Home »National News »Desh» Police Found Car Of Accused Near Highway, Search Is On To Arrest Killers

જમાઈની હત્યા માટે સાસુ-સસરા રાખતા હતા શૂટર, ત્રીજા પ્રયાસે થયા સફળ

divyabhaskar.com | May 22, 2017, 01:06 AM IST

  • પતિના મૃતદેહને વળગીને રડતી પત્ની મમતા.
જયપુરઃશહેરમાં થયેલા ઓનર કિલિંગ કેસમાં નવી વાતો સામે આવી છે, જે અનુસાર સાસુ-સસરાએ અચાનક જ નહીં પણ પ્લાનિંગ સાથે જ હત્યા કરી હતી. પુત્રીએ અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કરતા નારાજ માતા-પિતા જમાઈની હત્યા કરવા માગતા હતા. આ કારણે તેઓ હત્યા કરવા માટે એક શૂટરને સાથે રાખતા હતા. 
 
 
 
આરોપીઓને ત્રીજા પ્રયાસે મળી સફળતા....

- પાડોશીઓએ પોલીસને જણાવ્યું કે, હત્યાના દિવસ અગાઉ આ મહીને જ આરોપીઓ 2 વાર અહીં આવ્યા હતા. જોકે અગાઉ બંને વખતે મમતા અને મૃતક અમિત ઘરે નહોતા.
- જીવનરામ અને ભગવતી જમાઈના ઘરે આવતા પહેલા ફોન સ્વીચ ઓફ કરી દેતા. પાડોશીઓ તેમને ફોન કરી વાત કરવાનું કહેતો તેઓ ટાળીને પરત ફરી જતા હતા.
- આરોપી સાસુ-સસરા અને શૂટર ત્રીજીવાર અમિતના ઘરે આવ્યા ત્યારે જમાઈ અને પુત્રી ત્યાં જ હોવાથી તેઓ હત્યા કરવામાં સફળ રહ્યાં હતા.
- 29 વર્ષીય સિવિલ એન્જિનિયર અમિત અહીં પ્રોપર્ટી અને કંસ્ટ્રક્શનનું કામ કરતો હતો. તેણે 28 વર્ષીય મમતા સાથે 2012માં લવ મેરેજ કર્યા હતા.
- મમતા પોતાના પિયર જવા નહોતી માગતી અને તેના માતા-પિતા પુત્રીને લઈ જવા અમિત પર દબાણ કરતા હતા. આ મામલે ઘણી ઉગ્ર ચર્ચા બાદ સાસુ-સસરાએ શૂટર થકી જમાઈની હત્યા કરાવી હતી.
- આરોપી જીવનરામ, ભગવતી અને શૂટર જે કારમાં આવ્યા હતા તે પોલીસને ડીડવાનામાં રોડ પાસે મળી આવી હતી. પોલીસ હાલ આરોપીઓના સંબંધીઓની પૂછપરછ કરી રહી છે, આ ઉપરાંત ઘણા સંબંધીઓના ત્યાં રેડ કરી રહી છે.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો....................)
(Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Police Found Car Of Accused Near Highway, Search is On To Arrest Killers
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended