Home »National News »Latest News »National» Indian Government Going To Ban Commercial Surrogacy In India

ભારતમાં સરોગસીનો કરોડોનો કારોબાર, સરકાર પ્રતિબંધ લાદવાની તૈયારીમાં

divyabhaskar,com | Jan 19, 2017, 16:42 PM IST

  • દિલ્હીના સોશિયોલોજીસ્ટ તુલસી પટેલ જણાવે છે કે, સરોગેટ માતાઓ દ્વારા વારંવાર એગ ડોનેશન અને પ્રેગ્નન્સી માટે કોઇ જાગૃતિ નથી. તેઓને જાણ નથી કે તેનાથી તેમના સ્વાસ્થ્ય પર શું અસર થઇ શકે છે.
નવી દિલ્હી: ગુરુગ્રામમાં એક કમર્શિયલ સરોગસી સેન્ટર ચાલે છે. એક સેન્ટરની માલિક સરિતા શર્મા તેના સ્ટાફના સભ્યોને કહે છે કે એવી સ્ત્રીની તપાસ કરો જેનું બ્લડગ્રુપ ‘બી’ પોઝિટિવ હોય અને જેનો રંગ ગોરો હોય. થોડીક જ મિનિટોમાં તેના ફોન પર એક સ્ત્રીની તસવીર ફ્લેશ થાય છે. ત્યારબાદ તે ક્લિનિકને તૈયાર રાખવા જણાવે છે. સ્ત્રીને તેના દરેક ડોનેશન માટે 35,000 રૂપિયા મળશે. સંસદ આગલા સત્રમાં કમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ લગાવતા બિલને મંજૂરી આપી શકે છે.
 
નિષ્ણાતો કહે છે કે પ્રતિબંધ કરવાથી મુશ્કેલીઓ ખતમ નહી થાય
 
- ન્યુઝ એજન્સીએ નિષ્ણાતોનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ભારત સરકાર સરોગસી પર પ્રતિબંધની તૈયારી કરી રહી છે. તેમની દલીલ છે કે આનાથી ગરીબ સ્ત્રીઓનું શોષણ થતું અટકાવી શકાશે.
- ઇન્ડિયન લૉ સરોગસી સેન્ટરના હરિ રામાસુબ્રમણ્યમ કહે છે કે સરોગસી પર પ્રતિબંધ મુકવાની જરૂર નથી. તેના બદલે તે માટે યોગ્ય નિયમો બનાવવા જોઇએ. સરોગસી બિલમાં સ્ત્રીઓની સુરક્ષા માટેની કોઇ જોગવાઇ નથી.
 
10 લાખનું પ્રેગ્નન્સી પેકેજ
 
- સરિતા લગભગ 10 વર્ષથી ડોનર્સ અને સરોગેટ માતાઓ સાથે જોડાયેલું સેન્ટર ચલાવી રહી છે. તેમના ઘણા એજન્ટો છે અને ખૂબ મોટું નેટવર્ક છે. જોકે હવે તે કબૂલે છે કે બિઝનેસ ઓછો થઇ ગયો છે.
- તેમના કહ્યા પ્રમાણે સરોગેટ માતાઓ માટે 10 લાખ રૂપિયાનું પેકેજ હોય છે. તેમાં સરોગેટ માતાની ફી, ખોરાક, રહેવાની વ્યવસ્થા અને હોસ્પિટલનો ખર્ચો પણ સામેલ હોય છે. સરિતાના કહ્યા પ્રમાણે, તેમની પાસે એક હજાર સ્ત્રીઓ રજિસ્ટર્ડ થયેલી છે.
 
પરંતુ જાગૃતિનો અભાવ
 
- દિલ્હીના સોશિયોલોજીસ્ટ તુલસી પટેલ જણાવે છે કે, સરોગેટ માતાઓ દ્વારા વારંવાર એગ ડોનેશન અને પ્રેગ્નન્સી માટે કોઇ જાગૃતિ નથી. તેઓને જાણ નથી કે તેનાથી તેમના સ્વાસ્થ્ય પર શું અસર થઇ શકે છે.
 
પૈસા કમાવા માટે થાય છે સરોગસી
 
- ભારતમાં સરોગસી માટેની ઇન્ડસ્ટ્રી લગભગ 15 વર્ષ જૂની છે. એક આંકડા પ્રમાણે, આ ઇન્ડસ્ટ્રીમાં દર વર્ષે 15 હજાર કરોડનો કારોબાર થાય છે.
- મોટાભાગે તેવી સ્ત્રીઓ સરોગસી માટે તૈયાર થાય છે જેઓ ગરીબીમાંથી આવે છે અમે જેમને પૈસાની ખૂબ જરૂર હોય છે.
- એક સ્ત્રીએ સરોગેટ માતા બનવા માટે 4 લાખ રૂપિયા લીધા. આ પૈસાથી તેની દીકરીનું એડમિશન તેણે એક મોટી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં કરાવ્યું.
- એક અન્ય સ્ત્રીએ આવું એટલા માટે કર્યું કારણકે તેઓ સિંગલ મધર હતી અને આવક મેળવવા માટે તેને બ્યુટી પાર્લર ખોલવું હતું.
- સરોગસી દ્વારા બાળકને જન્સ આપી ચૂકેલી એક સ્ત્રીનું કહેવું છે કે ડિલિવરી પછી તેને બાળકના મા-બાપે 50 હજાર રૂપિયા ઇનામરૂપે આપ્યા હતા.
 
સુષ્માએ કહ્યું હતું, સરોગસી ફક્ત તેવા યુગલો માટે, જેમના બાળકો નથી
 
- ગયા વર્ષે ઓગસ્ટમાં કેબિનેટે સરોગસી (રેગ્યુલેશન) બિલ, 2016 ના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી. બિલનો કાયદો બનશે ત્યારે કમર્શિયલ સરોગસી પર પ્રતિબંધ લાગી જશે.
- બિલ વિશે સુષ્મા સ્વરાજે કહ્યું હતું, “સરોગસી ફક્ત તે યુગલો માટે છે જેમના બાળકો નથી. કેટલાક લોકો પોતે લેબર પેઇનને સહન કરવા માંગતા નથી, પરંતુ પૈસા આપીને કોઇ બીજી સ્ત્રીનું લેબર પેઇન જોઇ શકે છે. ” સુષ્માએ તે સેલિબ્રિટિઝની પણ ટીકા કરી હતી, જેમને એક કે બે બાળકો હોવા છતાં પણ તેઓ સરોગસીની મદદ લે છે.
 
શું છે સરોગસી?
 
- સરોગસીમાં ત્રણ લોકો સામેલ હોય છે. કેટલાંક પતિ-પત્ની અમુક કારણોસર માતા-પિતા બની શકતા નથી. એવા કિસ્સાઓ પણ છે જેમાં સ્ત્રીની ઉંમર વધુ હોવાને કારણે અથવા તો કોઇ અકસ્માતને કારણે તે મા ન બની શકતી હોય.
- આવી પરિસ્થિતિમાં તે પતિ-પત્ની ત્રીજી મહિલાની મદદ લે છે. આઇવીએફ ટેક્નોલોજીની મદદથી પતિનું વીર્ય અને પત્નીના ઇંડાથી બનેલા એમ્બ્રિયોને ત્રીજી સ્ત્રીના ગર્ભમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. તેનાથી જે બાળક જન્મ લે છે તેનું ડીએનએ સરોગસી કરાવનાર યુગલનું જ હોય છે.
 
આ સેલિબ્રિટિઝે લીધો સરોગસીનો સહારો
 
1 આમીર ખાન: આમીર ખાનના બે બાળકો, જુનૈદ ખાન અને ઇરા ખાન પહેલી પત્ની રીના દત્તાના છે. રીના સાથે છૂટાછેડા લીધા પછી આમીરે કિરણ રાવ સાથે લગ્ન કર્યા. બંનેએ સરોગસીની મદદ લીધી. આ રીતે આઝાદ રાવ ખાનનો જન્મ થયો.
2 શાહરૂખ ખાન: શાહરૂખ અને ગૌરી ખાનને બે બાળકો પહેલેથી જ છે. દીકરો આર્યન ખાન અને દીકરી સુહાના ખાન. ત્રીજા બાળક માટે તેમણે સરોગસીની મદદ લીધી. 27 મે, 2013 માં દીકરા અબરામનો જન્મ થયો.
3 તુષાર કપૂર: તુષાર કપૂર ગયા વર્ષે આઇવીએફ ટેક્નોલોજીની મદદથી સિંગલ પેરેન્ટ બન્યો. 27 જૂન 2016 ના દિવસે તેમણે ઇન્સ્ટાગ્રામ પર દીકરાના ફોટા સાથે આ સમાચાર આપ્યા હતા.
 
આગળની સ્લાઇડ્સમાંQ&Aની મદદથી જાણો શું છે સરોગસી (રેગ્યુલેશન) બિલ અને તેમાં કઇ બાબતો મહત્વની છે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Indian Government going to ban commercial surrogacy in India
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext