Home »National News »Latest News »National» Independent Thinking And Freedom Of Expression In Denger Said Manmohan Sinh

સ્વતંત્ર વિચારધારા, અભિવ્યક્તિની આઝાદી ખતરામાં : મનમોહન સિંહ

Agency, Kolkata | Jan 21, 2017, 01:23 AM IST

  • સ્વતંત્ર વિચારધારા, અભિવ્યક્તિની આઝાદી ખતરામાં : મનમોહન સિંહ,  national news in gujarati
કોલકાતા:પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે નિશાન તાકતાં શુક્રવારે કહ્યું કે યુનિવર્સિટીઓમાં સ્વતંત્ર વિચારધારા અને અભિવ્યક્તિની આઝાદી ખતરામાં છે. મનમોહને  જેએનયુ તથા હૈદરાબાદ યુનિવર્સિટીની તાજેતરની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરતા આમ જણાવ્યું હતું.
 
તેમણે કહ્યું કે શાંતિપૂર્ણ અસહમતિનો અવાજ દબાતાં કંઇક શીખવાના માર્ગમાં અવરોધ ઊભો થાય છે અને આ બિનલોકશાહી પણ છે. કોલકાતાની પ્રેસિડેન્સિ યુનિવર્સિટીના 200 વર્ષ પૂરા થવા પ્રસંગે આયોજીત સમારોહને સંબોધતાં મનમોહને કહ્યું, ‘સાચો રાષ્ટ્રવાદ ત્યાં જોવા મળે છે જ્યાં વિદ્યાર્થીઓ, નાગરિકોને વિચારવા અને મુક્ત મને બોલવા પ્રોત્સાહિત કરાય છે.

 તેમને દબાવાતા નથી. માત્ર રચનાત્મક સંવાદથી આવું થઇ શકે. તેના થકી જ આપણે સાચા અર્થમાં મજબૂત લોકશાહીનું નિર્માણ કરી શકીએ.’
પૂર્વ વડાપ્રધાને હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાના આપઘાત કેસનો પણ આડકતરી રીતે ઉલ્લેખ કરતા કહ્યું કે શિક્ષણ સંસ્થાઓમાં નિમણૂકોમાં રાજકીય હસ્તક્ષેપ યોગ્ય નથી.
 
વ્યાજદરો ઘટાડવાની જરૂર : રાષ્ટ્રપતિ
 
અર્થતંત્રની મજબૂતી અને મોંઘવારી ઉપર અંકુશ લાવવાના આશયથી રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ધિરાણના વ્યાજદરો ઓછા રાખવાની જરૂરિયાત ઉપર ભાર આપ્યો છે. જેથી કરીને સંભવિત રોકાણકારોને માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં પરંતુ આખા દેશમાં રોકાણ કરવા માટે આકર્ષી શકાય. રાષ્ટ્રપતિ અહીં શુક્રવારે પશ્ચિમ બંગાળના વૈશ્વિક વેપાર સંમેલનમાં ઉદઘાટન પ્રસંગે પ્રવચન આપી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નક્કર નાણાકીય સંચાલનથી ચાલુ ખાતાની ખાધ ઘટી છે. 2008માં વૈશ્વિક નાણાકીય કટોકટી છતાંય સ્થાનિક અર્થતંત્ર એક દાયકાથી સતત વિસ્તરી રહ્યું છે. તેના કારણે માત્ર ચાલુ ખાતાની ખાધ જ નહીં પરંતુ રાજકોષીય ખાધમાં પણ ઘટાડો થયો છે.
 
મમતાએ નોટબંધીનો મુદ્દો ઉઠાવ્યો

પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજીએ રોકાણકારોને રાજ્યમાં રોકાણ કરવાનું આહવાન કરતાં કહ્યું હતું કે નોટબંધીના કારણે થોડી તકલીફ પડી રહી છે. તેમણે જણાવ્યું હતું કે નોટબંધીને કારણે કેટલાક નાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પોતાના કર્મચારીઓને પગાર નથી ચૂકવી શકતા. અમે રોકાણકારોને અમારે ત્યાં રોકાણ કરવા માટેનું આમંત્રણ આપીએ છીએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Independent thinking and freedom of expression in Denger said Manmohan sinh
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended