Home »National News »Latest News »National» Hurriyat Leaders Children Studying Abroad They Stop Kashmiris From Going School

કાશ્મીરીઓને સ્કૂલે જતાં રોકે છે હુર્રિયત નેતાઓ, વિદેશોમાં ભણે છે તેમના બાળકો

divyabhaskar.com | May 18, 2017, 16:46 PM IST

નવી દિલ્હી: એક હુર્રિયત અને અલગાવવાદી નેતા કાશ્મીરીઓને જણાવી રહ્યા છે કે તમારા બાળકોને આર્મીની સ્કૂલોમાં ભણવા માટે ન મોકલો. તેમનો આરોપ છે કે આ સ્કૂલો આવનારી પેઢીને તેમની સંસ્કૃતિ અને ધર્મથી દૂર કરી રહી છે. ન્યુઝ એજન્સી એએનઆઇ પ્રમાણે, આ નેતાઓના પરિવારના સભ્યો અને બાળકો વિદેશોમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે અને એક લક્ઝુરિયસ લાઇફ જીવી રહ્યા છે.
 
જાણો ક્યાં ભણે છે અને રહે છે હુર્રિયત નેતાઓના બાળકો
 
1#ગિલાનીનો એક દીકરો ડોક્ટર, બીજો પાયલટ
 
-  ANI પ્રમાણે, ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાની કાશ્મીરી યુથને ‘મોટા હેતુ’ માટે ભણતર છોડવાનું કહે છે. આડકતરી રીતે પથ્થરબાજી કરવા તરફ ઇશારો કરે છે. પરંતુ, તેમના પોતાના બે દીકરાઓ વિદેશોમાં સેટલ્ડ છે. એક દીકરો નઇમ ગિલાની પાકિસ્તાનના રાવલપિંડીમાં ડોક્ટર છે. તેણે થોડાંક દિવસો પહેલા આર્મી-સ્કૂલો પર બ્રેઇન વોશ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગિલાનીનો બીજો દીકરો જહૂર ભારતની એક પ્રાઇવેટ એરલાઇનમાં ક્રૂ મેમ્બર છે. દીકરી જેદ્દા અને તેનો પતિ જેદ્દાહમાં એન્જિનિયર છે.
 
2# મોહમ્મદ અશરફ સેહરાઇ, દીકરો દુબઇમાં કોમ્પ્યુટર એન્જિનિયર
 
- ગિલાનીના જૂથના જનરલ સેક્રેટરી મોહમ્મદ અશરફ સેહરાઇએ પોતાના દીકરાને શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું છે. તેમનો દીકરો આદિબ સેહરાઇ દુબઇમાં કોમ્પ્યુટર એન્જિનિયર છે.
 
3#મીરવાઇઝ ઉમર ફારુખ, લંડનમાં બહેન ડોક્ટર છે
 
- અલગાવવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારુખની બહેન રબીબા ફારુખ લંડનમાં રહે છે અને તેઓ ડોક્ટર છે. આ જ રીતે જમ્મુ-કાશ્મીરમાં ચળવળ ચલાવનારા ફરીદા બેહાન્જીના દીકરા રૂમા મકબૂલ સાઉથ આફ્રિકામાં ડોક્ટર છે. ગુલામ મુહમ્મદ સુમજીના દીકરા જુગનૂ દિલ્હીમાં મેનેજમેન્ટ સ્ટુડન્ટ છે.
 
4# J&KDLPલીડર હાશિમ, લંડનમાં સેટલ્ડ છે દીકરાઓ
 
- જમ્મુ એન્ડ કશ્મીર ડેમોક્રેટિક લિબરેશન પાર્ટીના ચીફ હાશિમ કુરેશીના દીકરા ઇકબાલ અને બિલાલ લંડનમાં સેટલ થયેલા છે. બીજી બાજુ ગિલાની જૂથના પ્રવક્તા અયાઝ અકબરનો દીકરો પુણેમાં મેનેજમેન્ટ સ્ટુડન્ટ છે. એક અન્ય લીડર અબ્દુલ અઝીઝ ડારના દીકરા ઉમર અને આદિલ પાકિસ્તાનમાં ભણે છે.
 
5#આસિયા અંદરાબી, બહેન મલેશિયામાં, દીકરાને પણ મોકલવાના પ્રયત્નો
 
- દુખ્તરન-એ-મિલ્લતની ચીફ આસિયા અંદરાબીની બહેન મરિયમ પોતાના પરિવાર સાથે મલેશિયામાં રહે છે. આસિયા ઇચ્છે છે કે તેમનો મોટો દીકરો પણ આગળના ભણતર માટે મલેશિયા જાય, પરંતુ તેને પાસપોર્ટ ન મળ્યો. તેમનો મોટો દીકરો મોહમ્મદ બિન કાસિમ મલેશિયાની ઇસ્લામિક યુનિવર્સિટીમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કરી રહ્યો હતો. પરંતુ, હવે તે ઓસ્ટ્રેલિયામાં ભણી રહ્યો છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hurriyat leaders children studying abroad they stop kashmiris from going school
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended