Home »National News »Latest News »National» 68 Republic Day Parade On Rajpath

કચ્છની થીમ પર રજૂ થયો ગુજરાતનો ટેબ્લો, આઈડિયા પાછળ મોદીના ભાઈ

divyabhaskar.com | Jan 27, 2017, 08:51 AM IST

  • રાજપથ પર ગુજરાતનો ટેબ્લુ
નવી દિલ્હી: દેશના 68મા ગણતંત્ર દિવસનો મુખ્ય કાર્યક્રમ દેશની રાજધાની નવી દિલ્હીના રાજપથ પર યોજાયો. ઈન્ડિયા ગેટ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજપથ પર પહોંચ્યા હતા. જ્યાં તિરંગો લહેરાવામાં આવ્યો હતો. જ્યાં દેશની સૈન્ય તાકત તથા સાંસ્કૃતિક વૈવિધ્યનું પ્રદર્શન થયું. પરેડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોની વચ્ચે જઈને અભિવાદન ઝીલ્યું હતું. 
કચ્છની થીમ આધારિત ગુજરાતનો ટેબ્લો 
 
- ગુજરાતનો ટેબ્લો કચ્છની સંસ્કૃતિ, ત્યાંની પ્રિન્ટ પર આધારિત હતું. ટેબ્લોમાં ઊંટ, મોર અને નૃત્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 
- લગભગ બે દાયકા બાદ ગુજરાતે કચ્છની થીમ પર ટેબ્લો રજૂ કર્યો છે. 
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ તથા ગુજરાતના માહિતી ખાતામાં નાયબ નિયામક પંકજ મોદી તથા તેમની ટીમે આ ટેબ્લો ડિઝાઈન કર્યો  છે. 
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પત્ની ગુજરાતનો ટેબ્લો પસાર થતાં ઊભા થઈ ગયા હતા. 
- જ્યારે અમિત શાહના ચહેરા પર સ્મિત અને ખુશી હતી. 
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અંગે મુખ્ય અતિથિ સાથે ચર્ચા કરતા જણાયા હતા. 
બાઈકના કરતબ જોઈ રાષ્ટ્રપતિ ઉત્સાહિત થયા 
 
- કોર ઓફ મિલિટરી પોલીસના શ્વેત અશ્વ ટીમે મોટર સાઈકલના કરતબ રજૂ કર્યાં. 
- એરક્રાફ્ટ ફોર્મેશનમાં સોળ જવાન ત્રણ બાઈક પર પસાર થયા.
- રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી બાઈકના કરતબ જોઈ અચંબિત થઈ ગયા હતા. 
- 16 બાઈક પર 60 જવાનોએ કરતબ રજૂ કર્યાં. 
- કાર્યક્રમના અંતે ફ્લાઈંગ પાસ્ટ થયું હતું. જેમાં સ્વદેશી ફાઈટર જેટ તેજસ, સુખોઈ, મિરાજ પસાર થયા હતા. 
- પ્રથમ વખત ફ્લાઈંગ પાસ્ટનું નેતૃત્વ સ્વદેશી ફાઈટર જેટ તેજસે લીધું હતું. 
 
અન્ય રાજ્યો તથા મંત્રાલયોના ટેબ્લો 
 
- પંજાબએ લગ્નના આગલા દિવસે કરવામાં આવતા નૃત્ય, તામિલનાડુએ સ્થાનિક લોકનૃત્ય તથા ગોવાએ પોર્ટુગલના નૃત્યથી પ્રભાવિત ડાન્સ રજૂ કર્યો હતો. 
- દિલ્હીએ શિક્ષણક્ષેત્રમાં સુધાર અંગેનો ટેબ્લો રજૂ કર્યો. જેને જોઈને દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ, તેમના પત્ની સુનિતા તથા માનવ સંશાધન વિકાસ મંત્રાલયના પ્રધાન પ્રકાશ જાવડેકર ઊભા થઈ ગયા હતા. 
 મહારાષ્ટ્રે લોકમાન્ય તિલકના 160મા જન્મ વર્ષ પર ટેબ્લો રજૂ કર્યો. જેને જોઈને માર્ગ અને વાહન વ્યવહાર પ્રધાન નીતીન ગડકરી ઊભા થઈ ગયા હતા.
- ઓડિશાએ દોલ યાત્રા પરનું ટેબ્લો રજૂ કર્યો. 
- કેન્દ્રીય શુલ્ક મંત્રાલયે જીએસટી, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયે ખાદી તથા શહેરી ગરીબી નાબુદી મંત્રાલયે વડાપ્રધાન આવાસ યોજના પર આધારિત હતી. 
- કાશ્મીરે બરફવર્ષા પર, આસામે કામાખ્યા મંદિરની થીમ પર ટેબ્લો રજૂ કર્યાં. 
 
રાજપથ પર પરેડની ઝલક 
- અર્ધલશ્કરી દળોની ટૂકડીઓ સાથે નેશનલ સિક્યુરિટી ગાર્ડ્સની ટૂકડી પસાર થઈ. તેમના ચહેરાને ઢંકાયેલા હતા. 
- જેને નાગરિકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. દેશમાં આતંકવાદ વિરોધી અભિયાનોને અંજામ આપ્યા છે. 
- અબુધાબીના ક્રાઉન પ્રિન્સે બોર્ડર સિક્યુરિટી ફોર્સની ઊંટ ટૂકડીમાં વિશેષ રસ લીધો હતો. બીએસએફની ટૂકડીએ ઉંટ પર જ બેન્ડ વગાડ્યું હતું. 
- હળવા છાંટા છતાંય દર્શકો અને મહેમાનોનો ઉત્સાહ અડગ રહ્યાં.
- 155 મીમી અને 47 કિમીની મારક ક્ષમતાવાળી સ્વદેશી તોપ રજૂ થઈ.
- નૌકાદળે સ્કોર્પિન ક્લાસ સબમરીનની ઝાખી રજૂ કરી હતી.
- નૌસેનાના માસ્ટર ચીફ પેટી ઓફિસર રમેશ કટોચે સળંગ 28મી વખત નૌકાદળની ટૂકડીનું નેતૃત્વ કર્યું.
- મિકેનિક, આર્ટિલરી, રડાર, બ્રહ્યોસ એક પછી એક સલામી મંચ સામેથી પસાર થયા.
- UAEની સૈન્ય ટૂકડી મહેમાન હોવાથી તેને પરેડનું નેતૃત્વ સોંપવામાં આવ્યું. આ ટૂકડી સૌ પ્રથમ મંચ સામેથી પસાર થઈ.  
- સલામી મંચ સામેથી પહેલા પરમ વીર ચક્ર (યુદ્ધ સમયેનો સર્વોચ્ચ શૌર્ય પુરસ્કાર) તથા અશોક ચક્ર (શાંતિ સમયનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર) વિજેતાઓ પસાર થયા. 
- આસામ રાયફલ્સના હવલદાર હંગપન દાદાને મરણોપરાન્ત અશોકચક્ર એનાયત કરવામાં આવ્યો. તેમના પત્નીએ આ પુરસ્કાર સ્વીકાર્યો. 
 
અબુધાબિના ક્રાઉન પ્રિન્સ મુખ્ય અતિથિ
 
- 21 તોપની સલામી સાથે રાજપથ પર રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તિરંગાની સલામી ઝીલી હતી.  
-  આ પહેલા રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ગણતંત્ર દિવસ પરેડના મુખ્ય મહેમાન અબુધાબિના ક્રાઉન્સ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાનને લઈને પહોંચ્યા હતા.
- અગાઉથી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને ગણમાન્ય વ્યક્તિઓને આવકાર્યા હતા. 
 
ગુરૂવારે બીજું શું થયું, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 68 republic day parade on Rajpath
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended