Home »National News »Latest News »National» ISRO Satellite Launching Technology Cheaper Than Russia & US

સેટેલાઈટ્સ લોન્ચિંગમાં ભારતની હથોટી; હવે શુક્ર-મંગળ પર ઇસરોની નજર

divyabhaskar.com | Feb 15, 2017, 12:42 PM IST

નેશનલ ડેસ્ક.ઇસરોએ એકસાથે 104 સેટેલાઈટ્સ લોન્ચ કરીને નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. રશિયા અને નાસાને પાછળ મૂકી ભારતે જે હરણફળ ભરી છે તેના કારણે સેટેલાઈટ લોન્ચિંગ ઈન્ડસ્ટ્રીમાં ભારતની ભાગીદારી અનેકગણી વધી ગઈ છે. ખર્ચની તુલનામાં પણ ભારતે રશિયાથી લઈને અમેરિકા, ચીન અને યૂરોપ કરતા પણ સસ્તી સેટલાઈટ લોન્ચની સેવા આપી રહ્યું છે. હવે શુક્ર અને મંગળ ગ્રહો પર ઇસરોની નજર છે.
 
સેટેલાઈટ ઈન્ડસ્ટ્રીમાં વધી રહી છે ભાગેદારી
 
- ગ્લોબલ સેટેલાઈટ માર્કેટમાં ભારતની ભાગીદારી વધી રહી છે. અત્યાર સુધી ઈન્ડસ્ટ્રી 13 લાખ કરોડ રૂપિયાની છે.
- તેમાં અમેરિકાની ભાગીદારી 41%ની છે. જ્યારે ભારતની ભાગીદારી 4% કરતા પણ ઓછી હતી. પરંતુ હવે તે વધીને 38% સુધી પહોંચી છે.
- વિદેશી સેટેલાઈટ લોન્ચિંગ ઇસરોની કંપની એંટ્રિક્સ કોર્પોરેશન લિમિટેડ દ્વારા હોય છે.
- 1992થી 2014 વચ્ચે એંટ્રિક્સ કોર્પોરેશનને 4408 કરોડ રૂપિયાની કમાણી થઈ.
- ઇસરો સેટેલાઈટ લોન્ચિંગથી અત્યાર સુધી 660 કરોડ રૂપિયાથી વધુની આવક કરી ચૂક્યું છે.
 
હવે શુક્ર અને મંગળ ગ્રહો પર ઇસરોની નજર
 
- આ ઉપરાંત ભારત ટૂંક સમયમાં જ શુક્ર અને મંગળ ગ્રહો પર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે.
- આ મિશનને બજેટ-2017માં સ્થાન આપવામાં આવ્યું છે. ઇસરોનું ફંડ પણ 23% વધારવામાં આવ્યું છે.
 
અમેરિકા, ચીન અને યૂરોપની તુલનમાં ભારત 66 ગણું સસ્તું
 
- ભારતમાં સેટેલાઈટ્સની કોમર્શિયલ લોન્ચિંગ દુનિયામાં સૌથી સસ્તી પડે છે.
- આ ઉપરાંત ભારત દ્વારા સેટેલાઈટ લોન્ચ કરવું અમેરિકા, ચીન, જાપાન અને યૂરોપ કરતાં લગભગ 66 ગણું સસ્તું પડે છે.
- ત્યાં સુધી કે રશિયા કરતાં પણ ભારત ચાર ગણું સસ્તું પડે છે.
 
PSLV દુનિયાનું સૌથી ભરોસાપાત્ર લોન્ચ વ્હિકલ
 
- પોતાની 39th ઉડાણની સાથે PSLV દુનિયાનું સૌથી ભરોસાપાત્ર લોન્ચ વ્હિકલ બન્યું છે.
- 1993થી લઈને અત્યાર સુધી તેણે 38 ઉડાણોમાં અનેક ભારતીય અને 40થી વધુ વિદેશી સેટેલાઈટ્સ સ્પેસમાં પહોંચાડ્યા છે.
- મિશન માટે સાયન્ટિસ્ટ PSLVના પાવરફૂલ XL વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
- 2008માં મિશન ચંદ્રયાન અને 2014માં મંગળયાન પણ આના દ્વારા જ પૂરા થયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, વિદેશી સેટેલાઈટ્સ લોન્ચ થકી આવકમાં થયો ધરખમ વધારો... ઇસરોએ 2007થી 2016 સુધી કેટલા સેટેલાઈટ્સ કર્યા લોન્ચ? ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલા સેટેલાઈટ્સનું વજન કેટલું?
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ISRO satellite launching technology cheaper than Russia & US
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended