Home »National News »Latest News »National» Indian IT Companies Need To Stop Using H1-B Visas: Narayana Murthy

H-1B વિઝા ન લે ભારતીય કંપનીઓ, US નાગરિકોને જ નોકરી આપો- મૂર્તિ

divyabhaskar.com | Feb 03, 2017, 15:22 PM IST

નવી દિલ્હી. H-1B વિઝાને લઈને ચાલી રહેલી ચર્ચાની વચ્ચે ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ ભારતીય આઈટી કંપનીઓને આ વિઝાનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. તેમના જણાવ્યા મુજબ આ કંપનીઓને યૂએસમાં લોકલ લેવલ પર હાયરિંગ કરવું જોઈએ. બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે હજુ ટ્રમ્પે H-1B વિઝાને એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર સહી નથી કરી. એવું થાય છે તો સરકાર તેની પર રિએક્ટ કરશે. મહત્વપૂર્ણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ H-1B વિઝાને લઈને કડક વલણ અપનાવી રહ્યા છે જે ભારતીય આઈટી કંપનીઓ માટે ચિંતાનું કારણ બનેલું છે.
 
લોકલ હાયરિંગ પર ફોકસ કરે કંપનીઓ
 
- ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ કહ્યું કે ઈન્ડિયન આઈટી કંપનીઓને H-1B વિઝાનો ઉપયોય બંધ કરીને લોકલ લેવલ પર હાયરિંગ કરવા પર ફોકસ કરવું જોઈએ.
- તેઓએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મલ્ટીકલ્ચરલ બનવું ખૂબ જ વધુ મુશ્કેલ હોય છે.
- મૂર્તિએ સલાહ આપી કે અમેરિકામાં આવેલી ઈન્ડિયન આઈટી કંપનીઓને અમેરિકોને નોકરી પર રાખવા જોઈએ.
- તેઓએ કહ્યું કે જે કંપનીઓ કેનેડામાં કે પછી બ્રિટેનમાં છે તો તેઓએ પણ તે દેશોના સિટિઝન્સને નોકરી પર રાખવા જોઈએ. આજ એક રસ્તો છે જેના દ્વારા આપણે મલ્ટીનેશનલ કંપની બની શકીએ છીએ.
- આવું કરવા માટે જરૂરી છે કે H-1B વિઝાનો ઉપયોગ ન કરવામાં આવે. આપણે આ વિઝા દ્વારા યૂએસમાં ઈન્ડિયન પ્રોફેશનલ્સને મોકલવા બંધ કરવું પડશે.
 
ભારતીયો સરળ રસ્તો જ શોધે છે
 
- નારાયણ મૂર્તિએ કહ્યું કે ભારતીયોનું માઈન્ડસેટ હંમેશા સરળ રસ્તો જ અપનાવતા હોય છે.
- તેઓએ કહ્યું ક કોલેજોમાંથી રિક્રૂટમેન્ટ કરવી જોઈએ. સ્થાનિક લોકોએ ટ્રેનિંગ આપીને ભારતીય કંપનીઓને પોતાનું મહત્વ વધારવું જોઈએ.
 
યૂએસનો ઓર્ડર મલ્ટીકલ્ચરલ બનવાનો અવસર હશે
 
- નારાયણ મૂર્તિએ કહ્યું કે જો યૂએસ સરકાર H-1B વિઝાને લઈને કોઈ ઓર્ડર પાસ પણ કરે છે તો તેને એક અવસર તરીકે લેવું જોઈએ.
- તેને એક ઉણપ તરીકે નહીં જોતા ભારતીય કંપનીઓ મલ્ટીકલ્ચરલ હોવાના અવસર તરીકે જોવું જોઈએ.
- તેઓએ કહ્યું કે નવા યૂએસ એડમિનિસ્ટ્રેશનમા; ભારતીય કંપનીઓને બિન-ભારતીયોની સાથે કામ કરવાનું શીખવું જોઈએ.
 
ટ્રમ્પ H-1Bના નિયમ કડક કરવાની શરૂઆત કરી ચૂક્યા છે

- ગયા સોમવારે H-1B વિઝા સાથે સંકળાયેલું બિલ અમેરિકન સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું. તે મુજબ H-1B વિઝા રાખનારાઓને મિનિમમ વેજ વધારીને 1.30 લાખ ડોલર કરવું છે.
- તે પહેલા 1989માં H-1B વિઝા ધારકોનું મિનિમમ વેજ વાર્ષિક 60 હજાર ડોલર હતું.
- તેના કારણે અહીં આઈટી કંપનીઓની ચિંતા વધી ગઈ છે. આ વિઝા પોલિસીમાં કંઈ પણ ફેરફાર કરવામાં આવે છે તો તેના કારણે ભારતીય આઈટી કંપનીઓને વધુ ઓપરેશન કોસ્ટ ઉઠાવવો પડશે.
- આ ઉપરાંત તેના કારણે સ્કિલ્ડ વર્કર્સની અછતનો પણ સામનો કરવો પડશે.
 
ટ્રમ્પે H-1B વિઝાવાળા ઓર્ડર પર સહી નથી કરી - સરકાર
 
- ભારત સરકારનું કહેવું છે કે ટ્રમ્પે હજુ H-1B વિઝાવાળા એક્ઝિક્યૂટિવ ઓર્ડર પર સહી નથી કરી. તેથી તે અંગે પહેલેથી અનુમાન ન લગાવવું જોઈએ.
- સરકારે ગુરુવારે એમ પણ કહ્યું કે જો એવું થાય છે તો સરકાર તેની પર રિએક્ટ કરશે.
- ફોરેન મિનિસ્ટ્રીના સ્પોક્સપર્સન વિકાસ સ્વરૂપે કહ્યું, ત્રણ પ્રાઈવેટ બિલ અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં રજૂ કરવામાં આવ્યા છે.
- આવું પહેલા પણ થઈ ચૂક્યું છે. આવા બિલોને સમગ્રપણે (એમરિકન પાર્લામેન્ટ) કોંગ્રેસની પ્રોસેસમાંથી પસાર થવાનું હોય છે. જો કંઈક થાય છે તો અમે તેની પર અમારી પ્રતિક્રિયા આપીશું.
- આ અંગે પહેલાથી અનુમાન લગાવવું જોઈએ કે શું થશે. કારણ કે અમે પહેલા પણ જોયું છે કે આવા બિલોનું શું થાય છે. કોંગ્રેસમાં તે પસાર નહોતું થઈ શક્યું. આ વખતે પણ આશા છે કે આ કાયદો નહીં બની શકે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian IT companies need to stop using H1-B visas: Narayana Murthy
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended