Home »National News »Latest News »National» India S 1st Underwater Wedding At Kovalam Kerala

દેશમાં પહેલીવાર અંડર વોટર મેરેજ: વિદેશી છોકરીને મહારાષ્ટ્રના યુવકે પહેરાવી રિંગ

divyabhaskar.com | Jan 28, 2017, 13:02 PM IST

  • મહારાષ્ટ્રના નિખિલ પવારે અહીંયા ગ્રોવ બીચ પર સ્વોલાકિયાની યુનિકા પોગરાન સાથે અંડર વોટર વેડિંગ કર્યા.
કોવલમ (કેરળ) . અહીં ગુરુવારે સમુદ્ર નીચે એક લગ્ન થયાં હતાં. જે દેશના પહેલા અંડરવૉટર મેરેજ છે. મહારાષ્ટ્રના નિખિલ પવારે સ્લોવેકિયાની 23 વર્ષની યુનિકા સાથે લગ્ન કર્યા હતાં. ખાસ વાત છે કે બંનેએ સમુદ્રમાં 4 મીટર નીચે પાણીમાં લગ્નની વિધિ કરી હતી. લગભગ અડધા કલાક સુધી ચાલેલી વિધિ ખ્રિસ્તી વિધિ પ્રમાણે કરી હતી. દસ લોકો લગ્નના સાક્ષી બન્યા હતા. પાણીમાં ફૂલોની સજાવટ પણ કરાઇ હતી.
 
સમુદ્રના પાણીમાં કર્યું હતું પ્રપોઝ
 
- નિખિલ પવાર કોલાવમમાં ડાઈવિંગ ઈન્સ્ટ્રક્ટર છે. જુલાઈ 2016માં કોવાલમના બીચ પર તેની મુલાકાત યુનિકા સાથે થઈ.
- બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો.  લગ્ન માટે બંનેએ જ્યાં પ્રથમ મુલાકાત થઈ હતી તે જગ્યા પસંદ કરી.
- લગ્નને યાદગાર બનાવવા માટે બંનેએ અંડર વોટર વેડિંગનો નિર્ણય કર્યો.
- નિખિલે યુનિકાને પાણીની અંદર જ પ્રપોઝ કર્યું હતું. ત્યારે તેણે એક પોસ્ટર પર લખ્યું હતું, વિલ યુ મેરી મી.
યાદગાર બનાવવા માંગતા હતા લગ્નનેઃ નિખિલ
- લગ્ન બાદ નિખિલે કહ્યું તેઓ આ ક્ષણને યાદગાર બનાવવા માંગતા હતા.
- નિખિલે કહ્યું, ડાઈવિંગ જ મારું પ્રથમ પેશન છે. આથી મેં અંડર વોટર વેડિંગ કરવાનું વિચાર્યું.
- આ એક સિંપલ રિંગ સેરેમનીવાળા વેડિંગ હતા. પરંકુ કોરલના બેકડ્રોપ અને અંડરવોટર એડવેન્ચરે તેને યાદગાર બનાવી દીધા.
 
40 મિનિટ સુધી ચાલી સેરેમની
 
- આ વેડિંગનું બીડું નિખિલના એમ્પલોયર બોન્ડ સફારીએ ઉઠાવ્યું અને આ સેરેમની આશરે 40 મિનિટ સુધી ચાલી હતી.
- બોન્ડ સફારીના મેનેજિંગ પાર્ટનર જેક્સને જણાવ્યું, ભારતમાં આ પ્રકારના પ્રથમ અંડર વોટર વેડિંગ છે.
- આ સેરેમની માટે અમે પાણીની અંદર થોડું એરેજમેન્ટ કર્યું. જેમકે કોકોનેટ પામ ટ્રી અને ફૂલોની સજાવટ કરી. પરંતુ બાકી બધુ સંપૂર્ણ નેચરલ હતું.
- આ વેડિંગ માટે નિખિલ અને યુનિકાએ બે દિવસની ટ્રેનિંગ લીધી હતી. વેડિંગ બાદ મહેમાનો માટે કિનારા પર એક પાર્ટી પણ રાખવામાં આવી. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: India s 1st underwater wedding at kovalam kerala
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext