Home »National News »Latest News »National» What If Pakistan Remains Adamant Even After The ICJ Ruling

જાધવ કેસઃ પાકિસ્તાને નકાર્યો ICJનો ચુકાદો, ભારત શું ઘડશે વ્યૂહરચના?

divyabhaskar.com | May 19, 2017, 09:50 AM IST

  • જાધવ કેસમાં ભારત તરફી ICJએ ચુકાદો આપતા પાકિસ્તાને તેને માનવાનો ઇન્કાર કરી દીધો છે.
નવી દિલ્હી. કુલભૂષણ જાધવ કેસમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)નો ચુકાદો ભારતના પક્ષમાં આવી ચૂક્યો છે. કોર્ટે કહ્યું છે કે ભારતની જાધવ સુધી ડિપ્લોમેટ પહોંચની માંગ પૂરી કરવી જોઈએ. સાથોસાથ કોર્ટે મામલામાં અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી જાધવની ફાંસી પર રોક પણ લગાવી દીધી છે. હવે પાકિસ્તાને ICJના ચુકાદાને માનવાનો ઇન્કાર કરી દીધો છે. પાકિસ્તાને કહ્યું છે કે તે ICJના અધિકાર ક્ષેત્રને નથી માનતું. પાકિસ્તાનની જીદ બાદ હવે ભારતની વ્યૂહરચના શું રહેશે? 
પાકિસ્તાને કહ્યું- નથી મંજૂર ઈન્ટરનેશનલ કોર્ટનો ફેંસલો

- ICJ દ્વારા કુલભૂષણ મુદ્દે ભારતની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
- જેમાં તેના પ્રવક્તાએ કહ્યું કે, ઈન્ટરનેશનલ કોર્ટનો ફેંસલો મંજૂર નથી. આ મામલો આઇસીજેની બહાર છે. જાધવ સામે નક્કર પુરાવા રજૂ કરવામાં આવશે. 
 
ભારત UN સુરક્ષા પરિષદના ખખડાવી શકે છે દરવાજા
 
- પાકિસ્તાન કોર્ટના ચુકાદાને માનવાનો ઇન્કાર કરતા પોતાનું જીદ્દી વલણ પર કાયમ રાખતા ભારતની પાસે સુરક્ષા પરિષદમાં જવાનો રસ્તો છે.
- સંયુક્ત રાષ્ટ્ર (UN)ના અધિકારપત્ર (જેને તેનું બંધારણ માનવામાં આવે છે) તે મુજબ, UNના દરેક સભ્ય ICJના ચુકાદા માટે પ્રતિબદ્ધ છે.
- જો કોઈ સભ્ય દેશ આવું નથી કરતો તો બીજો પક્ષ  રજૂ કરનારો દેશ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની મદદ લઈ શકે છે.  
 
પાકિસ્તાન સામે પ્રતિબંધ લાદવાની ભારત કરી શકે છે માંગ
 
- એક્સપર્ટ્સ મુજબ, જોકે ઈન્ટરનેશનલ કોર્ટનો ચુકાદો જે-તે કોર્ટના ચુકાદાઓની જેમ અનિવાર્ય રીતે લાગુ નથી કરી શકાતો.
- ઇન્ટરનેશનલ કોર્ટનો ચુકાદો માત્ર ત્યાં સુધી જ માન્ય હોય છે જ્યાં સુધી ચુકાદા સાથે જોડાયેલા દેશ તે ચુકાદાનું પાલન કરવા માંગે.
- એવામાં જો પાકિસ્તાન આ ચુકાદાનું પાલન નથી કરતું તો સુરક્ષા પરિષદમાં જઈને ભારત પોતાના પડોશી દેશ પર પ્રતિબંધની માંગ કરી શકે છે.  
 
પાકિસ્તાનની ચાલ જોઈ ભારત ઘડશે વ્યૂહરચના
 
- આ ઉપરાંત ભારત પોતાના અધિકાર ક્ષેત્ર હેઠળ પણ પગલા ઉઠાવી શકે છે. જો પાકિસ્તનની સાથે રાજદ્વારીય સંબંધો પર પુનઃવિચાર કરી શકે છે.
- હવે જોવાનું રહેશે કે પાકિસ્તાન ICJના ચુકાદાની શું પ્રતિક્રિયા આપે છે.
- ઉલ્લેખનીય છે કે, જાસૂસીના ખોટા આરોપોમાં પાકિસ્તાનની આર્મી કોર્ટમાં જેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તે કુલભૂષણ જાધવ સુધી ડિપ્લોમેટ પહોંચની ભારતની માંગને પાકિસ્તાન સતત નકારતું આવ્યું છે.
- હવે કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાનનું આગામી પગલું શું હશે તેના આધારે ભારત પોતાની આગામી વ્યૂહરચના ઘડી શકશે.
 
પ્રશ્ન જવાબથી સમજો
 
આનાથી પાકિસ્તાન પર શું અસર પડશે?
આંતરરાષ્ટ્રીયમંચ પર પરાજયની અસર પાક.ની સ્થાનિક રાજનીતિમાં દેખાશે. સરકાર-સૈન્ય વચ્ચે તકરાર વધશે. એલઓસી પર ઘૂસણખોરી-ગોળીબાર અને કાશ્મીરમાં તોફાનો વધી શકે છે.
 
પાક.નું હવે પછીનું પગલું શું હોઈ શકે?
તેયુએન સુરક્ષા પરિષદમાં જઈ શકે. તેને ચીનના સમર્થનની આશા રહેશે. પણ ચીન નહીં ઈચ્છે કે તેની છબી આતંકીઓની મદદ કરનારી બને. આવામાં તે તટસ્થ રહી શકે છે.
 
શું જાધવને કાઉન્સિલરની મદદ મળશે?
પાક.પોતાનીભૂલ છુપાવવા આઈસીજેમાં ખોટા પુરાવા રજૂ કરી શકે છે. જાધવને કાઉન્સિલર મદદ પહોંચાડવામાં આનાકાની કરી શકે છે.પણ તેણે કાઉન્સિલર પહોંચ આપવાની તો છે જ. જોવાનું છે કે ક્યારે કરશે.
 
તો ભારત માટે આગળનો માર્ગ શું હોઈ શકે?
માર્ગમુશ્કેલ છે. કાઉન્સિલર પહોંચ પાકિસ્તાને આપવાની છે. તે ક્યારે આમ કરશે, શું તે સુરક્ષા પરિષદમાં જશે તે હાલમાં ભવિષ્યની વાત છે. આવી સ્થિતિમાં ભારતે સતત દબાણ વધારવા ઉપરાંત સરહદો પણ મજબૂત કરવી પડશે.
 
ભારતની ભાવિ રણનીતિ શું હોઈ શકે છે?
કાઉન્સિલરપહોંચ માટે પાક. પર સતત દબાણ લાવવું પડશે. જો તે કોર્ટની વાત માને તો ફરી આઈસીજે જવું પડશે. કહેવું પડશે કે પાક. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે ઉદાસિન છે. સુરક્ષા પરિષદમાં પાક.નો સામનો કરવાની તૈયારી રાખવી પડશે.
 
(સંતોષ ઠાકુર સાથે ભૂતપૂર્વ રાજદૂત જી. પાર્થસારથી, રાજીવ ડોગરા અને ભૂતપૂર્વ હાઈ કમિશનર એન.એન. ઝાની વાતચીતના આધારે)
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What if Pakistan remains adamant even after the ICJ ruling
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended