Home »National News »Desh» Police Arrested The Accused Father And Brother

બાપ-ભાઈએ મારી ગોળી, તડપતી છોકરીને માએ કહ્યું-મરી જાય તો સારું

divyabhaskar.com | May 17, 2017, 13:01 PM IST

સંભલ:જિલ્લાના અસમોલી વિસ્તારમાં ઓનર કિંલિંગની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં આરોપી પિતા અને ભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે. અહીં આવેલા કમાલપુર ગામમાં રહેતી રુબીને 11મેના રોજ તેના પિતા અને ભાઈએ તેને તેના બોયફ્રેન્ડ સાથે વાત કરતા જોઈ લીધી હતી અને તેથી તેમણે રુબીને ગોળી મારી દીધી હતી.
 
રુબી કહે છે-તેની જ સાથે લગ્ન કરીશ

- અસમોલી પોલીસ સ્ટેશન વિસ્તારના કમાલપુર ગામમાં ફાકુરપુરમાં રહેતી રુબી તેના પડોશી ઈબ્રાહિમને પ્રેમ કરે છે. તેના વિરોધમાં તેના પિતા સમરોઝ અને ભાઈ ઈફ્તેકારે તેની હત્યાનો પ્રયત્ન કર્યો હતો.
- હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલી રુબીએ જણાવ્યું કે, હું લગ્ન તો માત્ર ઈબ્રાહિમ સાથે જ કરીશ. ભલે મારો પરિવાર સાથ આપે કે ન આપે.
- બીજી બાજુ આરોપી સમરોજની પત્નીનું કહેવું છે કે, આ છોકરીએ અમને ક્યાંયના નથી રાખ્યા. તે અત્યારે પણ તે જ છોકરા સાથે લગ્ન કરવા માગે છે. આના કરતા તો તે મરી જાય તો સારું.
 
શું થયું હતું તે દિવસે?

- 11મે ના રોજ રુબી તેના બોયફ્રેન્ડ ઈબ્રાહિમ સાથે ફોન પર વાત કરતી હતી. ત્યારે જ તેની મોટી બહેન તેને જોઈ ગઈ હતી. બહેને આ વાત જઈને તેના પિતા અને ભાઈને  કહી હતી. ગુસ્સે થયેલા પિતા અને ભાઈએ પહેલા તેનો મોબાઈલ છીનવી લીધો હતો અને ત્યારપછી તેની સાથે મારપીટ કરી હતી. આ મારા-મારીમાં જ તેમણે રુબીને બે ગોળી પર મારી દીધી હતી. એક તેના ચહેરા પર વાગી હતી અને એક તેની છાતીમાં વાગી હતી. ઘાયલ અવસ્થામાં જ બંને તેને ઘરની બહાર મુકીને ભાગી ગયા હતા. 
- ગોળીનો અવાજ સાંભળીને પડોશીઓ પોલીસને સૂચના આપી હતી. પોલીસ સવારે ચાર વાગે ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્યા સુધી રુબી ઘરની બહાર લોહીથી લથબથ પડી હતી. ઘરમાં રહેલી મા અને બહેને મદદ કરવાની જગ્યાએ દરવાજો પણ નહતો ખોલ્યો. 
- પોલીસે યુવતીને જિલ્લા હોસ્પિટલમાં એડ્મિટ કરાવી હતી પછી ત્યાંથી તેને મુરાદાબાદ લઈ જવામાં આવી હતી. હાલ તે હોસ્પિટલમાં છે અને તેની સ્થિતિ નાજૂક હોવાનું જણાવ્યું છે.
 
શું કહે છે પોલીસ?

- પોલીસ ઈન્સપેક્ટરના જણાવ્યા પ્રમાણે, આ એક ઓનર કિલિંગનો કેસ છે. યુવતીએ નિવેદન આપ્યું છેકે, તેના પિતા અને તેના ભાઈએ તેના પર ગોળી ચલાવી છે. અમે બંનેની ધરપકડ કરી લીધી છે. કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. 
 
આગળની સ્લાઈડમાં જુઓ લોહીમાં લથબથ રુબી અને આરોપીઓની તસવીર
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police arrested the accused father and brother
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended