Home »National News »Latest News »National» Will EMI Decrease? Major Updates And Happenings Of 8 Feb

હોમલોનનો EMI ઘટશે? RBI જાહેર કરશે નીતિ, આ સમાચારો પર રહેશે નજર

divyabhaskar.com | Feb 08, 2017, 08:38 AM IST

  • ચેન્નાઈમાં ઓ. પન્નીરસેલ્વમના નિવાસસ્થાન બહાર ચાંપતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી
નેશનલ ડેસ્ક: બુધવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા દ્વિ-માસિક આર્થિક નીતિ જાહેર કરવામા આવશે. જેની ઉપર બજાર તથા જનતાની મીટ મંડાયેલી છે. ઉપરાંત AIADMKના આંતરિક વિખવાદમાં રાજ્યપાલ શું નિર્ણય લે છે, તેની ઉપર બુધવારે નજર રહેશે. 

હોમ લોન્સમાં રાહત મળશે કે કેમ? 

મુંબઈ: બુધવારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા દ્વિ-માસિક આર્થિક નીતિ જાહેર કરવામાં આવશે. જેમાં હોમ લોન્સમાં સામાન્ય જનતાને લાભ થશે કે કેમ તેના ઉપર નજર રહેશે. ડિમોનિટાઈઝેશન પછી આ બીજી દ્વિ-માસિક આર્થિક નીતિ છે. ગત વખતે ડિમોનિટાઈઝેશન ચાલુ હોવાથી રિઝર્વ બેન્ક દ્વારા કોઈ રાહત આપવામાં આવી ન હતી.જોકે, હવે આપવામાં આવશે તેવી જનતાને આશા છે.
 
AIADMKનું કોકડું ઉકેલાશે?

ચેન્નાઈ/મુંબઈ: મંગળવારે તામિલનાડુના રાજકારણનું કોકડું ગૂંચવાયું હતું. પન્નીરસેલ્વમે AIADMK પર કબ્જો જમાવવા માંગતા શશિકલા સામે ખુલ્લો બળવો પોકાર્યો છે. સામે પક્ષે શશિકલાએ તેમને પાર્ટીના ખજાનચીપદેથી હટાવી દીધા છે અને તેમની ઉપર ડીએમકે સાથે ભળેલા હોવાનો આરોપ મૂક્યો. સમગ્ર વિવાદમા રાજ્યપાલ વિદ્યાધરરાવ કેવું વલણ અખત્યાર કરે છે તેની ઉપર પણ નજર રહેશે. તેઓ હાલ મુંબઈમાં છે.  

મોદી આજે ગાઝિયાબાદમાં જાહેરસભા સંબોધશે 

ગાઝિયાબાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાઝિયાબાદમાં ચૂંટણી જાહેરસભાને સંબોધશે.
મંગળવારે લોકસભામાં કોંગ્રેસ સામે પૂરબહાર ખીલ્યા હતા, ત્યારે ફરી એક વખત વિપક્ષ પર ચાબખાં મારશે. ગાઝિયાબાદની બેઠક પરથી કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહના પુત્ર પંકજ ચૂંટણી મેદાનમાં છે. પરિવારવાદનો આરોપ ન લાગે એટલે રાજનાથસિંહે તેમના પુત્ર માટે પ્રચાર નહીં કરવાની વાત કરી છે. જોકે, ભાજપના અધ્યક્ષ અમિત શાહ ગાઝિયાબાદમાં ચૂંટણીસભા કરી ચૂક્યા છે અને હવે નરેન્દ્ર મોદી કરવાના છે. 

સંસદમાં આજે ફરી હોબાળો?

નવી દિલ્હી: બુધવારે ટીએમસીએ તેના સાંસદોને ગાંધીજીની પ્રતિમા પાસે દેખાવો કરવા નિર્દેશ આપ્યા છે. ભાજપ તથા કોંગ્રેસે તેમના રાજ્યસભાના સાંસદોને ગૃહની કાર્યવાહી દરમિયાન હાજર રહેવા નિર્દેશ આપ્યા છે. જેના પગલે તડાફડી બોલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.  
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Will EMI decrease? Major updates and happenings of 8 Feb
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended