Home »National News »Latest News »National» Now AAP LOGO Maker Says Don’T Use My LOGO

AAPના વોલેન્ટિયરે કહ્યું, મારો બનાવેલ LOGO નો ઉપયોગ ન કરે પાર્ટી

divyabhaskar.com | Apr 08, 2015, 14:10 PM IST

નવી દિલ્હી:પહેલાં વાદળી રંગની વેગન આર કાર, દાનની રકમ, અને હવે લોગો પાછો કરવાની માગ.આપનો સપોર્ટ સતત કથળી રહ્યો છે.પાર્ટીનો લોગો ડિઝાઇન કરનાર સુનીલ લાલે  અરવિંદ કેજરીવાલને પત્ર લખીને લોગોનો ઉપયોગ તાકીદ બંધ કરવાની માગ કરી છે. તેમણે કેજરીવાલને સવાલ કર્યો હતો કે,‘ એવી તો કઇ મજબૂરી છે દેશ સામે કે એક જ વ્યક્તિની મરજી મુજબનું સ્વરાજ લાગુ કરવામાં આવે?
 
 સુનીલે 13 જુલાઇ 2013ના રોજ અરવિંદ કેજરીવાલ" rel="કેજરીવાલ" target="_blank">અરવિંદ કેજરીવાલને પાર્ટીનો લોગો ડિઝાઇન કરીને આપ્યો હતો પણ હવે તેમનું કહેવું છે કે તેનો ઇન્ટલેક્ચ્યુલ  પ્રોપર્ટી રાઇટ તેમણે પાર્ટીને ટ્રાન્સફર નથી કર્યા.તેમણે કેજરીવાલને લખ્યું હતું કે, મેં જે લોગો ડિઝાઇન કર્યો છે તેની સાથે અમારી શુભ ભાવનાઓ જોડાયેલી છે.
 
હું તેના બેકડ્રોપમાં બેસીને  તમારા રંગ-બેરંગી પ્રવક્તાઓને વિભિન્ન પ્રકારે દૂષિત રાજકારણ  રમતા ના જોઇ શકું.મહાત્મા ગાંધીના સ્વરાજનું સ્વપ્ન દેખાડીને તમે વોટ તો લઇ શકો છો, પણ તેને લાગુ નથી કરી શકતા.જો બિનલોકશાહી રીતે તમારી બ્રાન્ડનું સ્વરાજ મળી જાય તો પણ તે શું કામનુંω આ મુદ્દે ‘આપ’ નેતા આશુતોષને પૂછવામાં આવતા તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે, દાનમાં અપાયેલી વસ્તુઓ પાછી નથી લેવાતી.
 
- એક જ વ્યક્તિની મુનસફી પર સ્વરાજ ના ચાલે

આપના પૈસાથી જ આપ ઠેકાણે લગી જશે: સુનિલ

 
સુનીલ ફેસબુક પર લખ્યું હતું કે, વોલ્યન્ટર ભાઈઓ! તમારો સદુપયોગ સત્તા મેળવવા માટે થઇ ચૂક્યો છે.ખબરદાર જો હવે આગળ આવ્યા છો તો! હવે આપના પૈસાથી જ બોલાવાયેલા આપ બ્રાન્ડના પ્રાઇવેટ ગુંડાઓથી આપને જ ઠેકાણે લગાવાશે.
 
આગળ વાંચો શું લખ્યું છે સુનીલે પોતાના પત્રમાં
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Now AAP LOGO maker says don’t use my LOGO
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended