Home »National News »Latest News »National» Hindu Mahasabha To Sent Cm Candidate Proposal To Yogi Aditynath

યોગી CM ઉમેદવાર બનવા તૈયાર થશે તો ઘર વાપસી કરાવીશુંઃ હિન્દુ મહાસભા

Ravi Srivastava | Jan 13, 2017, 10:09 AM IST

  • હિન્દુ મહાસભાના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીએ કહ્યું, યોગી આદિત્યનાથને અમ સીએમ કેન્ડિડેટ બનાવવાનો પ્રસ્તાવ મોકલીશું. (ફાઈલ)
લખનઉ. ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથને અખિલ ભારતીય હિન્દુ મહાસભા યુપી વિધાનસભા ચૂંટણીમાં સીએમ ઉમેદવાર બનાવવા તૈયાર છે. હિન્દુ મહાસભાના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીએ કહ્યું, યોગી આદિત્યનાથ પાસે અમે પ્રદેશ અધ્યક્ષ દ્વારા સીએમ ઉમેદવાર બનાવવાનો પ્રસ્તાવ મોકલીશું. જો તેઓ માનશે તો તેમના ઘર વાપસી નક્કી છે અને મહાસભા યોગીના ચહેરાને આગળ કરી ચૂંટણીમાં ઉતરશે. ઉલ્લેખનીય છે કે બીજેપીના એક જૂથનું એવું કહેવું છે કે યોગીને પાર્ટીનો સીએમ ઉમેદવાર નહીં જાહેર કરીને તેમને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે.
 
યોગી પહેલાં હિંદુ મહાસભામાં, બાદમાં બીજેપીમાં
 
-કમલેશ તિવારીએ જણાવ્યું, યોગી પહેલાં હિંદુ મહાસભાના છે, બાદ બીજેપીના નેતા છે. તેમના આશીર્વાદથી ગોરખપુર અર્બનથી ચૂંટણી લડનારાં ડો. રાધા મોહન દાસ અગ્રવાલ 2007 સુધી હિન્દુ મહાસભામાંથી ચૂંટણી લડ્યા હતા.
- એટલું જ નહીં મહંત અવૈદ્યનાથ પણ હિન્દુ મહાસાભાના સાંસદ રહી ચૂક્યા છે. પરંતુ જ્યારે યોગી આદિત્યનાથ ચૂંટણીમાં ઉતર્યા ત્યારે હિન્દુ મહાસભા પર ચૂંટણી લડવા પ્રતિબંધ મૂકી દેવાયો હતો, આ કારણે તેઓ બીજેપીમાં સામેલ થઈ ગયા.
 -કમલેશે આગળ કહ્યું, બીજેપી યોગી આદિત્યનાથને યુપીમાં સીએમના ઉમેદવાર તરીકે જાહેર નહીં કરે તે સત્ય છે. આ વિચારીને અમે તેમને પ્રસ્તાવ મોકલાવી રહ્યા છીએ. જો તેઓ રાજી થશે તો તેમની ઘરવાપસી નક્કી છે.
 
200થી વધારે સીટો પર ઉતારાશે ઉમેદવાર
 
- કમલેશ તિવારીએ જણાવ્યું કે, જો યોગીજી અમારો પ્રસ્તાવ માની લેશે તો અમે 200થી વધારે સીટો પર ચૂંટણી લડશે. જો તેઓ નહીં માને તો પણ 200 સીટો પર જ ઉમેદવારો ઉતારશે.
- અમારા સંપર્કમાં બીજેપીના અનેક નેતા છે. જેઓ માત્ર બીજેપીનું ટિકિટ લિસ્ટ બહાર પડવાની રાહ જોઈ રહ્યા છે. લિસ્ટ આવ્યા બાદ અનેક દિગ્ગજ નેતા હિન્દુ મહાસભામાંથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે.
 
શંકરાચાર્ય જાહેર કરશે ઘોષણા પત્ર
 
- કમલેશે આગળ જણાવ્યું કે, ચૂંટણી તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. ટૂંક સમયમાં શંકરાચાર્ય નરેંદ્રનંદ અમારો ઘોષણા પત્ર પણ જાહેર કરશે.
-અમારો ઘોષણા પત્ર ધર્મ પર આધારિત રહેશે, જેમાં હિન્દુ સ્વરાજની સ્થાપના, જાતિગત અનામત ખતમ કરવી, મહિલાઓની સુરક્ષા માટે મહિલા મિત્ર પોલીસની સ્થાપના કરવી જેવા મુદ્દાનો સમાવેશ થાય છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કોણ કરશે હિન્દુ મહાસભાનો ચૂંટણી પ્રચાર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hindu mahasabha to sent cm candidate proposal to yogi aditynath
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended