Home »National News »Latest News »National» If Cycle Symbol Seize Mulayam May Be Get His Old Party Symbol

મહામહેનતે પાર્ટી ઊભી કરી છે, તૂટવા નહીં દઉં, ગળગળા થયા મુલાયમ

divyabhaskar.com | Jan 11, 2017, 16:21 PM IST

  • સૂત્રોનું કહેવું છે કે અમર સિંહે લોકદળના અધ્યક્ષ સાથે સિમ્બોલ અંગે લાંબી ચર્ચા કરી છે. ફાઈલ
લખનઉ. બુધવારે સપાના નેતા મુલાયમસિંહ યાદવ લખનઉમાં પાર્ટી મુખ્યાલય પહોંચ્યા હતા. અહીં તેમણે કાર્યકરો સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે, ગમે તે થાય પાર્ટીને તૂટવા દેવામાં નહીં આવે.  બીજી બાજુ, સપામાં સાઇકલ સિમ્બોલ અંગે વિવાદ ચાલે છે.  આ દરમિયાન એવા સમાચાર આવીર રહ્યા છે કે જો પાર્ટીનું સિમ્બોલ સીઝ થશે તો મુલાયમ સિંહને વર્ષો જૂની પોતાના પાર્ટી લોકદળનો ‘હળ જોડતો ખેડૂત’નો સિમ્બોલ મળી શકે છે. આ અંગેની તૈયારી થઈ ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, લોકદળના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ સિંહ સાથે આ અંગે અનેકવાર વાતચીત થઈ ચૂકી છે.
જે હતું તે બધુંય આપ્યું, છતાં શાનો અસંતોષ ?

- બુધવારે મુલાયમસિંહ પાર્ટી મુખ્યાલય પહોંચ્યા, ત્યારે તેમના ભાઈ શિવપાલ યાદવ પણ તેમની સાથે હતા. 
- મુલાયમસિંહે કહ્યું, "મારી પાસે જે હતું, તે બધુંય અખિલેશને આપ્યું, હવે શાનો અસંતોષ છે?"
- "પાર્ટી તૂટે નહીં તે માટે શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ માટે હું દિલ્હી પણ ગયો હતો."
- "તમને ચિંતા થવી સ્વાભાવિક છે. કારણ કે, સમાજવાદી પાર્ટી એ સંઘર્ષમાંથી બનેલી પાર્ટી છે. મને તમારી ઉપર, પાર્ટીના કાર્યકર્તાઓ પર પૂર્ણ વિશ્વાસ છે."
- "મારી પાસે જે હતું તે બધુંય આપી દીધું. બહુ હાલાકીઓ ભોગવીને પાર્ટીને ઊભી કરીછે. અખિલેશને મુખ્યપ્રધાન બનાવ્યો. હવે મારી પાસે શું છે? તમે છો. રામગોપાલ યાદવ  પાર્ટીમાં વિભાજન ઈચ્છે છે."
- "ત્રણ વખત તેઓ બીજી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને મળ્યા હતા. હું એ વાત જાણું છું."
- "અમે અલગ પાર્ટી નથી બદલી રહ્યાં કે ચૂંટણી ચિહ્ન બદલાશે નહીં. તેઓ (અખિલેશ જૂથ) બીજી પાર્ટી બનાવી રહ્યું છે."
- "મેં એ (અખિલેશ) જૂથને કહ્યું કે વિવાદમાં ન પડો. હું પાર્ટીમાં એકતા ઈચ્છું છું."
- મુલાયમસિંહે તેમના ભાઈ શિવપાલની પણ પ્રશાંસા કરી હતી. જેમનો અખિલેશ યાદવ સાથે વિવાદ ચાલી રહ્યો છે. 
 
ડિમ્પલ યાદવ અને પ્રિયંકા વાડ્રાએ સંભાળી ગઠબંધનની કમાન
 
- સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન માટે સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવના પત્ની તથા સાંસદ ડિમ્પલ યાદવ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
- તેમણે દિલ્હીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે ભૂમિકા માટે તૈયાર પ્રિયંકા વાડ્રા સાથે લાંબી વાત કરી હતી. 
- ડિમ્પલ યાદવ અને પ્રિયંકા વાડ્રાની વાતચીત બાદ આ બંને પક્ષો ગઠબંધન કરે તેવી શક્યતા વધી ગઈ છે.
- ઉલ્લેખનીય છે કે અખિલેશ યાદવ યુપી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સાથે ગઠબંધન કરવા ઈચ્છુક છે અને તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યા બાદ 300થી વધારે સીટો જીતવાની ઈચ્છા રાખે છે.
 
અમર સિંહે કરાવી લોકદળ સાથે વાત
 
- સૂત્રોના જણાવ્યા મુજબ અમર સિંહે લોકદળના અધ્યક્ષ સુનીલ સિંહ સાથે લાંબી ચર્ચા કરી છે.
- મુલાયમ સિમ્બોલ સીઝ થયા બાદ પોતાના જૂના પક્ષના નિશાનથી ચૂંટણી મેદાનમાં ઉતરવા તૈયાર છે. તેમના રાજકીય જીવનની શરૂઆત લોકદળથી થઈ હતી.
- મુલાયમ 1982માં લોકદળના અધ્યક્ષ બનાવાયા હતા. તેઓ ખુદને લોકદળના સંસ્થાપર ચૌધરી ચરણ સિંહના અસલી વારસ પણ બતાવી ચૂક્યા છે.
- 1985માં મુલાયમે યુપીમાં લોકદળની 85 સીટો પર જીત અપાવી હતી. જે બાદ તેમને વિપક્ષના નેતા બનાવાયા હતા.
- અમર સિંહની સાથે શિવપાલ પણ સુનીલ સિંહના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અનેક તબક્કામાં વાતચીત થઈ ચૂકી છે. હવે આખરી નિર્ણય મુલાયમે લેવાનો છે.
 
મંગળવારે થયેલી બેઠકમાં ન આવ્યું કોઈ પરિણામ
 
- સપામાં વિવાદ વચ્ચે મંગળવારે અખિલેશ યાદવ મુલાયમ સિંહને મળવા તેમના ઘેર પહોંચ્યા, પરંતુ દોઢ કલાકની વાતચીત બાદ પણ કોઈ પરિણામ ન આવ્યું.
- મુલાયમે રાષ્ટ્રીય અધ્યક્ષ બની રહેવાનો, ચૂંટણી પંચમાંથી સિમ્બોલ દાવેદારી પરત લેવાનો, રામગોપાલને પાર્ટીમાંથી બહાર કરવાના મુદ્દા ઉઠાવ્યા.
- અખિલેશે પણ અમર સિંહને પાર્ટીમાંથી નીકાળવાનો અને ચૂંટણીમાં ખુદને પાર્ટીના ચહેરા તરીકે પ્રોજેક્ટ કરવા પર ભાર મૂક્યો.
- આ પહેલાં બંને જૂથો વચ્ચે 31 ડિસેમ્બર બાદ અત્યાર સુધીમાં સમાધાનની 7 કોશિશ થઈ ચૂકી છે પરંતુ કોઈ પરિણામ આવ્યું નહોતું. આ 8મો પ્રયત્ન હતો.
 
ક્યા મુદ્દા પર અડગ બંને
 
#મુલાયમે અખિલેશ સામે ઉઠાવ્યાં આ 4 મુદ્દા
 
1. રાષ્ટ્રીય અધ્યક્ષ પર પર ખુદને જાળવી રાખવાની વાત કરી.
2. ચૂંટણી પંચમાં સિમ્બોલને લઈ દાખલ કરવામાં આવેલી દાવેદારી પરત લેવા કહ્યું.
3. રામગોપાલને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કરવાની વાત કરી.
4. શિવપાલને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનું કહ્યું.
 
#અખિલેશે રાખી આ શરતો
 
1.રાષ્ટ્રીય અધ્યક્ષ અને આ વખતે ઈલેક્શનમાં સીએમ ફેસ તરીકે પ્રોજેક્ટ કરો.
2. રામગોપાલને પાર્ટીમાં પરત લેવામાં આવે.
3. અમર સિંહને પક્ષમાંથી બહાર કરવામાં આવે.
4. ચૂંટણી સુધી નરેશ ઉત્તમને પ્રદેશ અધ્યક્ષ પદ પર રહેવાનું કહેવામાં આવે.
 
મુલાયમે ચૂંટણી પંચને શું કહ્યું?
 
- ન્યૂઝ એજન્સીને પક્ષના સૂત્રો પાસેથી જાણવા મુજબ, મુલાયમે ઈસીને જણાવ્યું હતું કે રામગોપાલ યાદવે પાર્ટીનું જે સંમેલન બોલાવ્યું હતું તે પાર્ટીના બંધારણ મુજબનું નહોતું. આ કારણે તેમાં લેવામાં આવેલા ફેંસલા માન્ય નથી.
-અમર સિંહ અને શિવપાલ યાદવની સાથે મુલાયમ ઈલેકશન કમીશન પહોંચ્યા હતા.
- આ દરમિયાન મુલાયમ સિંહે રાજ્યસભાના સભાપતિ હામિદ અંસારીને લેટર લખીને રામગોપાલ યાદવને રાજ્યસભામાં એસપીના નેતાનો દરજ્જો પરત લેવાની માંગ કરી છે.
 
રામગોપાલે કહ્યું, સિમ્બોલ પર ફેંસલો જલ્દી લેEC
 
- અખિલેશ ગ્રુપ તરફથી રામગોપાલ યાદવે ઈસી સાથે મુલાકાત કરી.
- મીટિંગ બાદ રામગોપાલે જણાવ્યું કે, અમે ચૂંટણી નજીક હોવાનો ઉલ્લેખ કરીને ઈસીને જલ્દીથી સિમ્બોલ પર ફેંસલો લેવાની અપીલ કરી છે.
- જોકે તેમણે મુલાયમ સિંહના કોઈપણ નિવેદન પર કોમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.
 
13 જાન્યુઆરીએ ફેંસલો કરશે ચૂંટણી પંચ
 
- મુલાયમ સિંહ અને અખિલેશ યાદવ બંનેએ ચૂંટણી પંચમાં પોત-પોતાના દાવા કરી રાખ્યા છે.
- તેના બદલામાં બંનેએ અનેક પુરાવા પણ આયોગને આપ્યા છે.
- પંચ 13 જાન્યુઆરીએ આ અંગેનો નિર્ણય લઈ શકે છે.
- સૂત્રોનું કહેવું છે કે પંચ સિમ્બોલ અને રાષ્ટ્રીય અધ્યક્ષ પદને લઈ સુનાવણી કરતું રહેશે, પરંતુ આ પહેલાં તે સાઇકલ સિમ્બોલને સીઝ કરી શકે છે.
- આ સ્થિતિમાં મુલાયમ અને અખિલેશને વિકલ્પ તરીકે નવા સિમ્બોલ આપવામાં આવી શકે છે.
 
આગળની સ્લાઈડ્મસાં વાંચો, આ રીતે નિષ્ફળ થઈ સમાધાનની 8 કોશિશ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If cycle symbol seize mulayam may be get his old party symbol
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended