Home »National News »Latest News »National» Healthcare And Education To Be Exempted From Gst Said Fm

GST: રેલ ભાડાંમાં ફરક નહીં, વિમાનયાત્રા 10% સસ્તી થશે

divyabhaskar.com | May 20, 2017, 11:25 AM IST

શ્રીનગર. જીએસટી કાઉન્સિલે શુક્રવારે મોટા ભાગની સેવાઓ માટે ટેક્સદર નક્કી કરી લીધા છે. વસ્તુઓની જેમ તેમને પણ 5 સેગમેન્ટ 0 ટકા, 5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકામાં વહેંચાઇ છે. નાણામંત્રીએ તેની જાહેરાત કરી છે. જીએસટીમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પહેલાંની જેમ ટેક્સફ્રી રહેશે. રેલવે ટિકિટ પર ફરક નહીં પડે પણ વિમાનયાત્રા પર લાગતો ટેક્સ 10 ટકા સુધી ઓછો રહેશે. ખાસ કરીને ઇકોનોમી ક્લાસમાં. જ્યારે લક્ઝરી રેસ્ટોરાંમાં ભોજન 17 ટકા સુધી મોંઘુ બનશે. જોકે, સોનું, સિગારેટ, બીડી, ટેક્સટાઇલ, ફૂટવેર જેવી 6 વસ્તુઓ અને કેટલીક સેવાઓના ટેક્સ નક્કી થઇ શક્યા નથી. તે માટે 3 જૂને દિલ્હીમાં ફરી બેઠક થશે. નવા ટેક્સદર 1 જુલાઇથી લાગુ થશે. ઉદ્યોગ જગતે અગાઉ જીએસટીના નવા દરોને આવકાર્યા હતા.
 
આયુર્વેદિક પ્રોડક્ટ મોંઘી થશે, 12ટકા ટેક્સ
 
જીએસટીમાં આયુર્વેદિક પ્રોડક્ટ પર 12 ટકા ટેક્સ રેટ રખાતા ઉદ્યોગમાં નારાજગીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જીએસટી કાઉન્સિલે આયુર્વેદિક દવાઓ અને પ્રોડક્ટ્સ પર 12 ટકા ટેક્સ નક્કી કર્યો છે. કાઉન્સિલના નિર્ણયને કારણે આયુર્વેદિક દવા અને પ્રોડક્ટનું નિર્માણ કરતી અગ્રણી કંપનીઓમાં નારાજગીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અગ્રણી કંપની ડાબરે આજે નિર્ણય સામે નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે નિર્ણયની આયુર્વેદિક ઉદ્યોગ પર પ્રતિકૂળ અસર પડશે. આવી સામગ્રીઓ પર કર વધારવાનું પગલું સરકારના પરંપરાગત ભારતીય ઔષધને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને અસર થશે.
 
કઈ વસ્તુ કે સેવા પર કેટલો લાગશે GST?
 
- એન્ટરટેઈનમેન્ટ ટેક્સને સર્વિસ ટેક્સમાં સમાવી લેવાયો છે.
- ટેક્સના 5%, 12%, 18% અને 28%  એમ 4 સ્લેબ હશે.
- સ્ટાન્ડર્ડ રેટ 18% અને લક્ઝરી રેટ% ટકા રહેશે.
- ઓલા-ઉબેર જેવી ટ્રાન્સપોર્ટ સર્વિસ પર 5% દર.
- ફોન બીલ પર 18% જીએસટી લાગશે.
- સિનેમા હોલ્સ, સટ્ટો, રેસકોર્સ પર 28% ટેક્સ લાગશે.
- અનાજ, દૂધ, ફળ, શાકભાજી પર કોઈ ટેક્સ નહીં લાગે.
- ઈકોનોમી ક્લાસ એર ટ્રાવેલ પર 5%, બિઝનેસ ક્લાસ પર 12% જીએસટી.
- ફ્લિપકાર્ટ, સ્નેપડિલ જેવી ઈ-કોમર્સ કંપનીઓએ સપ્લાયર્સને પેમેન્ટ કરતા પહેલા 1% TCS (ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ) કાપવો પડશે.
- મેટ્રો, લોકલ ટ્રેન, ધાર્મિક યાત્રા તેમજ હજ યાત્રા GSTમાંથી બાકાત રહશે.
- દેશનો સૌથી ઈફિશિએન્ટ ટેક્સ હોવાની સાથે કન્ઝ્યૂમર ફ્રેન્ડલી થવા જઈ રહ્યો છે. જીએસટીથી મોંઘવારી નહીં વધે.
- જીએસટી લાગુ કરવાનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. મોટાભાગની સર્વિસ 12 થી 18 ટકાના સ્લેબમાં આવશે.
 
ટેલિકોમ,બેન્ક,વીમા,ફાઇનાન્સિયલ સર્વિસ 3 ટકા સુધી મોંઘી થશે
 
ટેલિકોમ,વીમા, બેન્ક અને ફાઇનાન્શિયલ સર્વિસ પર અત્યારે 15 ટકા સર્વિસ ટેક્સ લાગે છે. જીએસટીમાં તેના પર 18 ટકા ટેક્સ લાગશે. એટલે કે 3 ટકા ટેક્સ વધારે લાગશે. 
 
1000રૂપિયાથી ઓછા ભાડાવાળી હોટલોGSTમાંથી બાકાત
 
રૂમ દીઠ 1000 રૂપિયાથી ઓછા ભાડાવાળી હોટલો  જીએસટીમાંથી બાકાત રાખવામાં આવી છે. પ્રતિ રૂમ 1000થી 2,500 રૂપિયાના ભાડાવાળી હોટલો પર 12%, 2500થી 5000 રૂપિયાના રૂમવાળી હોટલો પર 18% ટેક્સ લાગશે. 5000 રૂપિયાથી વધારે ભાડાવાળી હોટલો પર 24% ટેક્સ રેટ લાગશે. ફાઈવ સ્ટાર હોટલોમાં 28%, નોન AC હોટલમાં 12%, AC અને લિકર લાઈસન્સ ધરાવતી હોટલ-રેસ્ટોરાંમાં 18% સર્વિસ ટેક્સ લાગશે. 50 લાખ કે તેનાથી ઓછું ટર્ન ઓવર ધરાવતી નાની રેસ્ટોરાંમાં 5% ટેક્સ લાગશે.
 
વેપારી સંગ્રાહખોરી ન કરે
 
મારીસલાહ છે કે સંગ્રાહખોરી કરો. ટેક્સના જે દર છે. ગ્રાહક પાસે તે વસૂલો. વધારાના દર મુજબ કિંમત વધારો. સરકાર જલદી સંગ્રાહખોરી, નફાખોરી પર નજર રાખવા માટે સિસ્ટમ તૈયાર કરશે. જે બેલેન્સશીટ જોઇને તપાસ કરશે કે ટેક્સ બદલવાનો ફાયદો ઉઠાવીને નફાખોરીતો નથી કરીને. -હસમુખ અઢિયા,મહેસૂલ સચિવ
 
ઘાટીની વર્તમાન સ્થિતિ અંગે શું બોલ્યા જેટલી
 
ઘાટીમાં સેનાના સર્ચ ઓપરેશન દરમિયાન થઈ રહેલા પથ્થરમારા અંગે જેટલીએ બોલતાં જણાવ્યું કે, અલગતાવાદીઓ સરહદ પારથી રૂપિયા મોકલી રહ્યા હતા. સંબંધિત એજન્સીઓ આ અંગે જરૂરી પગલાં ભરશે. જીએસટીનો સબસિડી સાથે કોઈ સંબંધ નથી. જમ્મુ-કાશ્મીર વિધાનસભાને જીએસટી પર ફેંસલો લેવાનો સંપૂર્ણ અધિકાર છે. જે લોકો કાશ્મીરમાં જીએસટીનો વિરોધ કરી રહ્યા છે તેઓ અહીંની ગરિમાને નુકસાન કરી રહ્યા છે.
 
જવાનોની તૈયારી અને આક્રમતા જોઈ સંતોષ થયો
 
આજે સવારે જેટલીએ નોર્થ કાશ્મીરમાં એલઓસીની ફોરવર્ડ પોસ્ટ પર આર્મીના સીનિયર ઓફિસરો સાથે મીટિંગ અને સિક્યુરિટીનું નિરીક્ષણ કર્યા બાદ કહ્યું, જેવાનોની તૈયારી અને આક્રમકતા જોઈ સંતોષ થયો. આપણા જવાનો કાશ્મીરમાં પાકિસ્તાનની કોઈપણ હરકતનો જવાબ આપવા તૈયાર છે. સમગ્ર દેશ જવાનો સાથે હોવાનું પણ જેટલીએ ત્યાં કહ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Healthcare and education to be exempted from gst said fm
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended