Home »National News »Latest News »National» My 2-Year-Old Daughter Gave Her Dad To The Nation, Says Major Dahiya Wife

'તું મારી પ્રેરણા,' શહાદત બાદ મળી મેજર પતિએ મોકલેલી એનિવર્સરી ગિફ્ટ

divyabhaskar.com | Feb 17, 2017, 12:28 PM IST

  • 2012માં 17 ફેબ્રુઆરીએ મેજર સતીશ અને સુજાતાના લગ્ન થયા હતા. તેમની બે વર્ષની દીકરી છે. (ફાઈલ)
નેશનલ ડેસ્ક. પોતાના લગ્નની ત્રીજી એનિવર્સરીના અવસરે મેજર સતીશ દહિયાએ પત્નીને ગિફ્ટ મોકલી હતી. પરંતુ હજારો કિલોમીટર દૂર જ્યાં સુધીમાં કેક, ફુલો અને કેંડલ્સ રૂપે તે ગિફ્ટ પત્ની સુજાતા સુધી પહોંચે ત્યાં સુધીમાં જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ સામે લડતા મેજર સતીશ દહિયા શહીદ થયા. મંગળવારે શહાદત વહોરી તેના થોડા સમય પહેલા જ મેજર દહિયા પિતા સાથે ફોન પર વાત કરતા હતા. તે સમયે જ આતંકી હુમલો થતા દહિયાએ ફોન પર પિતાને જે છેલ્લીવાર વાત કરી તેનાથી તેમની શહાદતની ગરીમા ઓર વધી જાય છે.
 
બે વર્ષની દીકરી પ્રિયાશાએ પિતાને આપી મુખાગ્નિ
 
- આર્મીમાં મેજર 31 વર્ષીય સતીશ દહિયા મંગળવારે શહીદ થયા.
- શહીદ મેજરનો પાર્થિવદેહ બુધવાર સાંજે નારનૌલમાં સ્થિત તેમના પૈતૃક ગામ બનિહાડી પહોંચ્યો.
- અહીં રાજકીય સન્માનની સાથે શહીદના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
- તેમની બે વર્ષની દીકરી પ્રિયાશાએ કાકાની મદદથી પિતાને મુખાગ્નિ આપી.
 
પિતા સાથે વાત કરતા મેજર દહિયાના શું હતા છેલ્લા શબ્દો?
 
- સતીશ દહિયાના પિતા અચલ સિંહે જણાવ્યું હતું કે, મંગળવાર સવારે લગભગ 4.45 વાગ્યે તેઓ દીકરા સાથે ફોન પર વાત કરી રહ્યા હતા.
- આ દરમિયાન માહિતી મળી કે આતંકી હુમલો થયો છે.
- સતીશે ત્યારબાદ કહ્યું કે આતંકી ઘૂસી આવ્યા છે તેમને ઢાળીને ફરી કોલ કરીશ.
- સતીશે કહ્યું હતું કે પહેલા હું આતંકીઓનું કામ તમામ કરીશ બાદમાં વાત કરીશ.
- ત્યારબાદ ફોન આવ્યો તો ખરો પરંતુ દીકરાની શહાદતના સમાચાર આપતો.
 
આજે છે મેરેજ એનિવર્સરી, શહાદત બાદ મેજરે મોકલેલી ગિફ્ટ મળી પત્નીને

- શુક્રવારે સતીશ અને સુજાતાના લગ્નની ત્રીજી એનિવર્સરી છે.
- શહીદ મેજરે મોકલેલી ગિફ્ટને હાથોમાં લઈને શોકમાં ડૂબેલી તેમની પત્ની સુજાતા દહિયા (27)એ જણાવ્યું હતું કે, આ ગિફ્ટ તેમની શહાદત બાદ મારા સુધી પહોંચી છે.
- તેમાં એક ગ્રિટિંગ્સ પણ છે જેમાં લખ્યું છે, હું તને પ્રેમ કરું છું, તું મારી પ્રેરણા છો, સતીશ.
- આ પાર્સલ તેમની શહાદતના સમાચાર આવ્યાના કેટલાક કલાકો બાદ પહોંચ્યું.
- આંખોમાં છલકાતા આંસુ વચ્ચે સુજાતાએ કહ્યું, મારા પતિ પર મને ખૂબ જ ગર્વ છે.
 
આગળની સ્લાઈડ્માં વાંચો, ભીડ વચ્ચે દીકરાને છેલ્લીવાર જોવા પિતાને કરવો પડ્યો સંઘર્ષ... “હું પાછો આવીશ ત્યારે તમારા ભાઈનું નામ લોકો ગર્વથી લેશે” - શહીદ મેજર દહિયા...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: My 2-year-old daughter gave her dad to the nation, says Major Dahiya wife
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext