Home »National News »Latest News »National» Indian Constitution Directly Gets The Power From Citizen

'અમે ભારતના નાગરિકો'...છતાં ‘પ્રજા’ને આ નવ ‘સત્તાઓ’ મળવાની બાકી

Bhasakar News Network | Jan 26, 2017, 07:41 AM IST

આ ફોટો 63 વર્ષ પહેલાં 1953નો છે

- આઝાદી સ્વાતંત્રસેનાનીઓએ અપાવી, પરંતુ સમાનતાનો હક બંધારણે આપ્યો. આ તસવીર દેશની કોઈ રાત્રિશાળાનો છે. ગાઢ અંધકારની વચ્ચે ફાનસના અજવાળે ભણતા ગ્રામજનોનો.
- તસવીર બંધારણ લાગુ થયાના ત્રણ વર્ષ પછીની છે. આ ફોટો અમેરિકન ફોટો જર્નલિસ્ટ હાવર્ડ શૉકરેકે પાડ્યો હતો.
 
બંધારણમાં જેની બાંહેધરી તે અધિકારો હજી નથી મળ્યા
બીજાની ગંદકીમાંથી મુક્તિનો અધિકાર
 
- બંધારણે મેલું ઉઠાવવાની પ્રથાને નાબૂદ કરી નાખી હતી. 1993માં કાયદો પણ લાગુ કરી દેવાયો. આમ છતાં, અનેક રાજ્યોમાં આ પ્રથા હજી પણ ચાલી રહી છે. વસ્તીગણતરી 2011 અનુસાર ત્રિપુરામાં ગ્રામ્ય વસ્તીનો 2.5 ટકા ભાગ (17,332 લોકો) હજી પણ આ કામ કરે છે.
- વસ્તી ગણતરી 2011 અનુસાર દેશમાં 26 લાખ કરતાં વધારે શુષ્ક શૌચાલય છે, જે પૈકી બેથી ત્રણ લાખ શૌચાલયોમાં મેલું ઉઠાવવાની પ્રથા યથાવત છે.

એક દેશ, એક કાયદાનો અધિકાર

- સમાન નાગરિકોધારો સમગ્ર દેશ પર એકસમાન રીતે લાગુ થવો જોઈએ, આમ છતાં બંધારણના 66 વર્ષ પછી પણ અલગ અલગ પર્સનલ લૉ ચાલે છે. યુનિફોર્મ સિવિલ કોડ (ભાગ-4, આર્ટિકલ-44)માં કહેવાયું છે કે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાગુ કરવો એ જ લક્ષ્ય હશે. મતલબ લગ્ન, છૂટાછેડા, મિલકત વહેંચણી જેવા તમામ મુદ્દે બધા માટે સમાન નિયમો.

- ગોવા અેવું રાજ્ય છે, જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ ઇસ્લામી નિયમો અને સિદ્ધાંતોમાં હસ્તક્ષેપ ગણીને વિરોધ કરે છે.

પંચાયતોની મજબૂતીનો અધિકાર

- બંધારણમાં કહેવાયું હતું કે પંચાયતોને સેલ્ફ ગવર્નમેન્ટ તરીકે સ્થાપિત કરવામાં આવશે. પંચાયતોને 29 વિષયોના અધિકાર આપવાની વાત કરાઈ હતી. અધિકાર આપવાની સત્તા ધારાસભાઓને આપવામાં આવી હતી, પરંતુ રાજ્યોએ પંચાયતોને માત્ર યોજનાઓ પૂરતી જ જવાબદારી સોંપી.

- દેશમાં કેરળ અને પશ્ચિમ બંગાળમાં જ બંધારણ દ્વારા કરવામાં આવેલી જોગવાઈઓ અનુસાર અમુક હદ સુધી પંચાયતોને અધિકાર મળ્યા છે.

પૂર્ણ નશાબંધીનો અધિકાર

- આર્ટિકલ 47 અનુસાર રાજ્ય પૂર્ણ નશાબંધી તરફ વધવા કામ કરે. 1954 સુધી મદ્રાસ પ્રોવિન્સ, બોમ્બે સ્ટેટ સહિત અનેક રાજ્યોએ દારૂબંધીના કાયદા લાગુ કરી દીધા, પરંતુ તે સફળ ન થયા. ત્યાર પછી પણ અનેક રાજ્યોમાં દારૂબંધી લાગુ કર્યા બાદ નિર્ણયો બદલવા પડ્યા. હરિયાણામાં બે વર્ષમાં જ તત્કાલિન મુખ્યમંત્રી બંસીલાલે પોતાનો નિર્ણય રોલબેક કરવો પડ્યો.
- દેશમાં બિહાર અને ગુજરાતમાં પૂર્ણ દારૂબંધી છે. કેરળમાં આંશિક દારૂબંધી છે. ઓરિસ્સા સરકાર તો દારૂબંધીને અવાસ્તવિક પગલું ગણાવી ચૂકી છે.
 
આ પણ આપણા માટે જ છે જે સરકારોએ નથી આપ્યું આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian Constitution Directly gets the Power From Citizen
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended