Home »National News »Desh» Wife Stayed Whole Night Outside Home In Cold With New Born And Other Daughter

પુત્રી થતા પતિએ આપી પત્નીને સજા, બાળકીને થેલામાં રાખી રોડ પર વિતાવી રાત

Dilip Maheswari | Feb 16, 2017, 18:22 PM IST

  • પત્નીએ બીજીવાર પુત્રીને જન્મ આપતા પતિએ તેને ઘરની બહાર કાઢી મુકી હતી.
બલૌદાબાજારઃ છત્તિસગઢના બાલૌદાબાજારમાં એક વ્યક્તિએ પુત્ર મેળવવાની ચાહમાં હદ પાર કરી હતી. પત્નીએ બીજીવાર પુત્રીને જન્મ આપતા પતિએ તેને ઘરની બહાર કાઢી મુકી હતી. પત્ની નવજાત બાળકીને એક થેલામાં રાખી નીકળી ગઈ અને ઠંડીમાં આખી રાત પસાર કરી હતી. તેની ગોદમાં 1.5 વર્ષની પુત્રી પણ હતી.
 
નવજાત બાળકીને ઠંડીથી બચાવવા થેલામાં રાખી

- આ ઘટના શહેરથી 8 કિ.મી.ના અંતરે આવેલા ભડુવાડીહ ગામની છે, 5 વર્ષ અગાઉ ચાંદરામના લગ્ન રાગિણી સાથે થયા હતા. 
- દારુનો નશો કરતો ચાંદરામ ઘણીવાર પત્ની રાગિણીને માર મારતો હતો. પ્રથમ પુત્રીના જન્મ બાદ તેનો ત્રાસ વધી ગયો હતો. તે વારંવાર પુત્રને જન્મ આપવાની વાતો કરતો.
- અમુક દિવસ અગાઉ જ રાગિણીએ બીજી પુત્રીને જન્મ આપ્યો તો ચાંદરામ ભડકી ગયો હતો. તેણે ઠંડીના સમયે રાગિણી અને બંને પુત્રીઓને ઘરની બહાર કાઢી મુકી હતી.
- પત્ની વિનંતી કરતી રહી પણ પતિ પર કોઈ અસર ન થઈ.
- રાગિણી ઘરની બહાર નીકળી ગઈ. આખી રાત તે ઘરની બહાર ધ્રૂજતી રહી. નવજાત બાળકીને ઠંડીથી બચાવવા તેને એક થેલામાં રાખી હતી.
- સવારે રાગિણી કંઈક જવાનું વિચારી બસ સ્ટેન્ડ પહોંચી તો સ્થાનિક કોર્પોરેટર લાલુ તંવરની નજર તેની પર પડી. તેમણે આ મામલે પોલીસને જાણ કરી હતી. 
- પોલીસે ચાંદરામને બોલાવ્યો અને ખખડાવ્યો હતો. જે પછી ચાંદરામે પોતાની ભૂલ માન પત્નીની માફી માગી હતી અને પત્ની-પુત્રીઓને ઘરે લઈ ગયો હતો.
- પીએસઆઈ કિશોર સોનીએ જ્યારે ચાંદરામને જેલમાં મોકલવાની વાત કરી હતી ત્યારે પત્નીએ જ તેને એક તક આપવા વિનંતી કરી હતી.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો........................)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Wife Stayed Whole Night Outside Home in Cold With New Born And Other daughter
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext