Home »National News »Latest News »National» Rahul Gandhi Appears In Bhiwandi Court In RSS Defamation Case

જે વિચારધારાએ ગાંધીજીની હત્યા કરી તેની સામે મારી લડાઈ- રાહુલ ગાંધી

divyabhaskar.com | Jan 30, 2017, 16:04 PM IST

  • રાહુલે એક રેલીમાં કથિત રીતે દાવો કર્યો હતો કે - આરએસએસના લોકોએ મહાત્મા ગાંધને માર્યા હતા.
મુંબઈ. મહાત્મા ગાંધીની હત્યાને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સામે રાહુલ ગાંધીએ કથિત રીતે આપેલા નિવેદનના મામલે ભિવંડી કોર્ટમાં સુનાવણી 3 માર્ચ સુધી ટાળી દેવામાં આવી છે. સુનાવણી માટે પહોંચેલા રાહુલ ગાંધીએ આ દરમિયાન મીડિયાને કહ્યું, મારી લડાઈ વિચારધારાની સામે છે. એ વિચારધારા જેણે ગાંધીજીની હત્યા કરી. મહત્વપૂર્ણ છે કે રાહુલે 2014માં એક રેલી દરમિયાન મહાત્મા ગાંધીની હત્યા અને નથૂરામ ગોડસે પર પર નિવેદન આપ્યું હતું. આરએસએસના સ્થાનિક પદાધિકારી રાજેશ કુંટેએ રાહુલ ગાંધીના નિવેદનને લઈને માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. 
 
રાહુલે કહ્યું - ગાંધીજી દરેક હિન્દુસ્તાનીના દિલમાં
 
- સુનાવણી માટે ભિવંડી પહોંચેલા રાહુલે મીડિયાને કહ્યું – ગાંધીજી દરેક હિન્દુસ્તાનીના દિલમાં છે, તેમને ક્યારેય ભૂંસી નથી શકાતા.
- મારી લડાઈ વિચારધારાની સામે છે, એ વિચારધારા જેણે ગાંધીજીની હત્યા કરી.
- આ મામલામાં 16 નવેમ્બરની સુનાવણી દરમિયાન પણ રાહુલ ભિવંડી કોર્ટમાં રજૂ થયા હતા. ત્યારે તેમને જામીન આપવામાં આવ્યા હતા.
- રાહુલે આ નિવેદન 6 માર્ચ 2014ના રોજ મુંબઈમાં ભિવંડીના સોનાલે વિસ્તારમાં એક રેલીમાં આપ્યું હતું.  
 
શું નિવેદન આપ્યું હતું રાહુલે?
 
- રાહુલે કથિત રીતે ખાવો કર્યો હતો કે – આરએસએસના લોકોએ મહાત્મા ગાંધીને માર્યા હતા.
- આ નિવેદન બાદ સુપ્રીમ કોર્ટે રાહુલને કહ્યું હતું કે તેઓ આરએસએસની માફી માંગો અથવા કોર્ટમાં ટ્રાયલ માટે તૈયાર રહે. આ અંગે કોંગ્રેસે કહ્યું હતું કે રાહુલ માફી નહીં માગે.
- આ નિવેદન બાદ આરએસએસની એક શાખાના સેક્રેટરી રાજેશ કુંટેએ રાહુલ વિરુદ્ધ ભિવંડીની લોકલ કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરાવ્યો હતો.
- કુંટેનો આરોપ હતો કે આ નિવેદનના કારણે આરએસએસની છબી ખરાબ થઈ છે. આ નિવેદન જાણી જોઈને આપવામાં આવ્યો છે.
- રાહુલે મે 2015માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ કેસ કાઢી નાખવાની માગ કરી હતી.
 
શું કહ્યું હતું સુપ્રીમ કોર્ટે?
 
- સુપ્રીમ કોર્ટે રાહુલને કહ્યું હતું કે, તમે આરએસએસ વિશે આ પ્રકારનું નિવેદન કેમ આપ્યું? આ નિવેદનથી તમે આ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા દરેક શખ્સને એક જ રંગમાં રંગી દીધા.
- તમે કોઈ ઓર્ગેનાઈઝેશન પર આ પ્રકારનો આરોપ ન લગાવી શકો.
- સુનાવણી દરમિયાન રાહુલના વકીલોએ તેમના નિવેદનને સાચા ઠરાવવાનો પ્રયાસ કર્યો અને દલીલ કરી કે આ ઐતિહાસિક તથ્ય છે. આ ઉપરાંત સરકારી રેકોર્ડમાં આ નોંધવામાં આવ્યું છે.
- આ અંગે સુપ્રીમે કહ્યું હતું - રાહુલ ગાંધી પોતાને ડિફેન્ડ કરવા માગે છે અને માફી માગવા તૈયાર નથી તો સારું થશે કે તેઓ ટ્રાયલનો સામનો કરે.
- ડિફેમેશન કેસની સામે સુપ્રીમમાં દાખલ પોતાની અરજીને પરત લેવતા રાહુલે કહ્યું હતું કે તેઓ ટ્રાયલનો સામનો કરશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rahul Gandhi appears in Bhiwandi court in RSS defamation case
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended