Home »National News »Latest News »National» India, UAE To Sign Strategic Partnership Agreement

મોદી-અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે ગાર્ડનમાં ચર્ચા, બંને દેશો વચ્ચે 14 કરાર

divyabhaskar.com | Jan 25, 2017, 14:36 PM IST

  • અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને નરેન્દ્ર મોદીએ સંયુક્ત નિવેદન આપ્યું હતું.
નવી દિલ્હી. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ અને નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસના ગાર્ડનમાં ફરતા-ફરતા મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી. ત્યારબાદ બંને દેશોના પ્રતિનિધિમંડળની ચર્ચા થઈ હતી અને 14 એગ્રીમેન્ટ્સ પર મંજૂરીની મહોર લાગી હતી. અંતે બંને તેઓએ સંયુક્ત નિવેદન આપ્યું હતું. નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેની મિત્રતા ગાઢ થતા કટ્ટરવાદ અને હિંસા સામે મજબૂતાઈથી લડી શકવાની વાત કરી હતી. મહત્વપૂર્ણ છે કે 68th રિપબ્લિકન ડે પરેડમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થવા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને યૂએઈ આર્મ્ડ ફોર્સિસના ડેપ્યુટી કમાન્ડર શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહવાન મંગળવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા.
 
બંને દેશો સાથે મળીને લડશે કટ્ટરતાવાદ અને હિંસા સામે - મોદી
 
મોદીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ઓગસ્ટ 2015 અને ફેબ્રુઆરી 2016માં અમારી બંને વચ્ચે થયેલી સુખદ મીટિંગો મને યાદ કરતા ગર્વ થાય છે. અમારા બંને વચ્ચે વિવિધ વિષયો પર ચર્ચા થઈ. યૂએઈ મહત્વપૂર્ણ પાર્ટનર હોવા ઉપરાંત મિત્ર દેશ પણ છે. ભારતના વિકાસ ગાથામાં મહત્વપૂર્ણ ભાગીદાર બનવા બદલ અમે આભારી છીએ. યૂએઈ દ્વારા ભારતના ઈન્ફ્રા પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં રસ દાખવતા અમે તેને આવકારીએ છીએ.   
સિક્યૂરિટી અને ડિફેન્સ સેક્ટરમાં બંને દેશો વચ્ચે કો-ઓપરેશનતથી મિત્રતા વધુ ગાઢ બનશે. અમે માનીએ છીએ કે બંને દેશો વચ્ચે સારા સંબંધો બંને દેશો ઉપરાંત તમામ પડોશી દેશો માટે મહત્વપૂર્ણ રહેશે. હું હીઝ હાઈનેસનો આભારી છું કે તેમણે ઈન્ડિયન ડાયસ્પોરાને અબુ ધાબીમાં મંદિર માટે જગ્યા ફાળવી છે. બંને દેશો વચ્ચેની મિત્રતા મજબૂત થતા કટ્ટરવાદ અને હિંસા સામે લડત વધુ દ્રઢતાથી લડી શકાશે.  
 
6 હાઈવે પ્રોજેક્ટમાં ઈન્વેસ્ટમેન્ટ
 
- ઈકોનોમિક રિલેશન્સ સેક્રેટરીએ કહ્યું કે યૂએઈ ભારતનું સારું ટ્રેડ પાર્ટનર રહ્યું છે. વ્યાપારને સરળ બનાવવા માટે પણ એમઓયૂ થવાની શક્યતા છે. બંને દેશોની વચ્ચે પાઈરસી, સિવિલ ન્યૂક્લિયર સેક્ટર, આઈટી સર્વિસ અને 5થી 6 હાઈવે પ્રોજેક્ટ પણ તેમાં સામેલ છે. ભારત અને યૂએઈ પોતાના ડિપ્લોમેટ્સ માટે ફ્રી વીઝા ટ્રાવેલ અને સ્પેશલ પાસપોર્ટની સુવિધાને લઈને કામ કરી રહ્યા છે.
 
આતંકવાદ અને દાઉદને લઈને શું લેવાશે નિર્ણય?
 
- મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમ સામે એક્શન અંગે પૂછાતા સિન્હાએ કહ્યું, જ્યાં સુધી કંઈ નક્કર ન થાય ત્યાં સુધી કંઈ કહી ન શકાય.
- સિન્હાએ જણાવ્યું કે, યૂએઈએ ક્યારેય ભારતને આઈએએસ સામે લડાઈમાં સામેલ થવા નથી કહ્યું. પરંતુ બંને દેશો ખાનગી માહિતીઓ શેર કરે છે.
- તેઓએ કહ્યું કે થોડા દિવસો અગાઉ કંધારના આતંકી હુમલામાં માર્યા ગયેલા યૂએઈના અનેક ડિપ્લોમેટ્સના મુદ્દે બંને નેતાઓ વચ્ચે વાત થઈ શકે છે.
- બીજી તરફ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું કે અમે ખાસ મુદ્દાઓ પર હાલમાં કોઈ કોમેન્ટ ન કરી શકીએ.
 
યૂએઈ દ્વારા દાઉદ પર થોડાક અંશે ખેંચાઈ લગામ
 
- મહત્વપૂર્ણ છે કે, 2015માં મોદીના યૂએઈ પ્રવાસ પર બંને દેશો વચ્ચે અનેક કરાર થયા હતા. જેમાં હવાલા વેપાર રોકવા અને માહિતીનું આદાનપ્રદાન કરવાના કરાર થયા હતા. 34 વર્ષ બાદ ભારતના કોઈ વડાપ્રધાને યૂએઈનો પ્રવાસ કર્યો હતો.
- તેને ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી દાઉદ ઈબ્રાહિમની સામે કાર્યવાહીની દિશામાં મોટું પગલું માનવામાં આવ્યું. ત્યારબાદ અહેવાલ આવ્યા હતા કે યૂએઈ સરકારે દાઉદની 15 હજાર કરોડની પ્રોપર્ટી જપ્ત કરી લીધી.
- મળતી જાણકારી મુજબ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનના કરાચીમાં છૂપાયેલો છે. તેને 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સ માટે જવાબદાર ગણવામાં આવે છે.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો..
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: India, UAE to sign strategic partnership agreement
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended