Home »National News »Latest News »National» Rajiv Gandhi Govt Readied Hydrogen Bomb Against Pak Nukes: CIA

પાક.ને વળતો જવાબ આપવા H-Bomb ટેસ્ટ કરવા માંગતા હતા રાજીવ- CIA

divyabhaskar.com | Jan 24, 2017, 11:56 AM IST

  • 1985માં પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણ બાદ રાજીવ ગાંધીએ પરમાણુ પરીક્ષણની તમામ તૈયારી કરી લીધી હતી. (ફાઈલ)
નવી દિલ્હી. ભારતે રાજીવ ગાંધીની સરકાર દરમિયાન 1985માં પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના જવાબમાં હાઈડ્રોજન બોમ્બ ટેસ્ટ કરવાની તૈયારી કરી હતી. અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)એ આ જાણકારી આપી છે. તે સમયે દક્ષિણ એશિયામાં પરમાણુ હથિયારોની હોડની આશંકાને ધ્યાને લેતા અમેરિકાની રોનલ્ડ રીગન સરકાર બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરવા અને તણાવ સમાપ્ત કરવામાં મદદ માટે એક દૂત મોકલવા માંગતી હતી.   

સીઆઈએને ભારતની ખાનગી માહિતી મેળવવામાં પડી હતી મુશ્કેલી
 
- સીઆઈએ દ્વારા હાલમાં જ સાર્વજનિક કરવામાં આવેલા લગભગ 9,30,000 ગોપનીય દસ્તાવેજોમાંથી આ જાણકારી મળી છે.
- સીઆઈએ દ્વારા આ દસ્તાવેજોના 1.2 કરોડથી વધુ પાના ઓનલાઈન પોસ્ટ કર્યા છે.
- જેમાં 1980ના દાયકા દરમિયાન ભારતના પરમાણુ હથિયારોની ક્ષમતાઓ વિશે રસપ્રદ જાણકારી છે.
- એક દસ્તાવેજમાં સીઆઈએ એ કહ્યું છે કે તેને ભારતીય સુરક્ષા ખૂબ કડક હોવાના કારણે ભારતના પરમાણુ કાર્યક્રમ વિશે માહિતી એકત્ર કરવામાં મુશ્કેલીઓનો સામે કરવો પડ્યો હતો.
 
આગળની સ્લાઈડમાં વાંચો, રાજીવ ગાંધી પાકિસ્તાનને વળતો જવાબ આપવા કેમ તૈયાર થયા? કોને તૈયાર કર્યો હતો હાઈડ્રોજન બોમ્બ? સીઆઈએના દસ્તાવેજોમાં ભારત-પાકિસ્તાનના સંબંધો વિશે શું કહેવામાં આવ્યું છે?
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rajiv Gandhi govt readied hydrogen bomb against Pak nukes: CIA
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended