Home »National News »Latest News »National» Hindu Population Is Reducing In India: Minister Kiren Rijiju

હિન્દુઓની વસતી ઘટી રહી છે કારણ કે તેઓ ધર્મ પરિવર્તન નથી કરતા - રિજિજૂ

divyabhaskar.com | Feb 13, 2017, 15:10 PM IST

  • કેન્દ્રના ગૃહરાજ્ય મંત્રી રિજિજૂએ સોમવારે એક ટ્વિટમાં કહ્યું – ભારતમાં હિન્દુઓની વસતી ઓછી થઈ રહી છે. તેનું કારણ એ છે કે હિન્દુ લોકોને કન્વર્ટ નથી કરતા.
નવી દિલ્હી. મોદી સરકારમાં મંત્રી કિરણ રિજિજૂએ સોમવારે એક ટ્વિટમાં કહ્યું – ભારતમાં હિન્દીઓની વસતી ઓછી થઈ રહી છે. તેનું કારણ એ છે કે હિન્દુ લોકોને કન્વર્ટ નથી કરાવતા. રિજિજૂએ આ ટ્વિટ અરુણાચલ પ્રદેશ કોંગ્રેસ કમિટીના એ આરોપનો જવાબમાં કર્યું જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે બીજેપી સરકાર રાજ્યને હિન્દુ સ્ટેટમાં ફેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
 
શું છે મામલો?
 
- અરુણાચલ પ્રદેશ કોંગ્રેસ કમિટીએ થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે બીજેપી સરકાર રાજ્યને હિન્દુ સ્ટેટમાં ફેરવવાનો પ્રયાસ કરી રહી છે.
- સોમવારે કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી કિરણ રિજિજૂએ અનેક ટ્વિટ કર્યા.
- એ ટ્વિટમાં તેઓએ રિજિજૂએ કહ્યું - ભારતમાં હિન્દુઓની ઘટી રહી છે. તેનું કારણ એ છે કે હિન્દુ કોઈને કન્વર્ટ નથી કરાવતા. તેઓએ વધુમાં લખ્યું – પડોશના બીજા દેશોની તુલનામાં ભારતમાં માઇનોરિટીઝ વિકસીત થઈ રહી છે.   
- મહત્વપૂર્ણ છે કે રિજિજૂ અરુણાચલમાંથી આવે છે અને રાજ્યમાં બીજેપીનો મોટો ચહેરો છે. અરુણાચલમાં ગયા વર્ષથી જ રાજકીય પરિસ્થિતિ ઠીક નથી. અહીં કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાના જ મુખ્યમંત્રીને હટાવી દીધા હતા. કોંગ્રેસે તેનો આરોપ બીજેપી પર લગાવ્યો હતો.
- વધુ એક ટ્વિટમાં રિજિજૂએ કહ્યું – કોંગ્રેસના આ પ્રકારના ભડકાવનારા નિવેદનો નહીં આપવા જોઈએ. ભારત સેક્યુલર દેશ છે. અહીં તમામ ધર્મના લોકો શાંતિથી રહે છે.
 
ક્યાંથી શરૂ થયો મામલો?
 
- કોંગ્રેસે રવિવારે આરોપ લગાવ્યો કે બીજેપી હિન્દુત્વને પ્રોત્સાહન આપી રહી છે. અહીં 12 વર્ષમાં બીજી વાર બીજેપી સત્તામાં આવી છે.
- કોંગ્રેસના સ્ટેટ સેક્રેટરી મિનલિર લોલેને કહ્યું - વડાપ્રધાન મોદીનો આ એક છુપો એજન્ડા છે કે ઘર વાપસી દ્વારા અરુણાચલને હિન્દી મેજોરિટી સ્ટેટ બનાવવામાં આવે. લોલેને કહ્યું – અહીં જનજાતિઓને હિન્દુ ધર્મ અપનાવવા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. બીજેપીની સરકારમાં અરુણાચલની જનજાતિઓનું અસ્તિત્વ જ ખતરમાં મૂકાઈ જશે.
- આ આરોપ બાદ સ્ટેટ બીજેપી ચીફ તાપિશ્ર ગાઓએ કહ્યું – અરુણાચલ પ્રદેશ કોંગ્રેસનો ઈતિહાસ જ આ છે કે તેઓ જનજાતિઓની વસતી ઓછી કરે છે. અમારી પાર્ટી તો આ જનજાતિઓને પ્રોત્સાહન આપવા અને તેમના વિકાસની વાત કરે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Hindu population is reducing in India: Minister Kiren Rijiju
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext