Home »National News »Latest News »National» IIT Guwahati Students Accused Of Sexually Assaulting Girls In Hostel

IIT-ગુવાહાટીમાં છોકરીઓની જાતીય સતામણીનો આરોપ, 2 સ્ટુડન્ટની ધરપકડ

divyabhaskar.com | Feb 09, 2017, 14:23 PM IST

  • IIT ગુવાહાટી
ગુવાહાટીઃઆઈઆઈટી-ગુવાહાટીમાં બે સ્ટુડન્ટ્સને 3 છોકરીઓની જાતીય સતામણી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય છોકરીઓ ઈન્સ્ટિટ્યૂટની હોવાનું અને 3 ફેબ્રુઆરીની રાત્રે આઈઆઈટીની બોયઝ હોસ્ટેલમાં તેમની જાતીય સતામણી કરી હોવાનું કહેવામાં આવ્યું છે.
 
કેમ્પસમાં હતી કલ્ચરલ ઈવેન્ટ
 
- ઘટનાની રાતે આઈઆઈટી-ગુવાહાટી કેમ્પસમાં અલ્ચેરિંગા કલ્ચરલ ફેસ્ટિવલ ઉજવવામાં આવી રહ્યો હતો.
- છોકરીઓએ કહ્યું કે તેઓ ફેસ્ટિવલ જોવા ગઈ હતી. તેમણે સ્ટુડન્ટ્સ પાસે હોસ્ટેલમાં રાતભર રહેવા માટે મદદ માંગી હતી.
- હોસ્ટેલમાં પહોંચ્યા બાદ બીટેકના બે સ્ટુડન્ટ્સે તેમને નશીલું પીણું પીવરાવ્યું, બાદમાં તેમની જાતીય સતામણી કરી.
- સ્ટુડન્ટ્સને જાણતી હોવાનું છોકરીઓનું કહેવું છે.
- પોલીસ મુજબ, છોકરીઓએ આ અંગે મંગળવારે કેસ દાખલ કરાવ્યો હતો.
 
બેભાન અવસ્થામાં મળી હતી છોકરીઓ
 
- આઈઆઈટીના એક પ્રવક્તાએ કહ્યું કે, સિક્યુરિટી ગાર્ડે બીજા દિવસે સવારે છોકરીઓને બેભાન અવસ્થામાં મળી હતી.
- જે બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી.
- પોલીસે જણાવ્યું કે, આરોપી સ્ટુડન્ટ્સની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
- ધરપકડ બાદ જરૂરી પૂરાવા એકત્ર કરવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
- આઈઆઈટીના પ્રવક્તાએ કહ્યું કે, સ્ટુડન્ટ્સ સામે એકશન લેવા માટે પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: IIT Guwahati Students Accused Of Sexually Assaulting Girls In Hostel
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext