Home »National News »Latest News »National» Apple To Make IPhone In Bengaluru

ભારતમાં iPhone બનાવશે Apple, બેંગલુરૂમાં નાખશે એસેમ્બલિંગ યુનિટ

divyabhaskar.com | Feb 03, 2017, 08:56 AM IST

બેંગલુરૂ:Apple દ્વારા ભારતમાં iPhones બનાવવામાં આવશે. આ માટે કંપની દ્વારા બેંગ્લોરમાં એક યુનિટ ઊભું કરવામાં આવશે. આ જાહેરાતને કર્ણાટક સરકારે આવકારી છે. અહીં આઈફોનનું એસેમ્બલિંગ કરવામાં આવશે. જુન મહિનાથી ભારતમાં iPhoneનું નિર્માણ શરૂ થઈ જશે તેમ માનવામાં આવશે. 

મેક ઈન ઈન્ડિયા માટે ચાલી રહ્યાં હતા પ્રયાસો 

- ગુરૂવારે કર્ણાટકના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મિનિસ્ટર પ્રિયંક ખડકેએ જાહેરાત કરી હતી કે, બેંગ્લોરમાં Apple દ્વારા iPhone બનાવવામાં આવશે. 
- સરકારી પ્રેસ રિલિઝમાં એ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે iPhones બનાવવાનું તામ ક્યારથી શરૂ થશે, પરંતુ એવું માનવામાં આવે છે કે, જુન મહિનાથી પ્રોડ્કશન લાઈન કાર્યરત થઈ જશે. 
- ડિસેમ્બર મહિનામાં મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા કે, એપલ દ્વારા ભારતમાં iPhone બનાવવાના અહેવાલો વહેતા થયા હતા. પરંતુ તે સમયે રાજ્ય સરકાર કે કંપનીએ તેની પુષ્ટિ કરી ન હતી. 

ભારત ત્રીજો દેશ 

- દુનિયામાં ભારત ત્રીજો એવો દેશ છેકે જ્યાં iPhones એસેમ્બલ કરવામાં આવશે. 
- Apple માટે ઓરિજિનલ ઈક્યુપમેન્ટ બનાવનારી તાઈવાનની કંપની ફોક્સકોન વિસ્ટ્રન શહેરમાં iPhone બનાવે છે. 
- ચીનમાં પણ iPhoneને એસેમ્બલ કરવાનું કામ થાય છે. 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Apple to make iPhone in Bengaluru
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended