Home »National News »Desh» Husband Wife Conspiracy For Getting A Job

પતિની નોકરી મેળવવા પત્નીએ એ કર્યું જે તમે વિચારી પણ ન શકો

divyabhaskar.com | Mar 18, 2017, 14:35 PM IST

  • ચાલાક પત્નીએ એક અજાણ્યા યુવકના શબને પોતાના પતિનું કહીને મેળવી નોકરી.
લખનઉ:યુપીની રાજધાનીમાં પહેલા એક યુવકે ફેક ડોક્યુમેન્ટ્સ મારફતે લોકનિર્માણ વિભાગમાં નોકરી મેળવી. પછી વિભાગીય તપાસમાંથી બચવા માટે પોતાના જ અપહરણનું ખોટું તરકટ રચ્યું. જેમાં તેની પત્નીએ સાથ આપ્યો. ત્યારબાદ પત્નીએ પહેલા પતિના ખોટા અપહરણનો કેસ દાખલ કર્યો. કોઇ અજાણ્યાની લાશને પતિની લાશ જણાવીને મૃતક આશ્રિત કોટા પર નોકરી મેળવી લીધી. પોલીસે ઇન્ફોર્મરની સૂચનાથી આખી ઘટનાનો પર્દાફાશ કર્યો અને આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી. આરોપી પત્નીની શોધ કરવામાં આવી રહી છે. 
 
આગળ વાંચો આખો મામલો
 
- મામલો વિકાસનગર વિસ્તારનો છે. ત્યાં સંજય સિંહ તેમની પત્ની સુષ્મા અને દીકરા સાથે રહે છે. 
- સંજયે પિતાના મૃત્યુ પછી મિત્રના દત્તક લીધેલા દીકરાના નકલી દસ્તાવેજોની મદદથી ફૈઝાબાદમાં લોકનિર્માણ વિભાગમાં કનિષ્ક કારકુનના પદ પર નોકરી મેળવી. 
- વિભાગની તપાસથી બચવા માટે યુવકે પત્ની સાથે મળીને 5 ઓક્ટોબરે પોતાના ગુમ થઇ જવાનો વિકાસનગર પોલીસસ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો. 
- પત્નીએ કહ્યું કે 30 સપ્ટેમ્બરે અધિશાસી અભિયંતા રાવતની હેરાનગતિથી કંટાળીને પતિ મહારાજગંજ ઘરે ગયો હતો પરંતુ, પાછો આવ્યો નહી. 
- સંજયની બાઇક બહરાઇચમાં મળી હતી. પોલીસ કેસ નોંધીને તપાસ કરવા લાગી. 
 
પતિના મરવાની રચી ખોટી વાર્તા
 
- 20 ઓક્ટોબરે કૃષ્ણનગર વિસ્તારમાં એક અજાણી લાશ મળી. જેના હાથ પર જગદીશ/સરિતા લખ્યું હતું.
- સુષ્મા ત્યાં પહોંચી અને તેણે પોતાના પતિ તરીકે શબની ઓળખ કરી. તેના પછી અગ્નિસંસ્કાર પણ કરી દીધો. તેના પહેલા લોકનિર્માણ વિભાગના અધિશાસી અભિયંતા રાવત અને સુષ્માના દિયરની સાથે દીકરો પણ પહોંચ્યો. બંનેએ સંજયનું શબ હોવાનો ઇન્કાર કર્યો હતો. 
- પરંતુ, પોતાની મુરાદને બર લાવવા માટે સુષ્મા એ વાત પર મક્કમ રહી કે શબ તેના પતિનું જ છે. 
- ત્યારબાદ સુષ્માએ નકલી દસ્તાવેજો તૈયાર કરાવીને 27 ડિસેમ્બરે પતિના મૃતક આશ્રિત કોટા પર લોકનિર્માણ વિભાગમાં નોકરી મેળવી લીધી. 
 
અરબ ભાગવાની ફિરાકમાં હતો આરોપી
 
- 16 માર્ચની રાતે મામલાની તપાસમાં વ્યસ્ત એસઆઇ પવન ગુપ્તાને બાતમી મળી કે બંને પતિ-પત્ની પોતાના મકાનને ભાડે આપીને જાનકીપુરમમાં રૂમ રાખીને રહે છે. 
- પાકી જાણકારી મળતા પોલીસ ટીમે સંજય સિંહની જાનકીપુરમ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી. પત્ની હજુ ફરાર છે. તેની શોધ કરવામાં આવી રહી છે. 
- આરોપી સંજયે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે તે બહરાઇચમાં ગાડી છોડીને નેપાળ જતો રહ્યો અને અઢી મહિના ત્યાં રહ્યો.
- મામલો ઠંડો થતાં તે લખનઉ પાછો આવ્યો અને પાસપોર્ટ તૈયાર કરાવીને અરબ ભાગવાની ફિરાકમાં હતો. એટલું જ નહી, પરંતુ આ બંને પતિ-પત્ની વિરુદ્ધ વર્ષ 2008માં એક ફ્રોડનો મામલો કોતવાલીનગર, ગોંડાના પોલીસસ્ટેશનમાં નોંધાયેલો છે જેમાં બંને જેલ ગયા હતા. 
 
આરોપી પતિ-પત્ની વિરુદ્ધ પીડબલ્યુડી કરાવશે એફઆઇઆર
 
- એસપી ટ્રાન્સગોમતી દુર્ગેશકુમારના જણાવ્યા પ્રમાણે, પોલીસટીમે સંજય સિંહની જાનકીપુરમ વિસ્તારમાંથી ધરપકડ કરી. પત્નીની શોધ ચાલુ છે.
- ઘટનાનો ખુલાસો કરનારી પોલીસટીમને 5હજાર નગર પુરસ્કાર આપવામાં આવશે. 
- પીડબલ્યુડી વિભાગ તરફથી આઇએઇએ પણ પોલીસટીમને 10હજાર રોકડાનો પુરસ્કાર આપવા કહ્યું છે. સાથે જ વિભાગ બંને પતિ-પત્ની વિરુદ્ધ સરોજિનીનગરમાં એફઆઇઆર નોંધાવશે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ ફોટો...
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Husband wife conspiracy for getting a job
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended