Home »National News »Latest News »National» Will Shashikala Become CM Of Tamil Nadu, New To Watch

તામિલનાડુના CM બનશે શશિકલા? આ સમાચારો પર રહેશે નજર

divyabhaskar.com | Feb 07, 2017, 09:47 AM IST

  • તામિલનાડુના CM બનશે શશિકલા? આ સમાચારો પર રહેશે નજર,  national news in gujarati
નેશનલ ડેસ્ક:તામિલનાડુના મુખ્યપ્રધાન ઓ. પન્નીરસેલ્વમે તેમના પદ પરથી રાજીનામું આપી AIADMKના મહાસચિવ શશિકલા માટે માર્ગ પ્રશસ્ત કર્યો છે. ત્યારે સવાલ એ છે કે, રાજ્યપાલ તેમને શપથ લેવડાવશે? દિવસ દરમિયાન આ સમાચારો પર રહેશે નજર. 

રાષ્ટ્રપતિના ભાષણ પર વડાપ્રધાન આપશે જવાબ 

નવી દિલ્હી:રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના બજેટ ભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જવાબ આપે તેવી શક્યતા છે. ઉપરાંત વિપક્ષ દ્વારા ફરી એક વખત સાંસદ ઈ. અહેમદના પરિવારજનો સાથેના કથિત ગેરવર્તાવ અંગે નિવેદન આપશે. 

તામિલનાડુના મુખ્યપ્રધાન બનશે શશિકલા?

ચેન્નાઈ:AIADMKના મહાસચિવ શશિકલાને પાર્ટીના ધારાસભ્યોએ તેમના નેતા તરીકે રજૂ કર્યાં છે. પરંતુ રાજ્યપાલ વિદ્યાસાગર રાવ તેમને મુખ્યપ્રધાનપદના શપથ લેવડાવશે કે કેમ? તે સવાલ છે. રાજ્યપાલે શપથ માટે સમય નથી આપ્યો. શશિકલા પર આવક કરતા વધુ સંપત્તિનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યપાલ દ્વારા કાયદાકીય સલાહ લેવામાં આવી રહી છે.  

શશિકલાની શપથવિધિ સામે PIL પર સુપ્રીમમાં સુનાવણી 

નવી દિલ્હી: AIDAMKના સુપ્રીમો શશિકલાને તામિલનાડુના મુખ્યપ્રધાનપદના શપથ લેવડાવવા સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. જેની ઉપર મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.  
 
મુંબઈમાં હાર્દિક પટેલનું સન્માન

મુંબઈ: શહેરમાં વસતા પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલનું સન્માન કરવામાં આવશે. મલ્લાડ, કાંદીવલી, બોરીવલી તથા દહિંસરમાં બેઠકો યોજવામાં આવશે. ઉપરાંત તે માતોશ્રી જવાનો છે. જ્યાં બાલાસાહેબ ઠાકરેની પ્રતિમાને હારતોરા કરવાનો છે. એવી પણ શક્યતા છે કે તે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરે. હાર્દિકના આંદોલનનું કારણ આગળ કરીને શિવસેના અનેક વખત મોદીના ગુજરાત મોડલ પર સવાલ ઉઠાવી ચૂકી છે. 
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Will Shashikala become CM of Tamil Nadu, New to watch
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended