 વચ્ચે રૂ.11,367 કરોડની આવક થઈ હતી. જેમાંથી 69% અજ્ઞાત સ્રોતથી થઈ છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર)ના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. આવકવેરા રિપોર્ટ, ઓડિટ રિપોર્ટ અને RTIના વિશ્લેષણ દ્વારા આ વિગતો તૈયાર કરાઈ છે.
 
રિપોર્ટ પ્રમાણે પક્ષોને 16% (રૂ.1,835 કરોડ) રકમ દાનના સ્વરૂપમાં જાણીતા સ્રોત તરફથી મળી છે. આ ઉપરાંત 15% (રૂ.1,699 કરોડ)ની રકમ અસ્થાયી સંપત્તિ વેચીને, જૂના અખબાર વેચીને, સભ્યપદ દ્વારા, ડેલિગેટ ફી, બેન્ક વ્યાજ, પબ્લિકેશન કન્ટેન્ટના વેચાણ અને લેવી વગેરેથી પ્રાપ્ત થઈ છે. અજ્ઞાત સ્રોતથી પક્ષોને રૂ.7,833 કરોડ મળ્યા છે. રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રીય પક્ષોએ રૂ.9,278 કરોડમાંથી રૂ.6,612 કરોડ અજ્ઞાત સ્રોતથી મેળવ્યા છે. જ્યારે સ્થાનિક પક્ષોને 10 વર્ષમાં રૂ. 2089 કરોડની આવક થઈ છે. જેમાંથી રૂ.1220 કરોડ અજ્ઞાત સ્રોત પાસેથી મળ્યા છે.
 
લગભગ એક દાયકામાં કોંગ્રેસની આવક 83% (રૂ.3,323 કરોડ), ભાજપની આવક 65% (રૂ.2125 કરોડ), સમાજવાદી પાર્ટીની આવક 94% (રૂ.766 કરોડ) અને અકાલી દળની આવક 86% (રૂ.88 કરોડ) વધી ગઈ. 51 પક્ષમાંથી માત્ર 6 પક્ષને જ 11 વર્ષમાં મળેલા કુલ દાનનો આંકડો ચૂંટણી પંચમાં ઉપલબ્ધ છે. આ સમયગાળામાં 45 પક્ષોએ ઓછામાં ઓછા એક નાણાકિય વર્ષ માટે ચૂંટણી પંચને પોતાને મળેલા દાનની વિગતો આપી નથી. જ્યારે 12 પક્ષો એવા છે, જેમણે એક પણ દાન રિપોર્ટ ચૂંટણી વર્ષ 2004-05થી જમા કરાવ્યો નથી.
 
ઈલેક્ટ્રોરલ ટ્ર્સ્ટને દાન ખાનગી માહિતી નહીં આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Indian Political Parties have Crore Rupees Of Funds Money
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext