Home »National News »Photo Feature» Husband Surrenders In Front Of Police And Said- She Was Beautiful

પુત્રને દૂધ પીવડાવતી પત્નીને માથામાં મારી ગોળી, કહ્યું- ઘણી જ સુંદર હતી

Narendra Chauhan | Jan 23, 2017, 00:02 AM IST

  • અમૃતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જતા પોલીસકર્મીઓ.
સાસારામઃ5 વર્ષ સુધી ચાલેલા અફેર બાદ પ્રિન્સ ચૌધરીએ અમૃતા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 3 વર્ષ બાદ જ દાંપત્ય જીવનમાં શંકાનું ઝેર ભળ્યું. પ્રિન્સને શંકા હતી કે પત્નીના અન્ય કોઈ પુરુષ સાથે સંબંધો છે. આ વાતને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા રહેતા હતા.
 
1.5 વર્ષના પુત્રની સામે જ મારી ગોળી....

- આ ઘટના બિહારના સાસારામના ચંદ્રવંશીનગરની છે. 
- પોલીસ સામે સરન્ડર કર્યા બાદ આરોપી પતિ પ્રિન્સે કહ્યું કે- તે (અમૃતા) ઘણી સુંદર હતી.
- પ્રિન્સ પર હત્યાનું એટલું ઝનૂન હતું કે પત્નીની ગોદમાં રહેલા 1.5 વર્ષના પુત્રનો પણ ખ્યાલ ન કર્યો અને પત્ની પર ગોળીબાર કર્યો.
- હત્યાના ઈરાદે પ્રિન્સે પહેલાથી જ ગોળીઓ અને દેશી પિસ્તોલની વ્યવસ્થા કરી રાખી હતી.
- પતિની ભયાનક યોજનાથી અજાણ અમૃતા પુત્રને દૂધ પીવડાવી રહી હતી. પ્રિન્સ છૂપા પગલે પત્ની પાસે પહોંચ્યો અને અમૃતાના લમણે ગન મૂકી બે ગોળી મારી દીધી.
- અમૃતાની મોત બાદ પ્રિન્સ પિસ્તોલ લઈ દરવાજે બેસી રહ્યો હતો. જેને કારણે પાડોશીઓ પણ ઘરમાં પ્રવેશવાની હિંમત નહોતા કરી રહ્યાં.
- પાડોશીએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસના આવતા જ આરોપીએ સરન્ડર કર્યું હતું.
- આરોપીએ જણાવ્યું કે- છેલ્લા ઘણા સમયથી અમારા સંબંધો ઠીક નહોતા. રાતે પણ ઝઘડો થયો હતો. 
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો.............................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Husband Surrenders In Front Of Police And Said- She Was Beautiful
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext