Home »National News »Latest News »National» GITPRO Recommended To Create Awareness Among Policy Makers

નવા બિલથી H-1B પર માઠી અસરની આશંકા, ઈન્ડિયન પ્રોફેશનલ્સે ચિંતિત

divyabhaskar.com | Feb 14, 2017, 08:09 AM IST

નવી દિલ્હી. H-1B વિઝાના મુદ્દે અમેરિકામાં જાગૃતિ વધારવા માટે હજારો ભારતીય પ્રોફેશનલ્સ સિલિકોન વેલીમાં એકત્ર થયા હતા. આ દરમિયાન પ્રોફેશનલ્સે ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના યૂએસ કોંગ્રેસમાં રજૂ કરવામાં આવેલા બિલ વિશે કહ્યું કે તેના કારણે સમુદાય પર ખરાબ અસર પડશે. યૂએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જો બિલ પસાર થાય છે તો અમેરિકન કંપનીઓને ભારતીયો સહિત વિદેશી પ્રોફેશનલ્સને હાયર કરવા મુશ્કેલ થઈ જશે. આ વિઝા પર ભારતીય અમેરિકામાં નોકરી અને અભ્યાસ માટે જાય છે.
 
નવું બિલ આવ્યું તો અનેક ટેલેન્ટેડ લોકો યૂએસમાં કામ નહીં કરી શકે
 
- ગ્લોબલ ઈન્ડિયન ટેક્નોલોજી પ્રોફેશનલ્સ એસોસિએશન (GITPRO)ના પ્રેસિડન્ટ ખંડેરાવ કંદે કહ્યું – અમે સુધાર માટે કામ કરી રહ્યા છીએ જ્યારં અનેક નવા બિલ મિનિમમ સેલરી વધારવા માટે લાવવામાં આવી રહ્યા છે. તેનાથી યૂએસ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ ફ્રેશર અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સ પર ખરાબ અસર પડશે. કંપનીઓ 1.30 લાખ ડોલર મિનિમમ સેલરી પર એમને હાયર કરવાથી દૂર જ રહેશે.
- H-1B વિઝા પર નવું બિલ પસાર થતા અનેક ટેલેન્ટેડ પ્રોફેશનલ્સને અમેરિકામાં કામ કરવાની તક નહીં મળી શકે.
- મીટિંગમાં GITPROએ પોલિસી મેકર્સ અને ઈન્ડસ્ટ્રી લીડર્સને પ્રોફેશનલ્સની સેલરીને લઈને અવેર કર્યા. કહ્યું – ખાસ એરિયામાં પ્રોફેશનલ્સને માર્કેટ રેપ મુજબ સેલરી આપવી જોઈએ.
- વિદેશ મંત્રી સુષમા સ્વરાજને લખેલા પત્રમાં ઓર્ગેનાઈઝેશને કહ્યું, ગ્રીન કાર્ડ માટે દેશોના હિસાબે કોટા નક્કી કરવાથી ભારતીયો પર ખરાબ અસર પડી રહી છે. અનેક લોકોને 10 વર્ષ પણ રાહ જોવી પડે છે જ્યારે કોઈ પાકિસ્તાનીને એક વર્ષમાં જ ગ્રીન કાર્ડ મળી જાય છે. યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સને ભણતરને લઈને પણ મુશ્કેલી પડે છે. સરકારે કોટા નક્કી કરવા માટે યૂએસ કોંગ્રેસમાં HR392 બિલ રજૂ કર્યું છે.
 
શું છે મામલો?
 
- મહત્વપૂર્ણ છે કે યૂએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં થોડા દિવસો પહેલા H-1B વિઝાને લઈને નવું બિલ રજૂ કરવામાં આવ્યું. તેને ભારતીફ આઈટી કંપનીઓ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
- તેનું કારણ એ છે કે જો આ બિલ પસાર થઈ જાય છે તો અમેરિકન કંપનીઓ માટે H-1B આપીને ભારતીય સહિત વિદેશી આઈટી પ્રોફેશનલ્સને હાયર કરવા મુશ્કેલ  થઈ જશે.
- આવું એટલા માટે થશે કારણ કે બિલમાં કહેવામાં આવ્યું છે કે H-1B વિઝા હોલ્ડર્સને મિનિમમ સેલરી 60 હજાર ડોલર (40 લાખ રૂપિયા)થી બેગણી વધારીને 1.30 લાખ ડોલર (લગભગ 88 લાખ રૂપિયા) આપવી પડશે.
 
85 હજાર વિઝાની લિમિટ
 
- યૂએસમાં H-1B વિઝા 65 હજાર વિઝા વિદેશી કર્મચારીઓ માટે અને 20 હજાર વિઝા અમેરિકામાં ભણતા ફોરેન સ્ટુડન્ટ્સે આપવામાં આવે છે.
- કુલ લિમિટ 85 હજાર વિઝાની છે. તેનાથી ઉલટું અમેરિકાએ 2015માં 1,72,748 વિઝા આપ્યા એટલે કે 103% વધુ.
- અમેરિકામાં નોકરી કરવા માટે આ વિઝાનો પીરિયડ 3 વર્ષ છે. જોકે તેને વધારીને 6 વર્ષ કરી શકાય છે.
- આ વિઝા માટે વ્યક્તિ પોતે એપ્લાય ન કરી શકે. કંપની દ્વારા જ એપ્લાય કરવાનું હોય છે.
 
સૌથી વધુ વિઝા ઈન્ફોસિસને
 
- 2016માં સૌથી વધુ વિઝા ઈન્ફોસિસને (33,289) મળ્યા.
- ટીસીએસને 16,553, આઈબીએમને 13,600 વિપ્રોને 12,201, અસેંચરને 9,605 અને ડેલોયટ કન્સલ્ટન્સીને 7,607 વિઝા મળ્યા.
- અમેરિકન ગૃહ મંત્રાલય મુજબ 2014માં 70% વિઝા ભારતીયોને જ મળ્યા. 2016માં આ આંકડો 72% થઈ ગયો.
 
શું છે H-1B વિઝા?
 
- H-1B વિઝા એક નોટ- ઇમિગ્રન્ટ વિઝા છે.
- તે હેઠળ અમેરિકન કંપનીઓ વિદેશી થ્યોરિટિકલ કે ટેકનીકલ એક્સપર્ટ્સને પોતાને ત્યાં રાખી શકે છે.
- ઇમિગ્રન્ટ વિઝા હેઠળ ટેક્નોલોજી કંપનીઓ દર વર્ષે હજારો એપ્લોઈઝની ભરતી કરે છે.
 
શું કહે છે H-1B વિઝા પર રિપોર્ટ?
 
- કોમ્પ્યુટર વર્લ્ડ મેગેઝિન મુજબ, લગભગ 86% ભારતીયોને H-1B વિઝા કોમ્પ્યુટર અને 46.5%ને એન્જિનિયરિંગ પોઝિશન માટે આપવામાં આવે છે.
- અમેરિકા દર વર્ષે 85 હજાર લોકોને H-1B વિઝા આપે છે. એ પૈકી લગભગ 20 હજાર અમેરિકન યુનિવર્સિટીઝમાં માસ્ટર્સ ડિગ્રી કરનારા સ્ટુડન્ટ્સને આપવામાં આવે છે.
- 2016માં 2 લાખ 36 હજાર લોકોએ H-1B વિઝા માટે એપ્લાય કર્યું હતું. તેના કારણે લોટરીથી વિઝા આપવામાં આવ્યા.
- H-1B વિઝા ક્વોલિફાઈડ પ્રોફેશનલ્સને આપવામાં આવે છે. બીજી તરફ L1 વિઝા કોઈ કંપનીના કર્મચારીને અમેરિકા ટ્રાન્સફર થતા આપવામાં આવે છે.
- આ બંને જ વિઝાનો ભારતીય કંપનીઓ ખૂબ જ ઉપયોગ કરે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: GITPRO recommended to create awareness among policy makers
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext