Home »National News »Latest News »National» Interim Verdict On The Kulbhushan Jadhav By ICJ

અંતિમ ચુકાદો ન આપે ત્યાં સુધી પાક. જાધવને ફાંસી ન આપી શકેઃ ICJ

divyabhaskar.com | May 18, 2017, 18:33 PM IST

હેગ. આંતરરાષ્ટ્રીય કોર્ટ(ICJ) કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાન વિરુદ્ધ ભારતની અરજી પર બપોરે સાડા ત્રણ વાગ્યે સુનાવણી શરૂ કરી હતી. જેમાં ICJએ કહ્યું, ઈન્ટરનેશનલ કોર્ટને સુનાવણીનો અધિકાર છે. કોર્ટે કહ્યું કે 'વિયેના સંધિ મુજબ ભારતે કરેલી અરજી વાજબી છે. સંધિ મુજબ જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવામાં આવે છે, જે પાકિસ્તાને હજુ સુધી આપ્યું નથી. જાધવ જાસૂસ હોવાની વાત હજુ સુધી સાબિત થઈ નથી. આ મુદ્દે 15 મેના રોજ સુનાવણી થઈ હતી. ભારત અને પાકિસ્તાને તેમની દલીલો રજૂ કરી હતી. અંતિમ નિર્ણય સુધી પાકિસ્તાન જાધવને ફાંસી પર નહીં લટકાવી શકે.'  આઈસીજેના ચુકાદા બાદ પાકિસ્તાને કોર્ટનો ફેંસલો મંજૂર ન હોવાનું જણાવ્યું હતું. એપ્રિલમાં જાધવને પાક.ની સૈન્ય કોર્ટે  જાસૂસી મુદ્દે ફાંસીની સજા ફટકારી હતી. તેની સામે ભારતે ICJમાં અપીલ કરી હતી.
 
ICJએ સુનાવણીમાં શું કહ્યું?
 
ICJ અંતિમ ફેંસલો ન આપે ત્યાં સુધી પાકિસ્તાન જાધવને ફાંસી ન આપી શકે. સર્વસંમતિથી લેવાયો નિર્ણય. આદેશ નહીં માનવા પર પ્રતિબંધ લાગશે. પાકિસ્તાન જાધવ મુદ્દે આગળ કોઈ કાર્યવાહી ન કરે અને તેની સુરક્ષા સુનિશ્ચિત કરે. ભારતને કોન્સ્યુલર એક્સેસ મળશે, જે મુજબ હવે પાકમાં જાધવને મળવા દેવાશે. પાકિસ્તાનમાં ભારતના હાઈ કમિશ્નર બંબાવાળા અને તેની ટીમ મળી શકશે. ભારત અને પાકિસ્તાન બંનેએ વિયેના સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. સંધિની કલમ 36 મુજબ જાધવ મામલે લાગુ ન થઈ શકે.
 
મોદીએ સુષમા સાથે કરી વાત
 
સૂત્રોના જણાવ્યા મુજબ ફેંસલા બાદ વડાપ્રધાન મોદીએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે વાત કરીને આઇસીજેના ઓર્ડર પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે હરીશ સાલ્વે અને તેની ટીમને પણ અભિનંદન આપ્યા હતા.
 
ઈન્ટરનેશનલ કોર્ટનો ફેંસલો મંજૂર નથીઃ પાકિસ્તાન
 
ICJ દ્વારા કુલભૂષણ મુદ્દે ભારતની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેના પ્રવક્તાએ કહ્યું કે, ઈન્ટરનેશનલ કોર્ટનો ફેંસલો મંજૂર નથી. આ મામલો આઇસીજેની બહાર છે. જાધવ સામે નક્કર પુરાવા રજૂ કરવામાં આવશે.
 
જાધવના ઘરની બહાર જશ્ન
 
ઇન્ટરનેશનલ કોર્ટનો ફેંસલો આવ્યા પછી કુલભૂષણ જાધવના મુંબઈ સ્થિત ઘરની બહાર લોકોએ જશ્ન મનાવ્યો હતો. ત્યાં એકત્ર થયેલા લોકોએ ફટાકડા ફોડવા સહિત  એકબીજાને મિઠાઇ ખવડાવી હતી.
 
જાધવને જે સ્થિતિમાં ઝડપી લેવાયો તે વિવાદાસ્પદ
 
ભારતે માનવઅધિકારના સંબંધમાં જે પણ નિવેદન કર્યા છે તેને અમે દરેક રીતે યોગ્ય માનીએ છીએ. કુલભૂષણ ભારતીય હોવાનું પાકિસ્તાન પણ માને છે, જાધવ જાસૂસ હોવાની વાત હજુ સુધી સાબિત થઈ નથી. જાધવ 3 માર્ચથી પાકિસ્તાનના કબજામાં છે, પરંતુ જે સ્થિતિમા તેને કબજામાં લેવાયો તે વિવાદાસ્પદ છે. પાકિસ્તાને કુલભૂષણ પર જાસૂસીનો આરોપ લગાવ્યો છે અને ભારતે પાકમાં જાધવને ન મળવા દેવાનો આરોપ લગાવ્યો છે. ભારતને 25 માર્ચે જ ધરપકડની સૂચના આપી દેવામાં આવી હતી. 
 
પાકિસ્તાનના દાવાનો ઉડી ગયો છેદ
 
એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ ઈન્ટરનેશલ કોર્ટના ફેંસલા બાદ જણાવ્યું કે, 'અંતિમ નિર્ણય પણ ભારતની તરફેણમાં આવે અને જાધવ પરત ફરે તેવી આશા રાખીએ. પાકિસ્તાને કરેલા તમામ દાવાને છેદ ઉડી ગયો. આ મુદ્દા સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન, ખાસ કરીને વિદેશ મંત્રાલયને.'
 
પ્રતિક્રિયા
 
આઈસીજેનો ચુકાદો કુલભૂષણ જાધવના પરિવાર અને ભારતીયો માટે રાહતના સમાચાર છે. કોર્ટમાં ભારતનો મજબૂત પક્ષ રાખવા બદલ અમે હરીશ સાલ્વેના પણ આભારી છીએ. હું દેશને ભરોસો અપાવું છું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં કુલભૂષણને બચાવવાની એકપણ તક નહીં છોડીએ. - સુષમા સ્વરાજ, વિદેશ મંત્રી
કરોડો ભારતીયો અને સત્યની જીત. ભારત સરકારને અભિનંદન.- દલબીર કૌર, સરબજીતની બહેન
ICJનો ફેંસલો ભારત માટે સંતોષ અને રાહત આપનારા સમાચાર છે. - રાજનાથ સિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી
ઈન્ટરનેશન કોર્ટે ભારતની તરફેણમાં ફેંસલો આપ્યો છે. ભારત સરકારે કુલભૂષણને પરત લાવવો જોઈએ.- મનીષ તિવારી, કોંગ્રેસ પ્રવક્તા
પાકિસ્તાને ન્યાય વ્યવસ્થાને મજાક બનાવી દીધી છે. આઇસીજેના ફેંસલાનું સ્વાગત છે.- અરૂણ જેટલી, રક્ષામંત્રી અને નાણામંત્રી
 
શું કહે છે એક્સપર્ટ
 
વિદેશ બાબતોના જાણકાર રાજીવ ડોગર, જી પાર્થ સારથી, પૂર્વ રાજદૂત, અનિલ ત્રિગુનાયત અને પૂર્વ વિદેશ સચિવ કેસી સિંહનું માનવું છે કે ફાંસી અટકે કે ન અટકે પરંતુ ભારત-પાક વચ્ચે તણાવ જરૂર વધશે.
 
સોમવારે સુનાવણી દરમિયાન શું થયું?
 
- સોમવારે સવારે હેગમાં સુનાવણી શરૂ થઇ. 11 જજોની બેંચને લીડ કરી રહેલા જસ્ટિસ અબ્રાહમે ભારત અને પાકની અરજીઓ વાંચી સંભળાવી. બંને પક્ષોને દલીલ કરવા માટે 90-90 મિનિટનો સમય આપવામાં આવ્યો.
- ભારત તરફથી દલીલો રજૂ કરવા માટે એડવોકેટ હરીશ સાલ્વે ચાર લોકોની ટીમ સાછે હાજર હતા. તેમાં વિજેશ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી (પાક-અફઘાન-ઇરાન) દીપક મિત્તલ, જોઇન્ટ સેક્રેટરી વી.ડી. શર્મા, કાજલ ભટ્ટ (નેધરલેન્ડ્સમાં ઇન્ડિયન એમ્બેસીના ફર્સ્ટ સેક્રેટરી) અને ચેતના એન. રોય (જુનિયર કાઉન્સીલ) સામેલ છે.
- સૌથી પહેલા દીપક મિત્તલે દલીલ કરી. પછી વીડી શર્મા અને છેલ્લે હરીશ સાલ્વેએ કેસની અર્જન્સી પર દલીલ કરી.
 
18 વર્ષ પહેલા ભારત-પાક ઈન્ટરનેશનલ કોર્ટમાં થયા હતા આમને-સામને
 
- 10 ઓગસ્ટ, 1999ના રોજ ઈન્ડિયન એરફોર્સ ગુજરાતના કચ્છમાં પાકિસ્તાન નેવીના એક એરક્રાફ્ટ એટલાન્ટિકને તોડી પાડ્યું હતું. તેમાં સવાર તમામ 16 લોકોના મોત થયા હતા.
- એરક્રાફ્ટ હવામાં તોડી પાડવામાં આવ્યું હોવાનો પાકિસ્તાને દાવો કર્યો હતો. આ મુદ્દે તેણે ભારત પાસેથી 6 કરોડ ડોલરનું વળતર માંગ્યું હતું. આઇસીજેના 16 જજોની બેન્ચે 21 જૂન 2000ના રોજ 14-2થી પાકિસ્તાનનો દાવો ફગાવી દીધો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ક્યાં આવેલી છે ઇન્ટરનેશલ કોર્ટ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Interim verdict on the Kulbhushan Jadhav by ICJ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended