Home »National News »Latest News »National» In Just 2 Minutes Court Gives Decision On Sasikala

2 મિનિટમાં શશિકલા પર જજોએ સંભળાવ્યો ફેંસલો, વાંચો કોર્ટ રૂમની હલચલ

divyabhaskar.com | Feb 14, 2017, 12:35 PM IST

  • શશિકલા પર શું ફેંસલો આવશે તે જાણવા અનેક લોકો તામિલનાડુથી આવ્યા હતા. ફાઈલ
નવી દિલ્હી. સુપ્રીમ કોર્ટે AIADMKની મહાસચિવ વીકે શશિકલાને આવકથી વધારે સંપત્તિના મુદ્દે દોષી જાહેર કરી ચાર વર્ષની સજા અને 10 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટના આ ફેંસલાથી શશિકલાનું તામિલનાડુના મુખ્યમંત્રી બનવાનું સપનું રોળાઈ ગયું છે. ઉપરાંત તે 10 વર્ષ સુધી કોઈ પણ ચૂંટણી નહીં લડી શકે. કોર્ટ રૂમમાં જજોએ માત્ર 2 મિનિટમાં જ શશિકલા પર ફેંસલો સંભળાવ્યો હતો.
 
2 મિનિટમાં સંભળાવ્યો ફેંસલો
 
1. સુપ્રીમ કોર્ટનો રૂમ નંબર 6 મંગળવારે સવારે 9.30 વાગ્યે ખૂલ્યો. જજની મંજૂરીથી 10.30 વાગે કેસની સુનાવણી શરૂ થઈ.
2. પ્રથમ નજરમાં કોર્ટની અંદરનો માહોલ મદ્રાસ હાઈકોર્ટ જેવો હતો. કારણકે મોટાભાગના વકીલ તામિલનાડુના હતા. ઉપરાંત ફેંસલો સાંભળવા આવેલા ઘણા લોકો તામિલનાડુના હતા.
3.સુનાવણીના સમયે અરજદાર સુબ્રમણ્યમ સ્વામી અને કર્ણાટકના વકીલ દુષ્યંત દવે આગળની હરોળમાં બેઠા હતા.
4.આશરે 10.25 વાગે કોર્ટના કર્મચારીઓ રૂમમાં દાખલ થયા. તેમની પાસે ફેંસલાની કોપી એક સીલ બંધ પેકેટમાં હતી.
5.સવારે 10.32 વાગે બે જજ રૂમમાં દાખલ થાય છે.
6. જજ આવતાં જ કોર્ટ માસ્ટર્સ સીલ બંધ ફેંસલાની કોપી ખોલે છે.
7. જસ્ટિસ પિંકી ચંદ્રા કહે છે, આ એક ખૂબ મોટો ફેંસલો છે.
8. જે બાદ જસ્ટિસ પિંકી ચંદ્રા અને ન્યાયાધીશ અમિતાવ રોય પરસ્પર કઈંક વાત કરે છે.
9.જસ્ટિસ પિંકી ચંદ્રા ઘોષ કહે છે, અમે નીચલી કોર્ટના ફેંસલાને યથાવત્ રાખીએ છીએ. અમે આ મુદ્દે આરોપી રહેલી જયલલિતાનો કેસ ખતમ કરીએ છીએ. ઉપરાંત આ મુદ્દે બીજા, ત્રીજા અને ચોથા આરોપીને દોષી જાહેર કરીએ છીએ. આ તમામ તાત્કાલિક સરેન્ડર કરે. ઉલ્લેખનીય છે કે આ ત્રણ દોષીતોમાં વી.એન. સુધારન, ઈલાવરસી અને શશિકલા છે.
10.જે બાદ કોર્ટ રૂમમાં બેઠેલા મીડિયા પર્સન્સ ત્યાંથી ઉભા થઈને સમાચાર ફ્લેશ કરવા બહાર જતાં રહે છે. આ દરમિયાન વરિષ્ઠ વકીલ દુષ્યંત દવે જજોને ધન્યવાદ આપે છે. તેની સાથે જ કોર્ટની સુનાવણી ખતમ થઈ જાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: In just 2 minutes court gives decision on sasikala
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended