Home »National News »Latest News »National» Income Tax Dept Seized Worth 162 Cr Rs. Property Of Karnataka Minister

કર્ણાટક: મંત્રી અને મહિલા કોંગ્રેસ ચીફના ઘરે દરોડો, 162 Cr.ની સંપત્તિ જપ્ત

divyabhaskar.com | Jan 24, 2017, 10:16 AM IST

  • બંને નેતાઓના ઘરે પડેલા દરોડામાં 162 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી. (પ્રતીકાત્મક)
બેંગલોર: ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કર્ણાટકના એક મંત્રી અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખના ઘરે દરોડો પાડીને 162 કરોડ રૂપિયાથી પણ વધુની બિનજાહેર સંપત્તિ જપ્ત કરી છે. દરોડા દરમિયાન 41 લાખ રૂપિયા રોકડ ઉપરાંત 12 કિલો સોનુ અને દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે.
 
અધિકારીઓને ગયા અઠવાડિયે મળી હતી બેનામી સંપત્તિની જાણકારી
 
- અધિકારીઓએ જણાવ્યું કે તેમને ગયા અઠવાડિયે મંત્રી રમેશ એમ. જારકીહોલી અને મહિલા કોંગ્રેસ પ્રમુખ લક્ષ્મી આર હેબ્બાલકરના ગોકાક અને બેલગામ સ્થિત ઘરોમાં બેનામી સંપત્તિની જાણકારી મળી હતી.
- દરોડા દરમિયાન ઘણી બેનામી સંપત્તિઓ અને બિનદસ્તાવેજી રોકાણો વિશે જાણકારી મળી છે.
- જારકીહોલી જણાવે છે કે, “મેં કશું ખોટું નથી કર્યું. આ મારા વિરુદ્ધ રાજનૈતિક કાવતરું છે.”
- તેમણે એમ પણ કહ્યું કે, “ઇન્કમ ટેક્સ અધિકારી બેલાગાવીમાં મારી પાસે આવ્યા અને અમે તેમને સહકાર આપ્યો. ભવિષ્યમાં પણ અમે તેમની બધી કાર્યવાહીઓમાં તેમને સહકાર આપીશું.”
- લક્ષ્મી હેબ્બાલકરનો સંપર્ક કરી શકાયો નથી.
 
શું બોલ્યા અધિકારીઓ?
 
- ‘દરોડામાં 162.06 કરોડ રૂપિયાની બિનજાહેર સંપત્તિ અને 41 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે.’
- ‘આ ઉપરાંત, 12.8 કિલો સોનુ અને દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે.’
- અધિકારીઓએ એમ પણ જણાવ્યું કે એવા લોકો જેમની આવક અને રોકાણો વધુ છે અને જેઓ ટેક્સ નથી ભરતા તે તમામ લોકો તપાસના પરિપ્રેક્ષ્યમાં આવે છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Income tax dept seized worth 162 cr Rs. property of Karnataka minister
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext